Book Title: Mokshmargna Pagathiya
Author(s): Shrimad Rajchandra, T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
View full book text
________________
અપૂર્વ અવસર
અનેક જાતની સાંસારિક સુખ-સગવડ હોવા છતાં જીવ શાંતિ પામતો નથી તે ઉપરથી સમજાય છે કે બાહ્ય સાધનો નિરંતર સુખ આપી શકતાં નથી. શાશ્વત સુખના ખોજી આત્મસાધકોએ તેથી નિર્ણય કર્યો છે કે સાચું સુખ તો માણસના અંતરમાં જ વસે છે. અમુક પ્રકારનો આધ્યાત્મિક અધિકાર મેળવવા જીવ સાચું અને શાશ્વત સુખ મેળવી શકે છે. આવો અધિકાર મેળવવા જીવે કેવા પ્રકારનો આધ્યાત્મિક વિકાસ સાધવો જોઈએ તે વિશેનો આદર્શ શ્રીમદ્ ૨૧ ગાથાના “અપૂર્વ અવસર” નામના આ કાવ્યમાં આપ્યો છે. કાવ્યરચના વખતે તેઓશ્રીની ઉંમર ૨૯ વર્ષની હતી અને આ અર્થગંભીર તેમજ સુવાચ્ય કાર્ય તેઓશ્રીએ એક જ બેઠકે રચ્યું તે તેઓશ્રીની અમોઘ શક્તિનો ખ્યાલ આપે છે.
જૈન ધર્મમાં જીવન નીચામાં નીચી ભૂમિકા મિથ્યાત્વથી શરૂ કરી ઊંચામાં ઊંચી ભૂમિકા સિદ્ધપદ સુધીની દશાના જીવની યોગ્યતા પ્રમાણે ૧૪ વિભાગ પાડેલા છે. તે પ્રત્યેકને ‘ગુણસ્થાન' કહેવામાં આવે છે. ‘ગુણ’ એટલે આત્માની જ્ઞાન, દર્શન, વીર્ય આદિ શક્તિઓ અને ‘સ્થાન’ એટલે તે શક્તિઓની તરતમ ભાવવાળી અવસ્થા. આત્મા ૫૨ ૨હેલાં કર્મનાં પડળ જેમ જેમ દૂર થતાં જાય છે તેમ તેમ તેના ગુણનો વિકાસ થતો જાય છે. આત્માનો મૂળભૂત સ્વભાવ ઊર્ધ્વગામી છે પરંતુ વિકાસના ક્રમમાં સળંગ ઊર્ધ્વગામી ગતિ રહી શકતી નથી. તેથી ઉપરોકત ચૌદ ગુણસ્થાનકોનું વર્ગીકરણ અમુક ચોક્કસ પરિસ્થિતિને અનુલક્ષીને જ છે તેમ ન સમજવું ! અર્થાત્ આ વર્ગીકરણ સામાન્ય સ્વરૂપે યથાર્થ છે તેમ સમજવું. આ કાવ્યમાં ચોથા ગુણસ્થાનેથી શરૂ કરી ચૌદમા ગુણસ્થાને વર્તતા જીવની સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે.
ચોથા ગુણસ્થાનકને ‘અવિરતિ સમ્યક્ દૃષ્ટિ' કહે છે. અહીં આત્મા પહેલવહેલો આધ્યાત્મિક શાંતિ અનુભવે છે. તેને સત્યદર્શન-સમ્યક્દર્શન પ્રાપ્ત થાય છે. પરંતુ ચારિત્ર-શક્તિને રોકનાર સંસ્કારોનો વેગ રહે છે. વિરતિ એટલે ત્યાગવૃત્તિ, બંધનજન્ય કર્મોમાંથી વિરમવું તે સમ્યક્ દૃષ્ટિનો અનુભવ અગર ઝાંખી થયેલ હોવા છતાં કર્મજન્ય ક્રિયામાંથી વિરતિ થતી નથી.
જાનામી ધર્મમ્ ન ચ મે પ્રવૃત્તિ,
જાનામી અધર્મમુ ન ચ મે નિવૃત્તિ’
ધર્મ શું છે તે હું જાણું છું છતાં તેમાં પ્રવૃત્ત થઈ શકતો નથી અને અધર્મ શું છે તે પણ જાણું છું છતાં તેમાંથી નિવૃત્ત થઈ શકતો નથી, તેવી સ્થિતિ હોય છે. આવી
Jain Education International 2010_04
૧૨
For Private & Personal Use Only
www.jainelibrary.org