Book Title: Mrutyu Samaya Pahela Ane Pachi
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 20
________________ મૃત્યુ સમયે, પહેલાં ને પછી... ૨૯ ૩૦ મૃત્યુ સમયે, પહેલાં ને પછી... માની શકાય જ કેવી રીતે ? તો પુનર્જન્મ કોનો થાય છે ? ત્યારે કહે, આત્મા છે તો પુનર્જન્મ થાય છે કારણ કે દેહ તો મરી ગયો, આપણે બાળી મુકેલા દેખીએ છીએ. ‘બેટરી’ ‘ચાર્જ થયા જ કરે છે અને જૂની ‘બેટરી’ ‘ડિસ્ચાર્જ થાય છે. આમ ‘ચાર્જ’–‘ડિસ્ચાર્જ (ખાલી) થયા જ કરે છે. કારણ કે એને ‘રોંગ બિલિફ’ (ઊંધી માન્યતા) છે. એટલે ‘કૉઝિઝ' (કારણો ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી “રોંગ બિલિફ છે, ત્યાં સુધી રાગ-દ્વેષ ને “કૉઝિઝ’ ઉત્પન્ન થાય છે અને એ “રોંગ બિલિફ’ બદલાય ને “રાઈટ બિલિફ’ બેસે એટલે રાગ-દ્વેષ ને ‘કૉઝિઝ’ ઉત્પન્ન થાય નહીં. પુનર્જન્મ ! પ્રશ્નકર્તા : જીવાત્મા મરે પછી પાછો આવે છેને ? દાદાશ્રી : એવું છેને, ફોરેનવાળાને પાછો આવતો નથી, મુસ્લિમોને પાછો આવતો નથી પણ તમારો પાછો આવે છે. તમારા ભગવાનની એટલી કપા છે કે તમારો પાછો આવે છે. અહીંથી મર્યો કે ત્યાં બીજી યોનિમાં પેસી ગયો હોય અને પેલાને તો પાછાં નથી આવતા. હવે ખરેખર પાછાં નથી આવતા એવું નથી. એમની માન્યતા એવી છે તે અહીંથી મર્યો એટલે મર્યો, પણ ખરેખર પાછો જ આવે છે, પણ એમને સમજણ પડતી નથી. પુનર્જન્મ જ સમજતા નથી. તમને પુનર્જન્મ સમજાય છે ને ! શરીર મૃત્યુ પામે એટલે આ જડ થઈ જાય એના પરથી સાબિત થાય કે આમાં જીવ હતો એ નીકળીને બીજે ગયો. ફોરેનવાળા તો કહે છે કે આ તે જ જીવ હતો ને તે જ જીવ મરી ગયો. આપણે એ કબુલ કરતા નથી. આપણે લોકો પુનર્જન્મને માનીએ છીએ. આપણે ડેવલપ (વિકસિત) થયા છીએ. આપણે વીતરાગ વિજ્ઞાનને જાણીએ છીએ. વીતરાગ વિજ્ઞાન કહે છે પુનર્જન્મના આધારથી આપણે ભેગા થયા છીએ, એવું હિન્દુસ્તાનમાં સમજીએ છીએ. તેના આધારે આપણે આત્માને માનતા થયા છીએ. નહીં તો જો પુનર્જન્મનો આધાર ના હોય તો આત્મા એટલે આત્માની સમજ બેસતી હોય તો ઉકેલ જ આવી જાય ! પણ એ સમજ બેસે એવી નથીને ! તેથી તમામ શાસ્ત્રોએ કહ્યું કે, ‘આત્મા જાણો !' હવે એ જાણ્યા સિવાય બધું જે કંઈ કરવામાં આવે છે, એ બધું જ એને ફાયદાકારક નથી, હેલ્ડિંગ નથી. પહેલું આત્મા જાણો તો બધું સોલ્યુશન (ઉકેલ) આવી જશે ! પુનર્જન્મ કોતો ? પ્રશ્નકર્તા ઃ પુનર્જન્મ કોણ લે છે ? જીવ લે છે કે આત્મા લે છે ? દાદાશ્રી : ના, કોઈને લેવો પડતો નથી, થઈ જાય છે. આ આખું જગત ‘ઈટ હેપન્સ' (એની મેળે ચાલી રહ્યું) જ છે ! પ્રશ્નકર્તા : હા, પણ એ કોનાથી થઈ જાય છે ? જીવથી થઈ જાય છે કે આત્માથી ? - દાદાશ્રી : ના, આત્માને કશી લેવાદેવા જ નથી, બધું જીવથી જ છે. જેને ભૌતિક સુખો જોઈએ છે, તેને યોનિમાં પ્રવેશ કરવાનો “રાઈટ’ (અધિકાર) છે. ભૌતિક સુખો ના જોઈતાં હોય, તેને યોનિમાં પ્રવેશ કરવાનો “રાઈટ’ જતો રહે છે. સંબંધ જનમ-જનમતો ! પ્રશ્નકર્તા : મનુષ્યના દરેક જન્મને પુનર્જન્મ સાથે સંબંધ ખરો ? દાદાશ્રી : એ તો દરેક જન્મ પૂર્વજન્મ જ હોય છે. એટલે દરેક જન્મનો સંબંધ પૂર્વજન્મથી જ થાય છે.

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29