Book Title: Mrutyu Samaya Pahela Ane Pachi
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 9
________________ મૃત્યુ સમયે, પહેલાં ને પછી... મૃત્યુ સમયે, પહેલાં ને પછી... અંતિમ પળે ધર્મધ્યાત ! પ્રશ્નકર્તા : આ છેલ્લા કલાકમાં અમુક લામાઓને અમુક ક્રિયાઓ કરાવે છે. જ્યારે મરણ પથારીએ માણસ હોય છે ત્યારે તિબેટના લામાઓમાં એમ કહે છે કે એ લોકો એના આત્માને કહે છે કે તું આવી રીતે જા. અથવા તો આપણામાં જે ગીતાના પાઠ કરાવે છે, કે આપણામાં કોઈ સારા કંઈ શબ્દ એને સંભળાવે છે, એનાથી એની પર કોઈ છેલ્લા કલાકમાં બધી અસર થાય ખરી ? દાદાશ્રી : કશું વળે નહીં. બાર મહિનાના ચોપડા તમે લખો છો, તે ધનતેરસથી તમે નફો માંડ માંડ કરો અને ખોટ કાઢી નાખો તો ચાલે ? અક્કલ વગરની વાત કરો છો ?” એટલે આખો દહાડો લોક ટૈડકાવ ટૈડકાવ કરે ! એટલે આ લોક તો ઊલટાં ચઢી બેસે; તમારી સરળતાનો લાભ ઊઠાવે. તે હું તમને શું સમજણ પાડું કે લોક બીજે દહાડે પૂછવા આવે તો તમારે શું કહેવું કે, “ભઈ, કાકાને જરા તાવ આવ્યો ને ટપ થઈ ગયા; બીજું કશું થયું નથી.” પેલો પૂછે એટલો જવાબ. આપણે જાણીએ કે વિગતવાર કહેવા જઈશું તો ભાંજગડ થશે, એનાં કરતાં રાતે તાવ આવ્યો ને સવારના ટપ થઈ ગયા કહીએ. પછી ભાંજગડ જ નહીંને ! સ્વજનની અંતિમ કાળે સાચવણી ! પ્રશ્નકર્તા : કોઈ સ્વજનનો અંતકાળ નજીક આવ્યો હોય તો તેના તરફ આજુબાજુનાં સગાસંબંધીઓનું વર્તન કેવું હોવું જોઈએ ? દાદાશ્રી : જેનો અંતકાળ નજીક આવ્યો હોય, એમને તો બહુ સાચવવા જોઈએ. એમના બોલ બોલ સાચવવા પડે. એમને ‘બેક” ના મરાવવું જોઈએ. બધાએ એમને ખુશ રાખવા અને એ અવળું બોલે તોય તમારે “એક્સેપ્ટ’ કરવું કે, ‘તમારું ખરું છે !” એ કહેશે, “દૂધ લાવો’ તો તરત દૂધ લાવી આપીએ. ત્યારે એ કહેશે, ‘આ તો પાણીવાળું છે, બીજું લાવી આપો !” તો તરત બીજું દૂધ ગરમ કરી લઈ આવીએ. પછી કહીએ કે, “આ ચોખ્ખું-સારું છે. પણ એમને અનુકૂળ આવે એવું કરવું જોઈએ, એવું બધું બોલવું જોઈએ. પ્રશ્નકર્તા : એટલે એમાં સાચા-ખોટાની ભાંજગડ નથી કરવાની ? દાદાશ્રી : આ ખરું-ખોટું તો દુનિયામાં હોતું જ નથી. એમને ગમ્યું એટલે બસ, એવી રીતે બધું કર્યા કરીએ. એમને અનુકૂળ આવે એવી રીતે વર્તવું. એ નાના બાબા જોડે આપણે કેવી રીતે વર્તીએ છીએ ? બાબો કાચનો પ્યાલો ફોડી નાખે તો આપણે એને વઢીએ ? બે વર્ષનો બાબો હોય, તેને કશું કહીએ કે કેમ ફોડી નાખ્યો કે એવું તેવું ? બાબા જોડે વર્તન કરીએ એવી રીતે, એમની જોડે વર્તન કરવું. પ્રશ્નકર્તા : ના ચાલે. દાદાશ્રી : કેમ એમ ? પ્રશ્નકર્તા : એ તો આખા વર્ષનું જ આવને ! દાદાશ્રી ત્યારે પેલું આખી જિંદગીનું સરવૈયું આવે. આ તો લોકો છેતરે છે. લોકોને મૂર્ખ બનાવે છે. પ્રશ્નકર્તા : દાદા, માણસની છેલ્લી અવસ્થા હોય, જાગૃત અવસ્થા હોય, હવે તે વખતે કોઈ એને ગીતાનો પાઠ સંભળાવે અગર તો કંઈક બીજું શાસ્ત્રનું સંભળાવે, એના કાને કાન કંઈ કહે.... દાદાશ્રી : એ પોતે કહેતો હોય તો, એની ઇચ્છા હોય તો સંભળાવવું. મર્સી કિલિંગ ! પ્રશ્નકર્તા : જે રીબાતો હોય તેને રીબાવા દઈએ અને એને મારી નાખીએ તો પછી એનો આવતો ભવ રીબાવાનું બાકી રહે એ વાત

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29