Book Title: Mrutyu Samaya Pahela Ane Pachi
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 12
________________ મૃત્યુ સમયે, પહેલાં ને પછી... ૧૩ મૃત્યુ સમયે, પહેલાં ને પછી... ગજવામાંથી લાખ રૂપિયા પડી ગયાને પછી ના જડે એટલે આપણે શું કરવાનું ? માથું ફોડવાનું? આપણા હાથના ખેલ નથી આ અને એને બિચારાને ત્યાં દુ:ખ થાય છે. આપણે અહીં દુઃખી થઈએ એની અસર એને ત્યાં પહોંચે છે. તે એનેય સુખી ના થવા દઈએ ને આપણેય સુખી ન થઈએ. એટલે શાસ્ત્રકારોએ કહ્યું કે, ‘ગયા પછી ઉપાધિ ના કરશો. તેથી આપણાં લોકોએ શું કર્યું કે ગરૂડ પુરાણ બેસાડો, ફલાણું બેસાડો, પૂજા કરી ને મનમાંથી ભૂલી જાવ.” તમે એવું કશું બેસાડ્યું હતું ? તોય ભૂલી ગયા, નહીં ? પ્રશ્નકર્તા : પણ એ ભૂલાતું નથી. બાપ અને દીકરા વચ્ચે વ્યવહાર એવો હતો કે વ્યવસ્થિત ચાલતો હતો. એટલે એ ભૂલાય એવું નથી. દાદાશ્રી : હા, ભૂલાય એવું નથી, પણ આપણે ન ભૂલીએ તો એનું આપણને દુઃખ થાય અને એને ત્યાં દુ:ખ થાય. એવું આપણા મનમાં એને માટે દુઃખ કરવું એ આપણને બાપ તરીકે કામનું નહીં. પ્રશ્નકર્તા : એને કઈ રીતે દુઃખ થાય ? દાદાશ્રી : આપણે અહીં દુઃખ કરીએ એની અસર ત્યાં પહોંચ્યા વગર રહે નહીં. આ જગતમાં તો બધું ફોનની પેઠ છે, ટેલિવિઝન જેવું છે આ જગત ! અને આપણે અહીં ઉપાધિ કરીએ તો એ પાછો આવવાનો છે? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : કોઈ રસ્તે આવવાનો નથી ? ને એને શાંતિ થાય છે. એને શાંતિ કરવાની વાત તમને કેમ લાગે છે ? અને એને શાંતિ કરીએ એ તમારી ફરજ છેને ? માટે એવું કંઈક કરોને કે એને સારું લાગે. એક દહાડો સ્કૂલનાં છોકરાઓને જરા પંડા ખવડાવીએ એવું કંઈક કરીએ. એટલે જ્યારે તમારા દીકરાની યાદ આવે ત્યારે એમનાં આત્માનું કલ્યાણ થાવ એવું બોલજો. ‘કૃપાળુદેવ’નું નામ લેશો, ‘દાદા ભગવાન' કહેશો તોય કામ થશે. કારણ કે ‘દાદા ભગવાન” અને “કૃપાળુદેવ' આત્મા સ્વરૂપે એક જ છે ! દેહથી જુદું દેખાય છે, આંખોમાં જુદા દેખાય પણ વસ્તુ તરીકે એક જ છે. એટલે મહાવીર ભગવાનનું નામ દેશો તોય એકનું એક જ છે. એમના આત્માનું કલ્યાણ થાવ એટલી જ આપણે નિરંતર ભાવના કરવાની. આપણે એના જોડે નિરંતર રહ્યા, જોડે ખાધું-પીધું, તો આપણે એમનું કેમ કલ્યાણ થાવ એવી ભાવના ભાવીએ. આપણે પારકાં માટે સારી ભાવના ભાવીએ, તો આ તો આપણા પોતાના માણસને માટે તો શું ના કરીએ ? રડે સ્વ અર્થે કે તારા અર્થે ? પ્રશ્નકર્તા : આપણા લોકોને પૂર્વજન્મનું ભાન છે તો પછી ઘરનાં કોઈ મરી જાય તે વખતે આપણાં લોકો કેમ રડે છે ? દાદાશ્રી : એ તો પોતપોતાના સ્વાર્થ માટે રડે છે. તદન નિકટના સગા હોય તો તે સાચું રડે, પણ બીજાં બધાં તો જે સારું રહે છેને તે તો એમનાં સગાંને સંભારીને રડે છે તેય અજાયબી છેને ! આ લોકો ભૂતકાળને વર્તમાનકાળમાં લાવે છે, આ ઈન્ડિયનોનેય ધન્ય છેને! ભૂતકાળને વર્તમાનકાળમાં લાવે છે ને એ પ્રયોગ આપણને દેખાડે છે ! પરિણામ કલ્પાંતતાં. આ એક ફેરો કલ્પાંત કર્યું તો ‘કલ્પ’ના અંત સુધી ભટકવાનું થઈ પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : તો ઉપાધિ કરીએ તો એને પહોંચે છે અને એના નામ ઉપર આપણે ધર્મ-ભક્તિ કરીએ તોય એને આપણી ભાવના પહોંચે છે

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29