Book Title: Mrutyu Samaya Pahela Ane Pachi Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 7
________________ મૃત્યુ સમયે, પહેલાં ને પછી... મૃત્યુ સમયે, પહેલાં ને પછી... સરવૈયું કાઢેલું ને સરવૈયા પ્રમાણે માયા ચલાવે છે. પછી અત્યારે બૂમાબૂમ કરીએ તે ચાલે નહીં. આપણે જ માયાને કહેલું કે આ મારું સરવૈયું છે. જિંદગી એક જેલ ! પ્રશ્નકર્તા : આપના હિસાબે જિંદગી શું છે ? દાદાશ્રી : મારા હિસાબે જિંદગી એ જેલ છે, જેલ ! તે ચાર પ્રકારની જેલો છે. એક નજરકેદ છે. દેવલોકો નજરકેદમાં છે. આ મનુષ્યો સાદી કેદમાં છે. જાનવરો સખ્ત મજૂરીની કેદમાં છે ને નર્કના જીવો જનમટીપની કેદમાં છે. જભ્યો ત્યારથી ફરે કરવતી ! આ શરીર પણ ક્ષણે ક્ષણે મરી રહ્યું છે, પણ લોકોને કંઈ કશી ખબર છે ? પણ આપણા લોકો તો લાકડાના બે ટુકડા થઈ જાય ને નીચે પડી જાય, ત્યારે કહેશે, ‘કપાઈ ગયું'. અલ્યા, આ કપાતું જ હતું, આ કરવતી ફરતી જ હતી. મૃત્યુનો ભય ! આ નિરંતર ભયવાળું જગત છે. એક ક્ષણવાર નિર્ભયતાવાળું આ જગત જ નથી અને જેટલી નિર્ભયતા લાગે છે, એટલી એની મૂછમાં છે જીવો. ઉઘાડી આંખે ઊંધે છે તેથી આ બધું ચાલી રહ્યું છે. પ્રશ્નકર્તા એવું કહેવામાં આવે છે કે આત્મા મરતો નથી, એ તો જીવે જ છે. દાદાશ્રી : આત્મા મરતો જ નથી, પણ જ્યાં સુધી તમે આત્મસ્વરૂપ થયા નથી, ત્યાં સુધી તમને ભો લાગ્યા કરેને ? મરવાનો ભો લાગેને ? એ તો હમણે દેહને કશુંક દર્દ થાય તો છૂટી જઈશ, મરી જઈશ’ એવો ભય લાગે. દેહની દ્રષ્ટિ ના હોય તો પોતે મરી જાય નહીં. આ તો હું જ છું આ, આ જ હું છું” એવું તમને હંડ્રેડ પરસન્ટ છે. તમને આ ચંદુલાલ તે હું જ, એવું હંડ્રેડ પરસન્ટ ખાતરી છે ને ?! યમરાજ કે લિયમરાજ ! આ હિન્દુસ્તાનનાં બધાં વહેમ મારે કાઢી નાખવા છે. આખો દેશ બિચારો વહેમમાં જ ખલાસ થઈ ગયો છે. એટલે યમરાજ નામનું જીવડું નથી એમ ગેરન્ટીથી કહું છું. ત્યારે કોઈ લોકો પૂછે છે કે ‘પણ શું હશે ? કંઈક તો હશેને ?” ત્યારે મેં કહ્યું, ‘નિયમરાજ છે’. એટલે આ હું જોઈને કહું છું. હું કશું વાંચેલું બોલતો નથી. આ મારા દર્શનથી જોઈને, આ આંખથી નહીં, મારું જે દર્શન છે એનાથી હું જોઈને આ બધું બોલું છું. મૃત્યુ પછી શું ? પ્રશ્નકર્તા : મરણ પછી શી ગતિ આવશે ? દાદાશ્રી : આખી જિંદગી જે કાર્ય કર્યા હોય તે, આખી જિંદગી જે ધંધા માંડ્યા હોય-કર્યા હોય અહીં આગળ, તેનું સરવૈયું મરતી વખતે આવે. મરતી વખતે એક કલાક અગાઉ સરવૈયું આવે. અહીં આગળ જે અણહક્કનું બધું પડાવી લીધું હોય, પૈસા પડાવી લે, સ્ત્રીઓ પડાવી લે. બધું અણહક્કનું લઈ લે, બુદ્ધિથી, ગમે તેનાથી પડાવી લે. એ બધાની પછી જાનવરની ગતિ આવે અને જો સજ્જનતા રાખી હોય આખી જિંદગી તો મનુષ્યગતિ આવે. ચાર જ પ્રકારની ગતિઓ, તે મરણ પછી આવ્યા કરે. જે આખા ગામનો માલ બાળી મેલે છે, પોતાના સ્વાર્થને માટે, એવાં હોય છેને અહીં ? તેને પછી નર્કગતિ આવે. અપકાર ઉપરેય ઉપકાર કરે એવા સુપર હ્યુમન હોય, તે પછી દેવગતિમાં જાય. યોગ ઉપયોગ પરોપકારાય ! મન-વચન-કાયા અને આત્માનો ઉપયોગ લોકોને માટે કર. તારેPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29