Book Title: Mokshmargna Pagathiya
Author(s): Shrimad Rajchandra, T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/004592/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગનાં પગથિયાં (શ્રીમદ્ રાજચંદ્રના અપૂર્વ અવસરનું વિવેચન) પ્રકાશક ઉમેદચંદભાઈ એન્ડ કસુંબાબેન ચેરીટેબલ ટ્રસ્ટ સિધ્ધાર્થ” ૩, દાદા રોકડનાથ સોસાયટી, નારાયણનગર, પાલડી, અમદાવાદ-૩૮૦OO૭ 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગનાં પગથિયાં (શ્રીમદ્ રાજચંદ્રના અપૂર્વ અવસરનું વિવેચન) : પદ્યકર્તા : શ્રીમદ્ રાજચંદ્ર 2010_04 વિવેચક ચં. ઉ. મહેતા પ્રકાશક ઉમેદચંદભાઈ એન્ડ કસુંબાબેન ચેરીટેબલ ટ્રસ્ટ “સિધ્ધાર્થ” ૩, દાદા રોકડનાથ સોસાયટી, નારાયણનગર, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ ફોન : (૦૭૯) ૨૬૬૦૮૮૧૬ મોબાઈલ : ૯૮૭૯૦૨૬૩૫૪ ૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક ઉમેદચંદભાઈ એન્ડ કસુંબાબેન ચેરીટેબલ ટ્રસ્ટ “સિધ્ધાર્થ” ૩, દાદા રોકડનાથ સોસાયટી, નારાયણનગર, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ ફોન : (૦૭૯) ૨૬૬૦૮૮૧૬ મોબાઈલ : ૯૮૭૯૦૨૬૩૫૪ આવૃત્તિ : પ્રથમ - ગુરૂપૂર્ણિમા-૧૯૪૯ બીજી – મે-૨૦૦૪ નકલ ૧૦૦૦ કિંમત ૩૦-૦૦ મુદ્રક અરિહંત પ્રિન્ટર્સ કે-૬ વિભાગ-૧, શાયોના સિટી, ઘાટલોડીયા, અમદાવાદ-૩૮૦૦૬૧. મોબાઈલ : ૯૮૨૫૦૨૩૨૩૯ પ્રાપ્તિ સ્થાન : ૧. ચં. ઉ. મહેતા “સિધ્ધાર્થ” ૩, દાદા રોકડનાથ સોસાયટી, નારાયણનગર, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ ફોન : (૦૭૯) ૨૬૬૦૮૮૧૬ મોબાઈલ: ૯૮૭૯૦૨૬૩૫૪ ૨. મીનાક્ષીબેન કે. જૈન ૧૦/એ, ટોલકનગર, મહાલક્ષ્મી ચાર રસ્તા, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. ફોન : (૦૭૯) ૨૬૬૩૧૩૦૧ 2010_04 Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિનું પ્રકાશકીય નિવેદન સમતોલ વિવેચન સને ૧૯૪૬માં ગુંદી ગામ (ત્યારે ગુંદી આશ્રમ નહોતો) પાસે આવેલ અરણેજમાં - વિશ્વ વાત્સલ્ય ચિંતકવર્ગમાં ધર્મદષ્ટિએ સમાજરચનાના વિષય પર મુનિશ્રી સંતબાલજીનાં સત્તર પ્રવચન સાંભળ્યાં. એમાં પ્રથમ પ્રવચન હતું : ‘પૂર્વગ્રહોનો પરિહાર...” - સત્યની પ્રાપ્તિમાં મોટામાં મોટું આવરણ આપણા મનમાં પડેલ પૂર્વગ્રહ, ગ્રંથિઓ છે. આ ગ્રંથિ કેમ છૂટે એ મુનિશ્રીએ સાદી-સરળ ભાષામાં દાખલા આપીને સમજાવ્યું હતું. ત્યાર પછી વર્ષો બાદ મુનિશ્રીએ સિદ્ધિનાં સોપાન' - નામના પુસ્તકમાં શ્રીમદ્ રચેલ કાવ્ય “અપૂર્વ અવસર' ઉપર વિવેચન કર્યું છે તે વાંચ્યું હતું. - તાજેતરમાં મહાવીરનગર, આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ચિંચણીમાં રહેવાનું થયું. ત્યાં શ્રી બળવંતરાય ખંડેરિયા પૂનાથી થોડા દિવસ રહેવા આવેલા. તેમણે તેમના મામા શ્રી યંબકલાલ ઉમેદચંદ મહેતા (ટી. યુ. મહેતા)એ “અપૂર્વ અવસર' પર વિવેચન કરેલ હાથનું લખાણ વાંચવા આપ્યું. એક જ બેઠકે વાંચી ગયો. શ્રી મહેતા વડી અદાલતના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ, વિદ્વાન અને વિચારક છે. તેમનું આ વિવેચન સાદી અને સરળ રસાળ શૈલીમાં છે. કયાંય વિદ્વત્તાની છાંટ સરખી પડવા દીધી નથી. કાવ્યના મર્મને એમાંના સત્યને પ્રગટ કરવામાં ન્યાયની દાંડી સમતોલ રાખી છે એમ લાગ્યું. વિવેચન ગમ્યું. મનમાં થયું કે આ લખાણ પુસ્તિકારૂપે પ્રગટ થઈ શકે એમ છે. પ્રભાવનામાં રોકડ રકમ, મીઠાઈ વગેરે વહેંચવાનો રિવાજ છે. આ પુસ્તિકા પણ આપી શકાય. એ જીવન પ્રભાવક બને એવી છે. શ્રી ટી. યુ. મહેતાએ પ્રગટ કરવાની પ્રસન્નતાથી સંમતિ આપી. આ સંસ્થા તરફથી મુનિશ્રીનું કરેલ વિવેચન - સિદ્ધિનાં સોપાન બેત્રણ આવૃત્તિમાં પ્રગટ થઈ ચૂક્યું છે. તેમાંથી મુનિશ્રી તેમજ વિમલાતાઈનાં લખાણો ઉતાર્યા છે. મુમુક્ષુ અને જિજ્ઞાસુ વાચકોને પુસ્તિકાના સરળ વિવેચનમાંથી મળતું પાથેય, મોક્ષમાર્ગની સીડીનાં પગથિયાં ચડવામાં માર્ગદર્શક ભોમિયો બની રહેશે એવી આશા અને અભ્યર્થના ! ગુરુપૂર્ણિમા, ૧૯૪૯ અંબુભાઈ શાહ સર્વોદય આશ્રમ, ગુંદી 2010_04 Page #5 -------------------------------------------------------------------------- ________________ મોક્ષની સીડી આ પદના રચયિતા શ્રીમદ્ રાજચંદ્ર છે. જ્યારથી એ પદ સાંભળ્યું છે ત્યારથી એ પદ પ્રત્યે કોઈ અજબ આકર્ષણ ચાલુ રહ્યું છે. ગાતી વેળાએ જરા અદ્રિતા અને શાંતરસનું હૃદયસંવેદન અનેકવાર થયું છે. એમાં જેમ જેમ ઊંડા ઊતરાય છે, તેમ સુષુપ્ત આત્માને ઢંઢોળીને કોઈ નવા જગતમાં ઊંચે ને ઊંચે દોરી જતું હોય, એવો ભાસ મને ઘણીવાર થયા કર્યો છે. મૂળે આ પદ જૈન આગમોના સુપ્રસિદ્ધ ચૌદ જીવસ્થાનકો-મોક્ષસીડીનાં ક્રમિક પગથિયાંઓના ખ્યાલ પર રચાયું છે. એમાં જે લક્ષણો અને દશા બતાવાઈ છે, તે અક્ષરશઃ જૈન આગમો પરથી લેવાઈ છે. પણ એ વર્ગીકરણ અને ગોઠવણ એવાં તો ઉત્તમ અને સફળ થયાં છે કે આગ્રાનો તાજમહેલ જેમ શિલ્પ દુનિયાનો અદ્ભુત કળાનમૂનો છે, તેમ આ ગીતા જેવા સર્વમાન્ય ગ્રંથની હરોળમાં આવે એવો આધ્યાત્મિક જગતના આલશાન મંદિરનો સુંદર કળાનમૂનો છે, એમ મને લાગ્યું છે. ગીતાની આસપાસ જેમ આખું આધ્યાત્મિક જગત છે, તેમ આની આસપાસ એ આધ્યાત્મિક જગતમાંથી કાઢી આપેલો કેવળ મલીદો છે. એ પચાવવા માટે અમુક ભૂમિકા જોઈએ, પણ એ જેને પચે એનો બેડો પાર ! ભારતના વિશ્વવિખ્યાત ત્રણ ધર્મોએ – વૈદિક, જૈન, બૌદ્ધ - આર્યસંસ્કૃતિના ઊગમથી માંડીને આજપર્યત જુદી રીતે સાધનાત્મક અને દાર્શનિક બંને દષ્ટિએ મોક્ષમાર્ગે જવાનાં પગથિયાં પોતપોતાની કક્ષા પ્રમાણે ટૂંકાણમાં કે વિસ્તારથી બતાવ્યાં છે. સંતબાલ તા. ૧પ-૮-૩૯. (‘સિદ્ધિનાં સોપાનની પ્રસ્તાવનામાંથી) 2010_04 Page #6 -------------------------------------------------------------------------- ________________ નમ્રતાની પરાકાષ્ઠા અનુભવગમ્ય વિષયોને શબ્દગમ્ય બનાવવા એ તો શ્રીમદ્ રાજચંદ્રની સહજ લીલા હતી. સૂક્ષ્માતિસૂક્ષ્મ વિષયને સુલલિત, પ્રાસાદિક અને છતાંયે વૈજ્ઞાનિક સુરેખ ભાષામાં વ્યક્ત કરવો તેમને માટે સહજ હતું. આત્માર્થીની સ્વરૂપ-સાક્ષાત્કાર માટેની તાલાવેલી, પોતાની મર્યાદાઓનું સ્પષ્ટ ભાન, પ્રભુકૃપામાં અવર્ણનીય શ્રદ્ધા અને ખમી૨વંતા પુરુષાર્થ માટેની તત્પરતા, એનાં કેવાં સુભગ દર્શન - ‘અપૂર્વ અવસર’માં થાય છે ! વીતરાગ દશાની ઉપલબ્ધિ માટે કાયા વાચા મનસા શુદ્ધીકરણની જે સાધના કરવી અનિવાર્ય છે તેનો કેવો છટાદાર નિર્દેશ આ કાવ્યમાં જોવા મળે છે ! ભગવાન પોતે પણ જે પદને વાણીનો વિષય બનાવી શકયા નથી, તેને અન્ય કોઈપણ કેવી રીતે વર્ણવી શકશે એમ કહેતાં કહેતાં નિજપદની જે મધુર લક્ષણા શ્રી રાજચંદ્રે કરેલી છે તે ખરેખર નિગૂઢ લાવણ્યમયી પ્રતીત થાય છે. ‘ગજા વગરના હાલ મનોરથ રૂપ જો' કહીને નમ્રતાની જેમ પરાકાષ્ઠા કરી છે તેમજ ‘પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો !' કહીને પ્રભુ સમર્પિત શરણાગતિની પણ પરાકાષ્ઠા કરી છે. 2010_04 ૫ વિમલા ઠકાર Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ભી વાત ઝીલી ગાંધીજીએ ગાંધીજીને માનનારાં સૌ શ્રીમદ્ રજૂ કરે છે તે વાત સમજવા પ્રયત્ન કરે અને શ્રીમદ્દનાં ચાહકો ગાંધીજીની વાત સમજી આચરવા લાગી જાય તો ગુજરાત અને ભારત જ નહીં, બલકે જગત સમસ્તને પોતાના સર્વાગીણ જીવનમાં નવું પોત દાખલ થઈ જાય. આજે આ વાતની ખૂબ જ અનિવાર્યપણે જરૂર છે. નહીં તો આત્મસિદ્ધિશાસ્ત્રમાં શ્રીમદ્જી જે ટીકા કરે છે તે જ દશા શ્રીમ ચાહકોની તેઓ હવે શુષ્કજ્ઞાની અને બહુ બહુ તો વેવલી ભક્તિવાળા થયા છે. એમ કહી શકાશે. એટલે કે ભલે તેઓ એમ માને કે હું જ્ઞાની