Book Title: Mokshmargna Pagathiya
Author(s): Shrimad Rajchandra, T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ મોક્ષની સીડી આ પદના રચયિતા શ્રીમદ્ રાજચંદ્ર છે. જ્યારથી એ પદ સાંભળ્યું છે ત્યારથી એ પદ પ્રત્યે કોઈ અજબ આકર્ષણ ચાલુ રહ્યું છે. ગાતી વેળાએ જરા અદ્રિતા અને શાંતરસનું હૃદયસંવેદન અનેકવાર થયું છે. એમાં જેમ જેમ ઊંડા ઊતરાય છે, તેમ સુષુપ્ત આત્માને ઢંઢોળીને કોઈ નવા જગતમાં ઊંચે ને ઊંચે દોરી જતું હોય, એવો ભાસ મને ઘણીવાર થયા કર્યો છે. મૂળે આ પદ જૈન આગમોના સુપ્રસિદ્ધ ચૌદ જીવસ્થાનકો-મોક્ષસીડીનાં ક્રમિક પગથિયાંઓના ખ્યાલ પર રચાયું છે. એમાં જે લક્ષણો અને દશા બતાવાઈ છે, તે અક્ષરશઃ જૈન આગમો પરથી લેવાઈ છે. પણ એ વર્ગીકરણ અને ગોઠવણ એવાં તો ઉત્તમ અને સફળ થયાં છે કે આગ્રાનો તાજમહેલ જેમ શિલ્પ દુનિયાનો અદ્ભુત કળાનમૂનો છે, તેમ આ ગીતા જેવા સર્વમાન્ય ગ્રંથની હરોળમાં આવે એવો આધ્યાત્મિક જગતના આલશાન મંદિરનો સુંદર કળાનમૂનો છે, એમ મને લાગ્યું છે. ગીતાની આસપાસ જેમ આખું આધ્યાત્મિક જગત છે, તેમ આની આસપાસ એ આધ્યાત્મિક જગતમાંથી કાઢી આપેલો કેવળ મલીદો છે. એ પચાવવા માટે અમુક ભૂમિકા જોઈએ, પણ એ જેને પચે એનો બેડો પાર ! ભારતના વિશ્વવિખ્યાત ત્રણ ધર્મોએ – વૈદિક, જૈન, બૌદ્ધ - આર્યસંસ્કૃતિના ઊગમથી માંડીને આજપર્યત જુદી રીતે સાધનાત્મક અને દાર્શનિક બંને દષ્ટિએ મોક્ષમાર્ગે જવાનાં પગથિયાં પોતપોતાની કક્ષા પ્રમાણે ટૂંકાણમાં કે વિસ્તારથી બતાવ્યાં છે. સંતબાલ તા. ૧પ-૮-૩૯. (‘સિદ્ધિનાં સોપાનની પ્રસ્તાવનામાંથી) Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34