Book Title: Mrutyu Samaya Pahela Ane Pachi
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 13
________________ મૃત્યુ સમયે, પહેલાં ને પછી... ગયું. એક આખા ‘કલ્પ’ના અંત સુધી ભટકવાનું થયું આ ! એ ‘લીંકેજ' તા કરાય ! ૧૫ પ્રશ્નકર્તા : નરસિંહ મહેતાને એમનાં પત્ની મરી ગયા ત્યારે ‘ભલું થયું ભાંગી જંજાળ' બોલ્યા તો એ શું કહેવાય ? દાદાશ્રી : પણ એ ઘેલછામાં બોલ્યા કે ‘ભલું થયું ભાંગી જંજાળ’. આ વાત મનમાં રાખવાની હોય કે જંજાળ ભાંગી ગઈ'. એ મનમાંથી ‘લીકેજ’ નહીં થવું જોઈએ. પણ આ તો મનમાંથી ‘લીકેજ’ થઈ બહાર નીકળી ગયું. મનમાં રાખવાની ચીજ ઉઘાડી કરી દે, તો એ ઘેલા માણસો કહેવાય. જ્ઞાતી હોય બહુ વિવેકી ! અને ‘જ્ઞાની’ ઘેલા ના હોય, ‘જ્ઞાની’ બહુ ડાહ્યા હોય. મનમાં બધુંય હોય કે ‘ભલું થયું ભાંગી જંજાળ’ પણ બહાર શું કહે ? અરેરે, બહુ ખોટું થયું. આ તો હું એકલો હવે શું કરીશ ?!' એવું હઉ કહે. નાટક ભજવે ! આ જગત તો પોતે નાટક જ છે. એટલે અંદરખાને જાણવાનું કે, ‘ભલું થયું ભાંગી જંજાળ' પણ વિવેકમાં રહેવું જોઈએ. ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ' એવું ના બોલાય. આવો અવિવેક તો કોઈ બહારનોય ના કરે. દુશ્મન હોય તોય વિવેકમાં બેસે, મોઢું શોકવાળું કરીને બેસે ! અમને શોક કે કશુંય ના થાય પણ બાથરૂમમાં જઈને પાણી ચોપડી આવીને નિરાંતે બેસીએ. એ અભિનય છે. ધી વર્લ્ડ ઈઝ ધી ડ્રામા ઈટસેલ્ફ; તમારે નાટક જ ભજવવાનું છે ખાલી, અભિનય જ કરવાનો છે પણ અભિનય ‘સિન્સિયરલી’ કરવાનો. જીવ ભટકે તેર દિવસ ? પ્રશ્નકર્તા : મૃત્યુ પછી તેર દિવસનો રેસ્ટહાઉસ હોય છે એવું કહેવાય છે ? દાદાશ્રી : તેર દિવસનો તો આ બ્રાહ્મણોને હોય છે. મરનારને શું ? મૃત્યુ સમયે, પહેલાં ને પછી... એ બ્રાહ્મણો એમ કહે કે રેસ્ટહાઉસ છે. આ ઘરની ઉપર બેસી રહેશે, અંગૂઠા જેવડો અને જોયા કરશે. અલ્યા મૂઆ, જોયા શું કરવા કરે છે ? પણ જો તોફાન, જો તોફાન ! આવડો અંગૂઠા જેવડો જ છે. કહેશે તે નળિયાં ઉપર બેસી રહેશે. અને આપણા લોક સાચું માને છે અને એવું સાચું માને તો સરવણી કરેય નહીં આ લોકો. આ લોકો સરવણી-બરવણી કશુંય કરે નહીં. ૧૬ પ્રશ્નકર્તા : ગરૂડ પુરાણમાં લખેલું છે કે અંગૂઠા જેટલો જ આત્મા છે ? દાદાશ્રી : હા, તે એનું નામ જ ગરૂડ પુરાણને ! પુરાણું કહેવાય. અંગુઠા જેવડો આત્મા, પછી પામે જ નહીં ને અને દહાડો વળે નહીં. શક્કરવાર વાળ્યો નહીં. એવરી ડે ફ્રાયડે ! કરવા ગયા સાયન્ટિફિક, હેતુ સાયન્ટિફિક હતો, પણ થિન્કિંગ બધું બગડી ગયું. આ લોકો એ નામે ક્રિયાઓ કરે અને ક્રિયાઓ કરે તે પહેલાં બ્રાહ્મણને દાન આપે અને એ દાન આપવા જેવા જ બ્રાહ્મણો હતા. તે બ્રાહ્મણને દાન આપે એટલે પુણ્ય બંધાય. અત્યારે તો આ બધું ખખડધૂસ થઈ ગયું છે. બ્રાહ્મણો અહીંથી પલંગ ઉપાડી જાય, ને તે પલંગ અહીંથી લઈને ત્યાં સોદો કર્યો હોય કે બાવીસ રૂપિયામાં તને આપીશ. ગોદડાંનો સોદો કર્યો હોય, ચાદરનો સોદો કર્યો હોય. આપણે બીજું બધું આપીએ સાધન-કપડાં બધું તેય વેચી દેવાના બધા. એમ ત્યાં શી રીતે આત્માને પહોંચવાનું માન્યું લોકોએ ? પ્રશ્નકર્તા : દાદા, હવે તો કેટલાંક લોકો એવું કહે છે કે બ્રાહ્મણને કહે છે કે, તું લઈ આવજે અને ઉચ્ચક પૈસા આપી દઈશું. દાદાશ્રી : એ તો હવે નહીં, કેટલાંય વર્ષોથી કરે છે. ઉચ્ચક પૈસા આપી દઈશું, તું લઈ આવજે. અને કો'કનો આપેલો ખાટલો હોય તે લઈ આવે ! બોલો હવે તોય લોકોને માન્યામાં નથી આવતું, તોય ગાડું તો એવું ચાલ્યા જ કરે છે. જૈનો એવું ના કરે. જૈનો પાકા ખરા ને એવું તેવું ના કરે. એવું તેવું કશું છેય નહીં. અહીંથી આત્મા નીકળ્યો એટલે સીધો

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29