Book Title: Mrutyu Samaya Pahela Ane Pachi
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 18
________________ મૃત્યુ સમયે, પહેલાં ને પછી... સમાધિ મરણ ! એટલે મરણને કહીએ કે, ‘તારે વહેલું આવવું હોય તો વહેલું આવ, મોડું આવવું હોય તો મોડું આવ પણ ‘સમાધિ મરણ” આવજે !” સમાધિ મરણ એટલે આત્મા સિવાય બીજું યાદ જ ના હોય. પોતાના સ્વરૂપ શુદ્ધાત્મા સિવાય બીજી જગ્યાએ ચિત્ત જ ના હોય, મનબુદ્ધિ-ચિત્ત-અહંકાર કશું હાલમહાલ હોય નહીં ! નિરંતર સમાધિ ! દેહને ઉપાધિ હોય છતાં ઉપાધિ અડે નહીં. દેહ તો ઉપાધિવાળો ખરો કે નહીં ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એકલો ઉપાધિવાળો જ નહીં, વ્યાધિવાળોય ખરો કે નહીં ? જ્ઞાનીને ઉપાધિ અડે નહીં. વ્યાધિ થઈ હોય તો અડે નહીં. અને અજ્ઞાની તો વ્યાધિ ના થઈ હોય તો વ્યાધિ બોલાવે ! સમાધિ મરણ એટલે ‘હું શુદ્ધાત્મા છું' એવું ભાન રહે ! આપણા કેટલાંય મહાત્માઓનાં મરણ થયાં તે બધાને ‘હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું' એવું ભાન રહ્યા કરે. ગતિની નિશાની ! મૃત્યુ સમયે, પહેલાં ને પછી.... આ જ્ઞાન લીધેલું હોવું જોઈએ. પછી એ બેભાન હોય તોય ચાલે. મૃત્યુનો ભય ! પ્રશ્નકર્તા : તો મૃત્યુનો ભય કેમ રહે છે બધાને ? દાદાશ્રી : મૃત્યુનો ભય તો અહંકારને રહે છે, આત્માને કશું નથી. અહંકારને ભય રહે છે કે હું મરી જઈશ, હું મરી જઈશ. એ દ્રષ્ટિથી જુઓ તો ખરા ! એવું છેને, ભગવાનની દ્રષ્ટિમાં આ જગતમાં શું ચાલી રહ્યું છે? ત્યારે કહે, એમની દ્રષ્ટિમાં તો કોઈ મરતું જ નથી. ભગવાનની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ જો તમને પ્રાપ્ત થાય, એક દહાડો આપે એ તમને તો અહીં ગમે એટલા માણસ મરી જાય તોય તમને અસર કરે નહીં. કારણ કે ભગવાનની દ્રષ્ટિમાં કોઈ મરતું જ નથી. જીવ તો મરણ, શિવ તો અમર ! જયારે ત્યારે સોલ્યુશન લાવવું પડશેને ? જીવન-મરણનું સોલ્યુશન નહીં લાવવું પડે ? ખરી રીતે પોતે મરતો નથી ને ખરી રીતે જીવતોય નથી, આ તો માન્યતામાં જ ભૂલ છે કે પોતાની જાતને જીવ માની બેઠો છે. પોતાનું સ્વરૂપ શિવ છે. પોતે શિવ છે, પણ તે પોતાને સમજાતું નથી ને પોતાને જીવસ્વરૂપ માની બેઠો છે ! પ્રશ્નકર્તા : એવું દરેક જણને સમજાતું હોત તો આ દુનિયા ચાલે નહીંને ! દાદાશ્રી : હા, ચાલે જ નહીંને ! પણ ત્યારે દરેક જણને એ સમજાય એવું ય નથી ! આ તો પઝલ છે બધું. અત્યંત ગુહ્ય, અત્યંત ગુહ્યતમ. એ ગુહ્યતમને લઈને તો આ બધું આવું ને આવું પોલંપોલ જગત ચાલ્યા કરે છે. પ્રશ્નકર્તા : મૃત્યુ સમયે એવી કોઈ નિશાની છે કે કોઈવાર ખબર પડે કે આ જીવની સારી ગતિ થઈ ગઈ કે નહીં ? દાદાશ્રી : તો તે વખતે મારી છોડી પૈણી કે નહીં ? આમ થયું નહીં. તે બધી ઘરની જ માથાકૂટ કર્યા કરે છે. ઉપાધિ કર્યા કરે છે. એટલે જાણવું કે આને થઈ ગઈ અધોગતિ. અને આત્મામાં રહેતો હોય એટલે ભગવાનમાં રહેતો હોય તો સારી ગતિ થઈ. પ્રશ્નકર્તા : પણ અન્કોન્શિયસ રહે થોડા દિવસ તો ? દાદાશ્રી : બેભાન હોય તો પણ અંદર જો જ્ઞાનમાં હોય તો ચાલે.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29