________________
મૃત્યુ સમયે, પહેલાં ને પછી...
૨૧
મૃત્યુ સમયે, પહેલાં ને પછી..
સહી કરતાં હશે કે ? એવું કહે છે ને કે, ‘ભગવાન, અહીંથી જવાય તો સારું'. હવે આ શાથી બોલે છે, તે તમે જાણો છો ? કો'ક ફેરો એવું મહીં દુ:ખ થાય, તે પછી દુ:ખનો માર્યો બોલે કે, “આ દેહ છૂટે તો સારું હવે’. તે ઘડીએ સહી કરાવી લે.
તે પહેલાં કરજે “મને' યાદ ! પ્રશ્નકર્તા : દાદા, એવું સાંભળ્યું છે કે આપઘાત પછી આવી રીતે સાત ભવ થાય, એ વાત સાચી છે ?
દાદાશ્રી : જે સંસ્કાર પડે તે સાત-આઠ ભવ પછી જાય છે. એટલે આ કોઈ ખોટા સંસ્કાર પાડવા ના દેશો. ખોટા સંસ્કારથી દૂર ભાગજો. હા, અહીં ગમે એટલું દુ:ખ હોય તો તે સહન કરજો પણ ગોળી ના મારશો, આપઘાત ના કરશો એટલે વડોદરા શહેરમાં આજથી થોડાં વરસ ઉપર બધાને કહી દીધેલું કે આપઘાત કરવાનું થાય ત્યારે મને યાદ કરજે ને મારી પાસે આવજે. એવા માણસ હોયને, જોખમવાળા માણસ, એમને કહી રાખ્યું. તે પછી મારી પાસે આવે, તેને સમજ પાડી દઉં. બીજે દહાડે આપઘાત કરતો બંધ થઈ જાય. ૧૯૫૧ પછી એ બધાંને ખબર આપેલી કે જે કોઈને આપઘાત કરવો હોય તો મને ભેગો થાય ને પછી કરે. કોઈ આવે કે મારે આપઘાત કરવો છે તો એને હું સમજાવું. આજુબાજુનાં ‘કૉઝીઝ', ‘સર્કલ’ આપઘાત કરવા જેવો છે કે નથી કરવા જેવો, બધું એને સમજાવી દઉં ને એને પાછો વાળી લઉં.
આપઘાતનું ફળ ! પ્રશ્નકર્તા: કોઈ માણસ આપઘાત કરે તો એની કઈ ગતિ થાય ? ભૂતપ્રેત થાય ?
દાદાશ્રી : આપઘાત કરવાથી તો પ્રેત થવાય અને પ્રેત થઈને રખડવું પડે. એટલે આપઘાત કરીને ઊલટી ઉપાધિઓ વહોરે છે. એક વખત આપઘાત કરે, એના પછી કેટલાંય અવતાર સુધી પડઘા પડ્યા
કરે ! અને આ જે આપઘાત કરે છે એ કંઈ નવા કરતો નથી. પાછલાં આપઘાતો કરેલા, તેના પડઘાથી કરે છે. આ જે આપઘાત કરે છે, એ તો પાછલાં કરેલા આપઘાત કર્મનું ફળ આવે છે. એટલે પોતાની જાતે જ આપઘાત કરે છે. એ એવા પડઘા પડેલા હોય છે કે એ એવું ને એવું જ કરતો આવ્યો હોય છે. એટલે પોતાની મેળે આપઘાત કરે છે અને આપઘાત થયા પછી અવગતિયો થઈ જાય. અવગતિયો એટલે દેહ વગર રખડતો હોય. ભૂત થવાનું કંઈ સહેલું નથી. ભૂત તો દેવગતિનો અવતાર છે, એ સહેલી વસ્તુ નથી. ભૂત તો અહીં આગળ કઠોર તપ કર્યા હોય, અજ્ઞાન તપ કર્યા હોય ત્યારે ભૂત થાય; જ્યારે પ્રેત એ જુદી વસ્તુ છે.
વિકલ્પ વિતા જિવાય નહીં ! પ્રશ્નકર્તા: આપઘાતના વિચારો કેમ આવતા હશે ?
દાદાશ્રી : એ તો અંદર વિકલ્પ ખલાસ થઈ જાય છે તેથી. આ તો વિકલ્પના આધારે જિવાય છે. વિકલ્પ ખલાસ થઈ જાય પછી હવે શું કરવું તેનું કશું દર્શન દેખાતું નથી, તેથી પછી આપઘાત કરવાનું વિચારે છે. એટલે આ વિકલ્પીય કામના જ છે !
સહજ વિચાર બંધ થઈ જાય ત્યારે આ બધા ઊંધા વિચાર આવે. વિકલ્પ બંધ થાય એટલે જે સહજ વિચાર આવતા હોય તે પણ બંધ થઈ જાય, અંધારું ઘોર થઈ જાય, પછી કશું દેખાતું નથી ! સંકલ્પ એટલે “મારું” ને વિકલ્પ એટલે “હું” એ બેઉ બંધ થઈ જાય ત્યારે મરી જવાના વિચાર આવે.
આત્મહત્યાનાં કારણો ! પ્રશ્નકર્તા : એ જે એને વૃત્તિ થઈ, આત્મહત્યા કરવાની એનું રૂટ(મૂળ) શું ?
દાદાશ્રી : આત્મહત્યાનું રૂટ તો એવું હોય છે કે એણે કોઈ અવતારમાં આત્મહત્યા કરી હોય તો એના પડઘા સાત અવતાર સુધી