છું', ‘ક્રિયાપાત્ર છું – પરંતુ એ માન્યતા તેમના માટે માત્ર માન્યતા જ રહેશે. અમલી નહીં બની શકે. શ્રીમદ્રની સત્યધર્મના જગપ્રચારની વાત એક માત્ર મહાત્મા ગાંધીજીએ ઝીલી છે અને પ્રચારી છે. એટલે ભગવાન મહાવીર શાસનના જૈન ધર્મ સહિત શ્રીમદ્જીને યથાર્થ સમજી આચરણમાં લાવવા “ગાંધીવિચાર' અક્ષરશઃ અપનાવ્યા વિના છૂટકો નથી, એવું સમજી લીધા વગરના રહેશે તે મંડળો માત્ર શ્રીમના થયા અને થશે તે વાડાઓમાં જ પરિણમવાનાં. ચિંચણી : ૧-૨-૮૨ સંતબાલ ઝળહળતો વૈરાગ્ય મારા જીવનમાં શ્રીમદ્ રાજચંદ્રની છાપ મુખ્યપણે છે. તેમનાં લખાણોમાં સત નીતરી રહ્યું છે, એવો મને હંમેશ ભાસ આવ્યો છે. જે વૈરાગ્ય - “અપૂર્વ અવસર એવો કયારે આવશે?” એ કાવ્યની કડીઓમાં ઝળહળી રહ્યો છે, તે મેં તેમના બે વર્ષના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં જોયેલો. તેમનાં લખાણોની એક અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ્યું છે, તે જ લખ્યું છે. આ ઉપરાંત એમના જીવનમાંની બે મોટી વાતો તે સત્ય અને અહિંસા. પોતે જે સાચું માનતા તે કહેતા અને આચરતા. - ગાંધીજી 2010_04 Page #8 -------------------------------------------------------------------------- ________________ બીજી આવૃત્તિનું પ્રકાશકીય નિવેદન આ પુસ્તિકાની પ્રથમ આવૃત્તિ ૧૯૪૯ની સાલમાં બહાર પડી, ત્યાર બાદ તેની માંગ વધતી રહી, પરંતુ નવી આવૃત્તિને અભાવે ઘણા મિત્રોએ ઝેરોક્ષ કોપીથી ચલાવી લીધું. પરંતુ હાલમાં બહેનશ્રી કમુબહેને તથા શ્રી મીનાક્ષીબહેને આ પુસ્તિકાની બીજી આવૃત્તિ છપાવવામાં સહકાર આપતાં આ આવૃત્તિ શક્ય બની છે. બીજી આવૃત્તિમાં ફક્ત એટલો જ ફેરફાર થયો છે કે તેમાં જૈનદર્શન મુજબ ચૌદ ગુણસ્થાનકોની સમજ આપવાનું લખાણ ઉમેરવામાં આવેલ છે. હરેક આત્મા પરમાત્મસ્થિતિને પ્રાપ્ત કરવા સક્ષમ છે, પરંતુ તે માટે કેવા પ્રકારના પ્રયત્નની જરૂર છે તે સમજાવતું આ કાવ્ય શ્રીમદ્જીની સર્વશ્રેષ્ઠ કૃતિઓમાંનું એક છે. તેમાં કોઈ સાંપ્રદાયિક સંકુચિતતા નથી અને તેથી જૈન તેમજ જૈનેતર સમાજને એકસરખું ઉપયોગી છે. આથી જ પૂ. ગાંધીજીએ આ કાવ્યને આશ્રમ ભજનાવલીમાં પણ સ્થાન આપેલ છે. આથી તેનો શક્ય તેટલો લાભ લેવાય તે હેતુથી આ બીજી આવૃત્તિ બહાર પાડવામાં આવેલ છે, જેનો યશ મુખ્યત્વે બહેનશ્રી કમુબહેન શાહ તથા શ્રી મીનાક્ષીબહેનને જાય છે. અમદાવાદ તા. ૨૯-૪-૨૦૦૪ ચં. ઉ. મહેતા 2010_04 Page #9 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિના સોપાનો જૈનદર્શનમાં ગુણસ્થાનોની યોજના મારફત આત્માનો ક્રમે ક્રમે વિકાસ કઈ રીતે થાય છે તે આ કાવ્યમાં મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી સુંદર રીતે સમજાવવામાં આવેલ છે. આથી આ કાવ્યનું રહસ્ય સમજવા તેની પશ્ચાત્ ભૂમિકા તરીકે ગુણસ્થાનોની રચના શું છે તે સમજવાની જરૂર છે. જૈનદર્શનના પાયામાં આત્મિક વિકાસ જ રહે છે, કારણ કે દરેક પ્રકારના જીવે (આત્માએ) છેવટની મુક્તિ મેળવવાનો પ્રયાસ પોતાના જ પ્રયત્નથી અને સ્વશક્તિથી જ કરવાનો રહે છે. “ઈશ્વર નામની કોઈ બાહ્યશક્તિ આ વિશ્વનું નિયંત્રણ કરે છે અને દરેક જીવાત્માનું ભવિષ્ય તેવી કોઈ બાહ્યશક્તિના હાથમાં જ છે” તેવા કોઈ સિદ્ધાંતનો સ્વીકાર જૈનદર્શન કરતું જ નથી. તીર્થકર જેવી બાહ્યશક્તિ માર્ગદર્શન જરૂર આપી શકે પરંતુ તે માર્ગદર્શન સ્વીકારી આત્મોન્નતિ માટે પ્રયત્ન તો દરેક જીવે પોતે જ કરવો પડે છે. આથી તેવો પ્રયત્ન કરતાં કરતાં જીવ કેવી રીતે આગળ વધે છે અને તેવી પ્રગતિના પંથે તેને શું શું અનુભવોમાંથી પસાર થવાની જરૂર રહે છે તે આ કાવ્યમાં સ્વાનુભવના આધારે શ્રીમદ્જીએ બતાવેલ છે. (૧) જીવ જ્યારે તદન પ્રાથમિક અવસ્થામાં હોય છે ત્યારે તે સંસારમાં જ રચ્યોપચ્યો જ રહે છે, તેને