Book Title: Mrutyu Samaya Pahela Ane Pachi Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 6
________________ મૃત્યુ સમયે, પહેલાં ને પછી... દાદા ભગવાન કથિત મૃત્યુ સમયે, પહેલાં તે પછી... મુક્તિ, જન્મ-મરણથી ! પ્રશ્નકર્તા : જન્મ-મરણની ઝંઝટમાંથી છૂટવું કેવી રીતે ? દાદાશ્રી : બહુ સારું પૂછ્યું. શું નામ છે તમારું ? પ્રશ્નકર્તા : ચંદુભાઈ. દાદાશ્રી : ખરેખર ચંદુભાઈ છો ? અત્યારે તો મૂળ એ ચંદુભાઈના નામ ઉપર જ આ બધું ચાલ્યા કર્યું છે ને ? બધુંય ચંદુભાઈના નામ ઉપર ?! અરે, દગો થશે આ તો ! તમારા પર થોડુંક રાખવું'તું ને ? નનામી એટલે કુદરતની જપ્તી ! કેવી જપ્તી ? ત્યારે કહે, નામ પર હોય તે બેંક બેલેન્સેય જપ્તીમાં ગયું, છોકરાં જપ્તીમાં ગયા, બંગલા જપ્તીમાં ગયા. આ લૂગડાં પછી રહ્યાં હોય ને નામ પરનાં, તેય જપ્તીમાં ગયું ! બધું જ જપ્તીમાં ગયું. ત્યારે કહે, “સાહેબ, હવે મારે ત્યાં જોડે શું લઈ જવાનું ?” ત્યારે કહે, ‘લોકો જોડે ગૂંચો પાડી હતી, એટલી લઈ જાવ.” એટલે આ નામ પરનું બધું જપ્તીમાં જવાનું. એટલે આપણે પોતાના હારુ (માટે) કશું કરવું જોઈએને ? ના કરવું જોઈએ ? પાઠવ, પરભવતાં પોટલાં ! આપણા સગાવહાલા ના હોય એવાં પારકાં લોકોને કંઈ સુખ આપ્યું હોય ધક્કો ખાઈને, બીજું કંઈ પણ આપ્યું તો એ ‘ત્યાં’ પહોંચ્યું. સગાવહાલા નહીં પણ બીજાં બહારનાં લોકોને પછી અહીં લોકોને દવાનું દાન આપ્યું હોય ઔષધદાન, બીજું આહારદાન આપ્યું હોય, પછી જ્ઞાનદાન આપ્યું હોય અને અભયદાન એ બધું આપ્યું હોય તો એ ત્યાં બધું આવે. આમાંનું કશું આપો છો કે એવું જ બધું ? ખાઈ જાવ છો ? જો જોડે લઈ જવાતું હોય તો આ એવો છે કે ત્રણ લાખનું દેવું કરીને જાય ! ધન્ય છે !! આ જગત જ આવું છે એટલે નથી લઈ જવાતું એ જ સારું છે. માયાની કરામત ! જન્મ માયા કરાવે છે, લગ્ન માયા કરાવે છે ને મરણ પણ માયા કરાવે છે. ગમતું હોય કે ના ગમતું હોય, પણ છૂટકો નથી. પણ એટલી શર્ત હોય છે કે માયાનું સામ્રાજય નથી. માલિક તમે છો. એટલે તમારી ઇચ્છા પ્રમાણે ગાયા કરેલું છે. ગયા અવતારે તમારી જે ઇચ્છા હતી, તેનું પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : ચંદુભાઈ તો તમારું નામ નહીં ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તો તમે કોણ ? તમારું નામ ચંદુભાઈ છે એ તો અમને બધાને કબૂલ છે, પણ તમે કોણ ? પ્રશ્નકર્તા : એટલા માટે તો આવ્યો છું. દાદાશ્રી : એ જાણે એટલે આ જન્મ-મરણની ઝંઝટ છૂટે.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29