Book Title: Mokshmargna Pagathiya
Author(s): Shrimad Rajchandra, T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ હવે પછીની નવમી ગાથામાં દ્રવ્યચારિત્રનો નિર્દેશ કરે છે અને કહે છે: નગ્નભાવ, મુંડભાવ સહ અસ્નાનતા, અદંત ધાવન આદિ પરમ પ્રસિદ્ધ જો, કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહિ, દ્રવ્ય ભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો. ૯ અર્થાત દિગંબરત્વ, કેશલોચન, સ્નાન કરવું, દાંત સાફ ન કરવા, કેશ, રોમ, નખ કે શરીર પર શુંગાર ન કરવો – આવા દ્રવ્ય તથા ભાવરૂપ સંયમથી નિગ્રંથપણું પ્રાપ્ત કરવાનો અપૂર્વ અવસર કયારે આવશે? અહીં જૈન મુનિના દ્રવ્યાચારોનું વર્ણન છે, પરંતુ ગાથાની છેલ્લી લીટી દ્રવ્યાચારની સાથોસાથ ભાવાચાર ઉપર પણ તેટલું જ જોર મૂકે છે. વસ્તુતઃ આત્મસ્થિરતામાં રહેવા મથતા સાધકને દેહ-ભાન છૂટી જાય છે અને અહમભાવનો નાશ થાય છે. દેહદષ્ટિ છૂટી ગયા બાદ દેહનું રક્ષણ કે તેના શણગારની પ્રવૃત્તિ આપોઆપ મટી જાય છે. પૂ. સંતબાલજી જણાવે છે તેમ ‘દ્રવ્ય અને ભાવ વ્યવહાર અને નિશ્ચય એ એક જ સિક્કાની બે બાજુઓ છે. એક જ ફુવારાની બે ધારાઓ છે.” એ વાત સાચી છે અને સમજવા જેવી છે કે આત્માની નિર્મળતા જેમ જેમ વધતી જાય તેમ તેમ દેહના પરમાણુઓ બદલાતા જાય અને દેહની અશુદ્ધિ ઘટતી જાય. ઉપર મુજબનું દ્રવ્ય તથા ભાવ ચારિત્ર ધરાવનાર સાધકની સ્થિતપ્રજ્ઞા કેવી હોય છે તેનું વર્ણન હવે આવે છે: શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમંદર્શિતા, માનામાને વર્તે તે જ સ્વભાવ જો, જીવિત કે મરણે નહિ જૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સ્વભાવ જો. ૧૦ અર્થાત્, શત્રુ અને મિત્ર બંને પ્રત્યે સમભાવ હોય, પોતાને મળતા માન કે અપમાન પ્રત્યે પણ તેવી જ સમભાવના રહે, જીવન અને મરણ બાબત પણ ન્યૂન કે અધિક ભાવ ન રહેતાં સમભાવ રહે અને તેવો જ સમભાવ ભવ પ્રત્યે તેમજ મોક્ષ પ્રત્યે પણ રહે તેવો અપૂર્વ અવસર કયારે આવશે? આ ગાથાની પ્રથમ ત્રણ પંક્તિઓ તો ગીતાના સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોની પુનરુક્તિ છે. ગીતાનો સ્થિતપ્રજ્ઞ “વીતરાગ ભયક્રોધ છે - આવા સ્થિતપ્રજ્ઞ સાધકને જ શત્રુ, મિત્ર, માન, અપમાન, જીવન, મરણ વગેરે પ્રત્યે સમભાવ રહે. પરંતુ ૨૧ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34