આત્મા તરફ કે આત્મિક ઉન્નતિ તરફ કોઈપણ રુચિ થતી જ નથી. કષાયોથી ઘેરાએલ આવો જીવ વિકાસના ક્રમમાં પ્રથમ પગથિયે જ ઊભો હોય છે તેથી તેના આ સ્થાનને “મિથ્યાત્વ” ગુણસ્થાનક કહેવાય છે. (૨) પરંતુ દરેક આત્મા (જીવ) અંતર્ગત રીતે પ્રગતિલક્ષી જ હોય છે તેથી જીવનનો જેમ જેમ અનુભવ તેને થતો જાય છે તેમ તેમ તે અનુભવમાંથી બહાર નીકળી આગળ પ્રયાણ કરે છે. આ પ્રયાણની યાત્રા સુખસંશોધનની યાત્રા છે. જ્યાં સુધી તે સુખની શોધ જીવનની ભૌતિક વસ્તુઓ મારફત કરે છે ત્યાં સુધી તો તે શોધ “મિથ્યાત્વ”ની જ રહે છે. પરંતુ એક ક્ષણ વહેલી કે મોડી એવી આવે છે કે તેને જ્ઞાન થાય છે કે ભૌતિક વસ્તુઓ મારફત જે ક્ષણિક અને અસ્થાયી સુખ મળે છે તે સંતોષકારક તો નથી જ, પરંતુ વાસનાઓની વૃદ્ધિ કરનાર હોઈ દુઃખમાં પરિણમે છે. આ ક્ષણે તે સ્થાયી સુખની શોધમાં લાગે છે અને ત્યારે તેને તત્ત્વરુચિ થાય છે. જીવનનું રહસ્ય શું છે? આપણી આસપાસ આ જે અનંત ઘટમાળ ચાલી રહી છે તેનો મર્મ શું છે? તે ઘટમાળમાં મારું શું સ્થાન છે, જીવન અહેતુક છે કે સહેતુક છે? 2010_04 Page #10 -------------------------------------------------------------------------- ________________ અહેતુક હોય તો તેની હસ્તી જ મિથ્યા છે અને સહેતુક હોય તો તે હેતુ શું છે અને તેવો કોઈ હેતુ સિદ્ધ કરવા માટે શું પ્રયત્નો કરવા જોઈએ તેવો વિચાર આ ક્ષણે દરેક જીવને આવે છે અને તેવા વિચારો આવે તે સમયે કોઈક એવી ક્ષણનો પણ અનુભવ થાય છે કે જ્યારે અવર્ણનીય પરંતુ અલ્પ એવા સુખનો આસ્વાદ પામે છે. આવો આસ્વાદ બે પ્રકારના જીવને થાય છે. એક પ્રકાર એવો છે કે જીવે ભૂતકાળમાં પ્રગતિ કરી હોય પરંતુ મોહજન્ય નબળાઈને કારણે તેનું પતન થયું હોય. બીજો પ્રકાર પ્રથમ ગુણસ્થાનકમાંથી પ્રગતિ કરવા ઇચ્છતા જીવનો અનુભવ આવે છે. આથી આવો જીવ બીજા નંબરના ગુણસ્થાને પહોંચે છે. આ ગુણસ્થાનનું નામ આથી “સાસ્વાદન” આપેલ છે. એટલે કે એવી સ્થિતિ કે જેમાં ટૂંક સમય માટે પણ સાચા સુખનું આસ્વાદન થયું હોય. (૩) એક વાર એક ક્ષણ માટે પણ સાચા સુખનું સ્વાદન જીવને થાય ત્યારે જીવ પ્રગતિની દિશા પકડે છે અને તેની મનોમંથનની ભૂમિકા ઉગ્ર બને છે. ચૈતન્ય દરેક આત્માનો અંતર્ગત ગુણ છે. જયાં ચૈતન્ય નથી, ત્યાં આત્મા નથી. આથી આ મનોમંથનની ભૂમિકામાં મિથ્યાત્વની ભૂમિકામાંથી છૂટવાના પ્રયત્નમાં જ જીવ રહે છે. આ ભૂમિકામાં સ્થળ અને સૂક્ષ્મ વચ્ચે જે કંઢ ઉત્પન્ન થાય છે તેને “મિશ્ર” ગુણસ્થાનક કહે છે. આ ત્રીજું ગુણસ્થાનક છે. (૪) વંદ્રની આ ભૂમિકા દરમ્યાન જીવને એવી સમજ ઉત્પન્ન થાય છે કે જીવનકલહનું મૂળ વાસનાજન્યકષાયો જ છે. જ્યાં સુધી જીવ, કામ, ક્રોધ, મોહ, માન અને માયાના કષાયોથી ઘેરાએલ રહે છે ત્યાં સુધી વિવિધ પ્રકારની વાસનાઓની ગુલામી જ કરવાની રહે છે, જેને પરિણામે શાશ્વત સુખની શોધ ઝાંઝવાનાં જળની માફક મિથ્યાત્વની શોધમાં જ પરિણમે છે – માટે વાસનાની વિરતિ (ત્યાગ) થાય તો જ શાંતિમય સુખની પ્રાપ્તિ થાય. આત્માને જયારે આવો અનુભવ થાય ત્યારે તે ચોથા ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે, પરંતુ આવો અનુભવ થયો હોવા છતાં પૂર્વાભ્યાસને કારણે ભૌતિક પ્રવૃત્તિઓનો વેગ વિશેષ રહે છે, જેથી જીવન પ્રત્યેની સમ્યમ્ દષ્ટિ હજુ દૂર રહે છે. આ કારણે આ ચોથા ગુણસ્થાનકને “અવિરતિ સભ્ય દૃષ્ટિ”નું નામ આપ્યું છે. (૫) આ રીતે પ્રગતિને પંથે પડેલ આત્મા જીવનના અનુભવે ઘડાતો જાય છે અને તેથી તેને સમજાય છે કે કષાયોમાંથી વિરતિ પામવામાં શાશ્વત સુખની શોધ થઈ શકે, આથી યોગ્ય પ્રયત્નોને પરિણામે થોડે ઘણે અંશે તે વિરતિને પામે છે. આ સ્થિતિને “દેશવિરતિ” કહે છે અને તે પાંચમું ગુણસ્થાનક છે. 