Book Title: Mokshmargna Pagathiya
Author(s): Shrimad Rajchandra, T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ ગાથાની ચોથી પંક્તિમાં તો શ્રીમદ્ એક ડગલું આગળ વધીને કહે છે કે શુદ્ધ નિગ્રંથપણામાં તો પુનર્ભવ તેમજ મોક્ષ પ્રત્યે પણ સમભાવ વર્તે. દરેક ભારતીય સાધના પદ્ધતિનું અંતિમ લક્ષ મોક્ષ છે. એટલે કે દરેક પ્રકારના કર્મબંધનના પરિણામરૂપ પુનર્ભવને ટાળવાનું ધ્યેય છે. છતાં અહીં શ્રીમદ્ સ્થિતપ્રજ્ઞતાને ચરમસીમાએ લઈ જઈને કહે છે કે નિગ્રંથ સાધકની દૃષ્ટિ એટલી બધી આકાંક્ષારહિત બની જાય છે કે મોક્ષના પરમ શિખરે બેસવાનો મોહ પણ જતો રહે છે. વસ્તુતઃ મોહ માત્ર, આકાંક્ષા માત્ર, અપેક્ષા માત્ર, કર્મબંધનની સર્જક છે તેથી મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે અને તે માટે સાધના કરવી છે તેવો ભાવ સેવવો તે જ મોક્ષ-ગ્રંથિનું સૂચક હોઈ નિગ્રંથને તેવો ભાવ રહી શકે જ નહીં. “ઘાતી કર્મનો નાશ કરવામાં જ સતત પ્રવૃત્તિશીલ રહેતા મુનિને ભવ કે મોક્ષ પ્રતિ લક્ષ ન રહેતાં સમભાવ જ રહે છે. ભવ કે મોક્ષની પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં સૂક્ષ્મ રાગ તથા ટ્રેષ રહેલા છે અને રાગદ્વેષ ઉપર તો સંપૂર્ણ વિજય મેળવવા મુનિ ઇચ્છે છે.” આ રીતે શ્રીમનો શુદ્ધ નિગ્રંથ, ગીતાના સ્થિતપ્રજ્ઞ કરતાં પણ એક ડગલું આગળ ભરે છે. આવા નિગ્રંથને ફક્ત શુદ્ધ આત્મભાવ હોવાથી દેહાધ્યાસ કે દેહભાન તો રહે જ નહીં તે દેખીતું જ છે; તેથી સાધનાકાળ દરમ્યાન તેનું વર્તન કેવું રહે તે શ્રીમદ્ નીચેની બે ગાથાઓમાં દર્શાવેલું છે. એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો, અડોલ આસન ને મનમાં નહિ ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. ૧૧ ઘોર તપશ્ચર્યામાં (પણ) મનને તાપ નહિ, સરસ અને નહિ મનને પ્રસન્નભાવ જો, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યાં પુગલ એક સ્વભાવ જો. ૧૨ અર્થાત, આવી નિગ્રંથ સાધકની દશામાં સ્મશાનમાં કે પર્વતમાં એકલા વિચરતી વખતે હિંસક પ્રાણીઓ કે વ્યતરાદિનો સંયોગ થાય ત્યારે પણ આસનસ્થ સમાધિમાં ડોલાયમાન ન થવાય તેમજ મનમાં પણ કોઈપણ પ્રકારનો ક્ષોભ ઉત્પન્ન ન થાય અને જાણે કે કોઈ પરમ મિત્રનો યોગ થયો હોય તેવો પ્રસન્ન ભાવ રહે તેવો અપૂર્વ અવસર ક્યારે આવશે? સખત તપશ્ચર્યા કરવા છતાં મનના ભાવ પ્રસન્ન રહે, સ્વાદિષ્ટ અન્ન ૨૨ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34