________________
મૃત્યુ સમયે, પહેલાં ને પછી...
૧૭
૧૭
મૃત્યુ સમયે, પહેલાં ને પછી...
એની ગતિમાં જાય છે, યોનિ પ્રાપ્ત થાય છે.
મરતારતે ત કો' લેવાદેવા ! પ્રશ્નકર્તા: મરનારની પાછળ કંઈ ભજન-કીર્તન કરવું કે નહીં ? તેનાથી શો ફાયદો ?
દાદાશ્રી : મરનારને કંઈ લેવા-દેવા નથી.
પ્રશ્નકર્તા: તો પછી આ આપણી ધાર્મિક વિધિઓ છે મરણ પ્રસંગે, જે બધી વિધિઓ કરાય છે તે સાચી કે નહીં ?
દાદાશ્રી : કશું આમાં અક્ષરેય સાચો નથી. આ તો પેલા ગયા એ ગયા. લોક એની મેળે કરે છે અને જે એમ કહે કે તમે કંઈક તમારા હારુ કરોને ! ત્યારે કહે, “ના, ભાઈ, નવરાશ નથી મને.” અને બાપાના હારુ કરવા કહેને, તોય ના કરે એવાં છે આ. પણ તે પાડોશી કહે, અલ્યા, મૂઆ તારા બાપનું કરને, તારા બાપનું કર. એ તો પાડોશી મારી–ઠોકીને કરાવડાવે !
પ્રશ્નકર્તા ઃ તો આ ગરૂડપુરાણ બેસાડે છે એ શું ?
દાદાશ્રી : એ તો ગરૂડપુરાણ તો પેલાં રડતાં હોય તે આ ગરૂડપુરાણમાં જાય એટલે પછી ટાટું પાડવા હારુ એ બધા રસ્તાઓ છે.
એ બધું વાહ વાહ માટે ! પ્રશ્નકર્તા : આ મૃત્યુ પછી બારમું કરે છે, તેરમું કરે છે, વાસણો વહેંચે છે, જમણવાર કરે છે, એનું મહત્ત્વ કેટલું?
દાદાશ્રી : એ ફરજિયાત વસ્તુ નથી. એ તો પાછળ વાહ વાહ કરાવડાવવા માટે કરે છે. અને જો ખર્ચ ના કરે ને તો એ લોભી થયા કરે. બે હજાર રૂપિયા અપાવ્યા તો ખાય-પીવે નહીં ને બે હજારની પાછળ ઉમર ઉમેર કર્યા કરે એટલે આવો ખર્ચો કરે એટલે પાછું મન ચોખ્ખું થઈ
જાય ને લોભ ના વધે. પણ તે ફરજિયાત વસ્તુ નથી. પાસે હોય તો કરવું, ના હોય તો કંઈ નહીં.
શ્રાદ્ધતી સાચી સમજ ! પ્રશ્નકર્તા : આ શ્રાદ્ધમાં તો પિતૃઓને જે આહ્વાન થાય છે, તે બરોબર છે ? તે વખતે શ્રાદ્ધપક્ષમાં પિતૃઓ આવે છે ? અને વાસ નાખે છે તે શું છે ?
દાદાશ્રી : એવું છેને, કે છોકરા જોડે જો સંબંધ હોય તો આવે. આખો સંબંધ પૂરો થાય ત્યારે પછી તો દેહ છૂટો પડે. કોઈ જાતનો ઘરવાળા જોડે સંબંધ ના રહ્યો, એટલે આ દેહ છૂટો પડી જાય. પછી કોઈ ભેગા થાય નહીં. પછી નવો સંબંધ બંધાયેલો હોય તો ફરી જન્મ થાય ત્યાં આગળ. બાકી કોઈ આવે-કરે નહીં. પિતુ કોને કહેવાય ? છોકરાને કહેવો કે બાપને કહેવો ? છોકરો પિતૃ થવાનો ને બાપેય પિતૃ થવાનો ને દાદોય પિતૃ થવાનો. કોને કહેવા પિતૃ ?
પ્રશ્નકર્તા યાદ કરવા માટે જ આ ક્રિયાઓ રાખેલી એમ ને?
દાદાશ્રી : ના. યાદ કરવા માટેય નહીં. આ તો આપણા લોકો પાછળ ધર્માદાના ચાર આના ખર્ચે એવાં ન હતા. એટલે પછી એને સમજણ પાડી કે ભઈ, તમારા પિતાશ્રી મરી ગયા છે તો કંઈ ખર્ચો કરો, કંઈક આમ કરો, તેમ કરો. એટલે તમારા પિતાશ્રીને પહોંચશે. ત્યારે લોકોય પછી એને વઢી વઢીને કહે, કંઈક બાપ હારુ કરને ! શ્રાદ્ધ કરને ! કંઈ સારું કરને ! તે એમ કરીને બસો-ચારસો જે ખર્ચ કરાવડાવે ધર્માદા પાછળ, એટલું એને ફળ મળે. બાપના નામે કરે ને પછી ફળ મળે. જો બાપનું નામ ના કહ્યું હોય તો આ લોકો ચાર આના ખર્ચે જ નહીં. એટલે અંધશ્રદ્ધા પર આ વાત ચાલી રહી છે. તમને સમજ પડીને ? ના સમજાયું ?
આ ટાણાં-બાણાં કરે છે તે બધુંય આયુર્વેદિકના માટે છે, આયુર્વેદને