________________
મૃત્યુ સમયે, પહેલાં ને પછી...
મૃત્યુ સમયે, પહેલાં ને પછી...
દાદાશ્રી : મૃત્યુ તો એવું છેને, આ દેહનો જન્મ થયો એ એક સંયોગ છે, એનો વિયોગ થયા વગર રહે જ નહીંને ! સંયોગ હંમેશાં વિયોગી સ્વભાવના જ હોય. આપણે સ્કૂલમાં ભણવા ગયા હતા. તે શરૂઆત કરી હતી કે નહીં, બિગિનિંગ ? પછી એન્ડ આવ્યો કે ના આવ્યો ? દરેક વસ્તુઓ બિગિનિંગ અને એન્ડવાળી જ હોય. અહીં આગળ તે આ બધી જ વસ્તુઓને બિગિનિંગ ને એન્ડ હોય. ના સમજાયું તને ?
પ્રશ્નકર્તા : સમજાયુંને !
જીવે-મરે એ કોણ ? આ જન્મ-મરણ આત્માનાં નથી. આત્મા પરમેનન્ટ વસ્તુ છે. આ જન્મ-મરણ ઈગોઇઝમના છે. ઇગોઇઝમ જન્મ પામે છે અને ઇગોઇઝમ મરણ પામે છે. ખરી રીતે આત્મા પોતે મરતો જ નથી, અહંકાર જ જન્મે છે અને અહંકાર જ મરે છે. મૃત્યુ સમયે, પહેલાં તે પછી...
આત્માની સ્થિતિ
જન્મ-મરણ શું છે ? પ્રશ્નકર્તા : જન્મ-મરણ શું છે ?
દાદાશ્રી : જન્મ-મરણ તો થાય છે, આપણે જોઈએ છીએ કે એમાં શું છે, એમાં પૂછવા જેવું નથી. જન્મ-મરણ એટલે એનાં કર્મનો હિસાબ પૂરો થઈ ગયો, એક અવતાર જે હિસાબ બાંધ્યો હતો, તે પૂરો થઈ ગયો એટલે મરણ થઈ જાય.
મૃત્યુ શું છે ? પ્રશ્નકર્તા : મૃત્યુ શું છે ?
દાદાશ્રી : મૃત્યુ તો એવું છેને, આ ખમીસ સીવડાવ્યું એટલે ખમીસનો જન્મ થયોને, ને જન્મ થયો એટલે મૃત્યુ થયા વગર રહે જ નહીં ! કોઈ પણ વસ્તુ જન્મે તેનું મૃત્યુ અવશ્ય હોય. અને આત્મા અજન્મા-અમર છે, તેને મૃત્યુ જ નથી હોતું. એટલે જેટલી વસ્તુ જન્મે તેનું મૃત્યુ અવશ્ય હોય અને મૃત્યુ છે તો જન્મ પામશે. એટલે જન્મની સાથે મૃત્યુ જોઈન્ટ થયું છે. જન્મ હોય ત્યાં મૃત્યુ અવશ્ય હોય જ !
પ્રશ્નકર્તા : મૃત્યુ શા માટે છે ?
દાદાશ્રી : આ બધી વસ્તુઓ બિગિનિંગ-એન્ડવાળી, પણ બિગિનિંગ ને એન્ડને જાણે છે, એ જાણનાર કોણ છે ?
બિગિનિંગ-એન્ડવાળી વસ્તુઓ બધી જ છે તે ટેમ્પરરી વસ્તુઓ છે. જેનું બિગિનિંગ હોયને એનો એન્ડ હોય, બિગિનિંગ થાય એનો એન્ડ હોય જ અવશ્ય. એ બધી ટેમ્પરરી વસ્તુઓ છે, પણ ટેમ્પરરીને જાણનાર કોણ છે ? તું પરમેનન્ટ છું. કારણ કે તું આ વસ્તુઓને ટેમ્પરરી કહું છું માટે તું પરમેનન્ટ છું. જો બધી જ વસ્તુ ટેમ્પરરી હોય તો પછી ટેમ્પરરી કહેવાની જરૂર જ ન્હોતી. ટેમ્પરરી સાપેક્ષ શબ્દ છે. પરમેનન્ટ છે તો ટેમ્પરરી છે.
મૃત્યુનું કારણ ! પ્રશ્નકર્તા : તો મૃત્યુ શા માટે આવે છે ?
દાદાશ્રી : એ તો એવું છે, આ જન્મ થાય છે, ત્યારે આ મનવચન-કાયા એ ત્રણ ‘બેટરી’ઓ છે, એ ગર્ભમાંથી ‘ઇફેક્ટ’ (પરિણામ) આપતી જાય છે. તે ‘ઇફેક્ટ’ પૂરી થાય, ‘બેટરીથી હિસાબ પૂરો થઈ જાય, ત્યાં સુધી એ ‘બેટરી’ રહે અને પછી એ ખલાસ થઈ જાય, એને મૃત્યુ કહે છે. પણ ત્યારે પાછી આવતા ભવને માટે મહીં નવી ‘બેટરીઓ ચાર્જ (પાવર ભરાય) થઈ ગઈ હોય. આવતા ભવના માટે અંદર નવી