2010_04 Page #11 -------------------------------------------------------------------------- ________________ (૬) વિકાસનો આ ક્રમ કોઈને ઝડપી તો કોઈને ધીમો પ્રાપ્ત થાય છે, પરંતુ જીવ જ્યારે આ ક્રમમાં હોય છે ત્યારે તેના જીવનમાં સંયમને મુખ્ય સ્થાન હોય છે, આથી તેની જીવનચર્યામાં કષાયોને કાબૂમાં રાખવાનો સતત પ્રયત્ન હોય છે અને સમજપૂર્વકની તપશ્ચર્યા ઉપર વધુ ધ્યાન અપાય છે. આમ છતાં ઓછે કે વધતે અંશે પ્રમાદને પણ સ્થાન હોવાથી કષાયો પણ ક્વચિત્ જોર કરી જાય છે. આવી સ્થિતિને “પ્રમત્ત સંયમ’’ એટલે પ્રમાદયુક્ત સંયમ કહે છે. આ છઠ્ઠું ગુણસ્થાનક છે. (૭) જે સ્થિતિમાં પ્રમાદરહિતનો સંયમ હોય તેને “અપ્રમત્ત સંયમ” કહે છે. આ સાતમું ગુણસ્થાનક છે. (૮) આત્માના વિકાસની આ સ્થિતિ હરેક સમયે ચોક્કસ પ્રકારની રહે તે અશકય છે. આથી પ્રમાદરહિતની શુદ્ધ સંયમની સ્થિતિ પ્રાપ્ત કરતાં પહેલાં જીવ છઠ્ઠા તથા સાતમા સ્થાનકમાં આંટાફેરા જરૂર કરે છે. પણ યોગ્ય પ્રયત્નના પરિણામે અને વિવિધ અનુભવોને અંતે જીવને આત્મશુદ્ધિનો એવો અનુભવ થાય છે કે જે પૂર્વે કદી થયો ન હોય. “અપ્રમત્ત સંયત”ની સ્થિતિ જ્યારે જીવને પ્રાપ્ત થાય છે ત્યારે તેને સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ ચારિત્રની પ્રાપ્તિ થએલ હોય છે અને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ તેના મનોબળથી તમામ પ્રકારનાં મોહનીય કર્મોથી છુટકારો મેળવવાની ભૂમિકા તૈયાર થાય છે. આ આઠમું ગુણસ્થાનક છે જેને “અપૂર્વકરણ’” કહેવાય છે. આવો છુટકારો મેળવવાના બે માર્ગો હોય છે. એક માર્ગને “ઉપશમ શ્રેણી'' કહેવાય છે, જ્યારે બીજા માર્ગને “ક્ષપક શ્રેણી’’ કહેવાય છે. (૯) આ બન્ને શ્રેણીઓની ચર્ચા કરીએ તે પહેલાં એક વાત ધ્યાનમાં રાખવાની ખાસ જરૂર છે કે સમ્યગ્ દર્શન જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ થએલ હોવા છતાં મોહનીય કર્મોની જડ સર્વાંશે નાશ પામતી નથી. દરેક પ્રકારનાં કર્મોમાંથી મોહનીય કર્મો ઘણાં જ ચીકટ હોય છે અને ગમે ત્યારે ઉપદ્રવ ઉત્પન્ન કરી જીવની પ્રગતિનો નાશ પણ કરી શકે છે. તેવો નાશ થાય ત્યારે જીવનું પતન થઈ તે બીજા ગુણસ્થાને મુકાઈ જાય છે. તે ગુણસ્થાન સાસ્વાદનું હોઈ નિર્ભેળ સુખનો સ્વાદ જે એક વખત ચાખ્યો છે તે પ્રાપ્ત કરવા તે પ્રગતિ ઝડપથી કરે છે, પરંતુ તેવા પતનની સ્થિતિથી બચવા આઠમા ગુણસ્થાનેથી આગળ વધવા મોહનીય કર્મોના શેષ રહેલ અંશોનો નાશ કરવા ઉપશમ અગર ક્ષપક શ્રેણીનો આશ્રય લઈ જીવ પ્રયત્ન કરે છે 2010_04 ૧૦ Page #12 -------------------------------------------------------------------------- ________________ ત્યારે “અનિવૃત્તિ બાદર” નામના નવમાં ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે. (૧૦) નવમા ગુણસ્થાનમાં પ્રગતિ કરતાં નિર્મોહીપણાના જે ગુણોનો વિકાસ થાય છે તેને “સૂક્ષ્મ સંપરાય”નું દશમું ગણસ્થાન કહે છે. (૧૧) ઉપરોક્ત નવમા અને દશમા ગુણસ્થાનોમાં થએલ પ્રગતિ ઉપશાંત શ્રેણીની હોય તો તે “ઉપશાંત મોહનીય” નામના અગ્યારમા ગુણસ્થાનકમાં પ્રવેશે છે. જે મોહનીય કર્મો ઉપશાંત શ્રેણીથી નબળા પડયાં હોય તેનો સંપૂર્ણ નાશ થવો સંભવિત નથી, તેથી આવા કર્મો જોર કરી પતનની દિશામાં આત્માને ઉપર જણાવ્યું તે મુજબ લઈ જાય છે. (૧૨) પરંતુ જે આત્મા ક્ષપક શ્રેણી મુજબ મોહનીય કર્મોનો નાશ કરવા પ્રયત્ન કરે છે તેના મોહનીય કર્મોનો કાળાન્તરે સંપૂર્ણ નાશ પામે છે ત્યારે તે આત્મા “ક્ષણમોહ” નામના બારમા ગુણસ્થાનકમાં આવે છે. (૧૩) મોહનીય કર્મોનો સંપૂર્ણ નાશ થાય ત્યારે દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય અને અંતરાયવરણીય તમામ ઘાતક કર્મોનો પણ નાશ થાય છે અને આત્મા કૈવલ્યને પ્રાપ્ત કરે છે. પરંતુ તેનો શરીર સાથેનો યોગ ચાલુ રહે છે તેથી તે “યોગી કેવળી” નામના