Book Title: Mokshmargna Pagathiya
Author(s): Shrimad Rajchandra, T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ ત્યારે “અનિવૃત્તિ બાદર” નામના નવમાં ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે. (૧૦) નવમા ગુણસ્થાનમાં પ્રગતિ કરતાં નિર્મોહીપણાના જે ગુણોનો વિકાસ થાય છે તેને “સૂક્ષ્મ સંપરાય”નું દશમું ગણસ્થાન કહે છે. (૧૧) ઉપરોક્ત નવમા અને દશમા ગુણસ્થાનોમાં થએલ પ્રગતિ ઉપશાંત શ્રેણીની હોય તો તે “ઉપશાંત મોહનીય” નામના અગ્યારમા ગુણસ્થાનકમાં પ્રવેશે છે. જે મોહનીય કર્મો ઉપશાંત શ્રેણીથી નબળા પડયાં હોય તેનો સંપૂર્ણ નાશ થવો સંભવિત નથી, તેથી આવા કર્મો જોર કરી પતનની દિશામાં આત્માને ઉપર જણાવ્યું તે મુજબ લઈ જાય છે. (૧૨) પરંતુ જે આત્મા ક્ષપક શ્રેણી મુજબ મોહનીય કર્મોનો નાશ કરવા પ્રયત્ન કરે છે તેના મોહનીય કર્મોનો કાળાન્તરે સંપૂર્ણ નાશ પામે છે ત્યારે તે આત્મા “ક્ષણમોહ” નામના બારમા ગુણસ્થાનકમાં આવે છે. (૧૩) મોહનીય કર્મોનો સંપૂર્ણ નાશ થાય ત્યારે દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય અને અંતરાયવરણીય તમામ ઘાતક કર્મોનો પણ નાશ થાય છે અને આત્મા કૈવલ્યને પ્રાપ્ત કરે છે. પરંતુ તેનો શરીર સાથેનો યોગ ચાલુ રહે છે તેથી તે “યોગી કેવળી” નામના તેરમા ગુણસ્થાનકમાં આવે છે. (૧૪) ઘાતી કર્મોનો નાશ થયા બાદ જ્યારે જીવે ધારણ કરેલ શરીર પડે છે ત્યારે બાકીનાં અઘાતી કર્મોનો પણ અંત આવે છે અને અશરીરી આત્મા (જીવ) સિદ્ધ સ્થિતિને પ્રાપ્ત કરે છે, જે સ્થિતિને “અયોગી કેવળી” કહે છે. આ રીતે પ્રાથમિક મિથ્યાત્વની સ્થિતિમાંથી ક્રમે ક્રમે જીવ પ્રગતિ કરી છેલ્લી સિદ્ધ સ્થિતિને સ્વપ્રયત્ન અને પુરુષાર્થથી પ્રાપ્ત કરે છે. આ સિદ્ધસ્થિતિમાં આત્મા-પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત કરે છે જેને અનંત સુખ, અનંત દર્શન અને અનંત જ્ઞાન હોય છે પરંતુ તેનું ખરું વર્ણન વાણીથી થઈ શકતું નથી કારણ કે તે સંપૂર્ણ રીતે ફક્ત અનુભવગોચર જ છે. ચં. ઉ. મહેતા ૧૧ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34