તેરમા ગુણસ્થાનકમાં આવે છે. (૧૪) ઘાતી કર્મોનો નાશ થયા બાદ જ્યારે જીવે ધારણ કરેલ શરીર પડે છે ત્યારે બાકીનાં અઘાતી કર્મોનો પણ અંત આવે છે અને અશરીરી આત્મા (જીવ) સિદ્ધ સ્થિતિને પ્રાપ્ત કરે છે, જે સ્થિતિને “અયોગી કેવળી” કહે છે. આ રીતે પ્રાથમિક મિથ્યાત્વની સ્થિતિમાંથી ક્રમે ક્રમે જીવ પ્રગતિ કરી છેલ્લી સિદ્ધ સ્થિતિને સ્વપ્રયત્ન અને પુરુષાર્થથી પ્રાપ્ત કરે છે. આ સિદ્ધસ્થિતિમાં આત્મા-પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત કરે છે જેને અનંત સુખ, અનંત દર્શન અને અનંત જ્ઞાન હોય છે પરંતુ તેનું ખરું વર્ણન વાણીથી થઈ શકતું નથી કારણ કે તે સંપૂર્ણ રીતે ફક્ત અનુભવગોચર જ છે. ચં. ઉ. મહેતા ૧૧ 2010_04 Page #13 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર અનેક જાતની સાંસારિક સુખ-સગવડ હોવા છતાં જીવ શાંતિ પામતો નથી તે ઉપરથી સમજાય છે કે બાહ્ય સાધનો નિરંતર સુખ આપી શકતાં નથી. શાશ્વત સુખના ખોજી આત્મસાધકોએ તેથી નિર્ણય કર્યો છે કે સાચું સુખ તો માણસના અંતરમાં જ વસે છે. અમુક પ્રકારનો આધ્યાત્મિક અધિકાર મેળવવા જીવ સાચું અને શાશ્વત સુખ મેળવી શકે છે. આવો અધિકાર મેળવવા જીવે કેવા પ્રકારનો આધ્યાત્મિક વિકાસ સાધવો જોઈએ તે વિશેનો આદર્શ શ્રીમદ્ ૨૧ ગાથાના “અપૂર્વ અવસર” નામના આ કાવ્યમાં આપ્યો છે. કાવ્યરચના વખતે તેઓશ્રીની ઉંમર ૨૯ વર્ષની હતી અને આ અર્થગંભીર તેમજ સુવાચ્ય કાર્ય તેઓશ્રીએ એક જ બેઠકે રચ્યું તે તેઓશ્રીની અમોઘ શક્તિનો ખ્યાલ આપે છે. જૈન ધર્મમાં જીવન નીચામાં નીચી ભૂમિકા મિથ્યાત્વથી શરૂ કરી ઊંચામાં ઊંચી ભૂમિકા સિદ્ધપદ સુધીની દશાના જીવની યોગ્યતા પ્રમાણે ૧૪ વિભાગ પાડેલા છે. તે પ્રત્યેકને ‘ગુણસ્થાન' કહેવામાં આવે છે. ‘ગુણ’ એટલે આત્માની જ્ઞાન, દર્શન, વીર્ય આદિ શક્તિઓ અને ‘સ્થાન’ એટલે તે શક્તિઓની તરતમ ભાવવાળી અવસ્થા. આત્મા ૫૨ ૨હેલાં કર્મનાં પડળ જેમ જેમ દૂર થતાં જાય છે તેમ તેમ તેના ગુણનો વિકાસ થતો જાય છે. આત્માનો મૂળભૂત સ્વભાવ ઊર્ધ્વગામી છે પરંતુ વિકાસના ક્રમમાં સળંગ ઊર્ધ્વગામી ગતિ રહી શકતી નથી. તેથી ઉપરોકત ચૌદ ગુણસ્થાનકોનું વર્ગીકરણ અમુક ચોક્કસ પરિસ્થિતિને અનુલક્ષીને જ છે તેમ ન સમજવું ! અર્થાત્ આ વર્ગીકરણ સામાન્ય સ્વરૂપે યથાર્થ છે તેમ સમજવું. આ કાવ્યમાં ચોથા ગુણસ્થાનેથી શરૂ કરી ચૌદમા ગુણસ્થાને વર્તતા જીવની સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. ચોથા ગુણસ્થાનકને ‘અવિરતિ સમ્યક્ દૃષ્ટિ' કહે છે. અહીં આત્મા પહેલવહેલો આધ્યાત્મિક શાંતિ અનુભવે છે. તેને સત્યદર્શન-સમ્યક્દર્શન પ્રાપ્ત થાય છે. પરંતુ ચારિત્ર-શક્તિને રોકનાર સંસ્કારોનો વેગ રહે છે. વિરતિ એટલે ત્યાગવૃત્તિ, બંધનજન્ય કર્મોમાંથી વિરમવું તે સમ્યક્ દૃષ્ટિનો અનુભવ અગર ઝાંખી થયેલ હોવા છતાં કર્મજન્ય ક્રિયામાંથી વિરતિ થતી નથી. જાનામી ધર્મમ્ ન ચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મમુ ન ચ મે નિવૃત્તિ’ ધર્મ શું છે તે હું જાણું છું છતાં તેમાં પ્રવૃત્ત થઈ શકતો નથી અને અધર્મ શું છે તે પણ જાણું છું છતાં તેમાંથી નિવૃત્ત થઈ શકતો નથી, તેવી સ્થિતિ હોય છે. આવી 2010_04 ૧૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિમાંથી આત્મા વિકાસ પામતો છેલ્લે ચૌદમા ગુણસ્થાનકે પહોંચે ત્યારે મન, વચન અને કાયાના યોગને રૂંધીને સર્વ કર્મોનો ક્ષય કરી મુક્તિને પામે છે. આ ચૌદમા સ્થાનકે “અયોગી કેવળી' કહેવાય છે. અહીં મન, વચન અને કાયાનો યોગ (જોડાણ) નથી રહેતો, અને આત્માનો ફક્ત જ્ઞાતા દ્રષ્ટાનો જ ભાવ રહે છે. તેમ જ કેવળ જ્ઞાન પ્રાપ્ત હોય છે તેથી તે આત્મા “અયોગી કેવળી કહેવાય છે. ૨૧ ગાથાના આ કાવ્યના બે ભાગ પાડયાં છે. પૂર્વ ભાગ ૧૨ કડીનો અને ઉત્તરાર્ધ ભાગ નવ કડીનો. પહેલા ભાગમાં નિગ્રંથ થવાની ભાવના, નિગ્રંથનાં લક્ષણો, સમ્યગદર્શન અને નિગ્રંથના આત્મચરિત્રનું વર્ણન છે અને ઉત્તરાર્ધમાં ક્ષપકશ્રેણી એટલે કર્મના ક્ષયનો ઉપક્રમ કેવળજ્ઞાન અને મોક્ષનું વર્ણન આપેલ છે. કાવ્યનો પ્રારંભ ચોથા ગુણસ્થાનકે રહેલ આત્માની ભાવનાથી થાય છે. ભાવના નિગ્રંથ થવાની છે. નિર્ગથ એટલે રાગદ્વેષની ગ્રંથિઓથી રહિત. આત્માને સંસારના બંધનમાં જકડી રાખતી રાગદ્વેષની ગાંઠો જેની કપાઈ ગઈ છે તે નિગ્રંથ છે. તેવા નિગ્રંથ થવાની અભિલાષા વ્યક્ત કરીને કાવ્યની શરૂઆત થાય છે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ બંધન છેદીને, વિચરશું કવ મહપુરુષને પંથ જો? ૧ અર્થાત્ એવો અપૂર્વ અવસર કયારે આવશે કે, જ્યારે બાહ્યથી તેમજ અંતરથી (ભાવપૂર્વક) સંપૂર્ણ પ્રકારે હું રાગદ્વેષ, મોહ, માયા વગેરેની ગાંઠોના બંધનથી મુક્ત થઈશ? જ્યારે સંસારના તમામ પ્રકારના સંબંધોરૂપી તીક્ષ્ણ બંધનોને છેદીને વીતરાગ પુરુષોએ ચીંધેલા માર્ગ ઉપર હું વિચરીશ? અહીં સંબંધના બંધનને શ્રીમતીક્ષ્ણ બંધન કહેલ છે. જીવ અનાદિકાળથી સંસાર સેવતો આવ્યો છે. તેથી સાંસારિક સંબંધો તેને રૂઢ બની ગયા છે, તીવ્ર મોહનીય કર્મના ચિકટ સાંસારિક સંબંધોનાં બંધનોથી આત્મા બંધાયેલો છે, તે બંધનોને શ્રીમદ્ તીક્ષ્ણ કહ્યાં કારણ કે સંસારનાં બીજાં બંધનોથી મુક્ત થવા કરતાં આ બંધનોથી મુક્ત થવું વિશેષ કઠિન છે; તેથી વિશેષ ઉલ્લેખ કરીને શ્રીમદ્ કહે છે કે બીજાં બંધનોના પાશથી મુક્ત થવાની સાથે આ મોહપાશમાંથી પણ હું કયારે મુક્ત થઈશ? સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગચારિત્ર તે જૈનદર્શનનો પાયો છે. તેને રત્નત્રયી કહે છે. નિગ્રંથ સ્થિતિને પામવા આ રત્નત્રયીની જરૂર છે તેથી ૧૩ 2010_04 Page #15 -------------------------------------------------------------------------- ________________ બીજી ગાથામાં શ્રીમદ્ સમ્યગદર્શન પ્રાપ્ત કરવા માટેના લક્ષણો કહ્યાં છે. આત્મા આ લક્ષણોને પ્રાપ્ત કરીને નિગ્રંથ સ્થિતિને પામે છે. તે લક્ષણો કેવાં છે? સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કહ્યું નહિ, દેહે પણ કિંચિત્ મૂર્છા નવ જોય જો. ર અર્થાત્ સર્વભાવ એટલે કે રાગદ્વેષ, મોહ વગેરે કષાયભાવ. પરભાવ પ્રત્યે ઉદાસીનતા ધારણ કરી, દેહ ફક્ત સંયમના હેતુ માટે જ ધારણ કરતો હોઉં કે જેથી સર્વભાવથી આ ઔદાસીન્યવૃત્તિ રાખવાનું સરળ બને, ફક્ત આ હેતુને સિદ્ધ કરવા સિવાયના બીજા કોઈપણ કારણસર બીજી કોઈ વસ્તુ મને ખપે નહીં અને મારા આ દેહ પ્રત્યે મમત્વભાવ કે મૂચ્છભાવ ન રહે તેવી નિગ્રંથદશાને હું પ્રાપ્ત કરે તેવો અપૂર્વ અવસર કયારે આવશે? સંસાર પ્રત્યેનો મોહ કે પ્રીતિ ઓછી થવા માંડે તે સ્થિતિથી શરૂ કરી મોહનો સંપૂર્ણ નાશ થાય ત્યાં સુધીની જીવનઅવસ્થાના મુખ્ય ત્રણ ભાગો છે: ૧. વૈરાગ્ય, ૨. ઉદાસીનતા, ૩. વીતરાગતા. વૈરાગ્યમાં અરુચિનું તત્ત્વ છે. મોહનો અભાવ થવાથી શરૂઆત થાય ત્યારે સાંસારિક ભાવો પ્રત્યે અરુચિ જન્મે છે. અરુચિ તે રુચિનું નકારાત્મક સ્વરૂપ છે તેથી તે આદર્શ પરિસ્થિતિનું નિર્માણ નથી કરતી. નિગ્રંથ સ્થિતિ માટે રુચિ કે અરુચિનો અભાવ જોઈએ. રુચિ હકારાત્મક ગ્રંથિ છે તો અરુચિ નકારાત્મક ગ્રંથિ છે. તે બંને ગ્રંથિઓ તોડવા માટે જરૂર છે ઉદાસીનતા ઉદ્+આસીનતા= ઉદાસીનતા. ઉદ્ એટલે ઊંચે અને આસીનતા એટલે બેઠક. રાગદ્વેષ વગેરે કષાયોથી ઊંચે ઊઠવું, રુચિઅરુચિથી પર થઈ જવું તેને ઉદાસીનતા કહે છે. એટલે સમ્યગ્દર્શન અને સમ્યગ્રજ્ઞાનની ઝાંખી થયા પછી, શુભ કર્મના ઉદયથી સુખસાધનો પ્રાપ્ત થાય તો આત્માને તેનાથી હર્ષ ન થાય, અને અશુભ કર્મના ઉદયથી દુઃખદાયકસંયોગો પ્રાપ્ત થવાથી શોક ન થાય. શુભનો ઉદય તેમજ અશુભનો ક્ષય તે બંને પ્રત્યે આત્માની ઉદાસીનવૃત્તિ હોય ત્યારે જીવ (આત્મા) ઉદાસીનતાની અવસ્થામાં પ્રવેશે છે. ત્યાંથી આગળ વધી જ્યારે રાગદ્વેષનો સંપૂર્ણ અભાવ થાય અને આત્મા જ્યારે કેવળ જ્ઞાતા દ્રષ્ટાની સ્થિતિને પ્રાપ્ત કરે ત્યારે તે વીતરાગતાને પ્રાપ્ત કરે છે. વૈરાગ્ય (વિભાગ) અને વીતરાગતાનો ભેદ સમજવા જેવો છે. વૈરાગ્યમાં વિપરીત રાગ છે, અરુચિનો ભાવ છે, એટલે કે તેમાં રાગનો સંપૂર્ણ નાશ નથી પણ કંઈક અંશે વિપરીત રાગનો ૧૪ 2010_04 Page #16 -------------------------------------------------------------------------- ________________ ભાવ છે જે આદર્શ સ્થિતિ નથી. તેથી જ્ઞાનીઓએ વીતરાગ શબ્દની યોજના કરી છે. વીત+રાગ એટલે કે જેમાં વિપરીત રાગ નથી પરંતુ રાગનો તદન અભાવ છે, રાગના અભાવને કારણે વૈષનો પણ અભાવ છે કેમ કે, રાગ અને દ્વેષ એક જ સિક્કાની બે બાજુઓ છે. આથી બીજી ગાથામાં શ્રીમદ્ કહે છે કે નિગ્રંથ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે તમામ પ્રકારના ભાવો પ્રત્યે હું ઉદાસીનતા સેવી શકું તેવી સ્થિતિ હું કયારે મેળવીશ? તેવી સ્થિતિ મેળવવા માટે શરીરનો ઉપયોગ તો ફક્ત સંયમને પોષક પ્રવૃત્તિમાં જ કરવો જોઈએ. જે દૈહિક પ્રવૃત્તિઓ રાગદ્વેષ, મોહ વગેરેનું પોષણ કરે તેવી હોય તેમાં દેહ ઉદાસીન બને કે જેથી નિગ્રંથ સ્થિતિને પ્રાપ્ત કરવામાં દેહનો સંપૂર્ણ ઉપયોગ થઈ શકે. “શરીરમાદ્યમ્ ખલુ ધર્મસાધનમ્ તે સૂત્ર અનુસાર શરીર પ્રત્યે કોઈપણ પ્રકારનો મોહ કે મૂચ્છભાવ ન રહે તેવી અપૂર્વ સ્થિતિ મને કયારે પ્રાપ્ત થશે? ઉપર પ્રમાણે નિગ્રંથપણાનાં લક્ષણો આત્માએ સમ્યગદર્શનથી પ્રાપ્ત કર્યા બાદ આત્માને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય છે એટલે કે દેહમાં પુદ્ગલ' અને ચૈતન્ય ભિન્ન છે તેવું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તે અંગે ત્રીજી ગાથામાં તેઓશ્રી કહે છે: દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષણ ચારિત્રમોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. ૩ અર્થાત : જેને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું છે, તેનો દર્શન મોહ વ્યતીત થઈ ગયો છે એટલે મટી ગયો છે. વીતરાગ સ્થિતિ પામવા માટે જિનેશ્વર ભગવાને પ્રરૂપેલ તત્ત્વ સિદ્ધાંતમાં અતૂટ શ્રદ્ધા હોવી તેને સમ્યગદર્શને કહે છે. આ જાતના દર્શનમાં આવરણ કરનાર કર્મને દર્શન મોહનીય કર્મ કહેવાય. તે દર્શન મોહનીય કર્મ દૂર થવાથી દેહ અને આત્મા ભિન્ન છે અને આત્મા કેવળ ચૈતન્યમય છે તેવું જ્ઞાન અનુભવે આવે અને તેથી આત્માના ચારિત્રને આવરણ કરતું ચારિત્ર-મોહ પણ ક્ષીણ થવા લાગે અને ચારિત્રની વૃદ્ધિ થવા પામે તેમ જ આત્માના શુદ્ધ સ્વરૂપનું માત્ર ધ્યાન રહે તેવો અપૂર્વ અવસર કયારે આવશે? દર્શન, જ્ઞાન અને ચારિત્ર્ય સમગ્ર રીતે પ્રાપ્ત થયેથી જ આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. આત્માના પરમ વિકાસ માટે નવ તત્ત્વોની જાણકારી અને તેમાં અચળ શ્રદ્ધા અત્યંત જરૂરી છે. આ નવ તત્ત્વ છે, જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. આ નવ તત્ત્વો ઉપરની ૧૫. 2010_04 Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધા એટલે સમ્યગ્દર્શન. તે શ્રદ્ધા આવ્યેથી માણસને અનુભવ થાય છે કે શરીર અને આત્મા જુદાં છે. અને આત્માનું સ્વરૂપ કેવળ ચિદાનંદરૂપ અને જ્ઞાનમય છે. આ જાતનું જ્ઞાન થયા બાદ માણસ ક્રિયાશીલ બને છે અને સંવર તથા નિર્જરાના આલંબનથી કર્મક્ષય કરી મોક્ષને પામે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે ઃ ‘“ના દંસણિસ્સ નાણું’’ દર્શન વિના જ્ઞાન નથી, “નાણેણ વિણા ન હુતિ ચરણગુણા ’’ – જ્ઞાન વિના ચારિત્ર નથી, “અગુણિસ્સ નત્થિ મોખ્ખો,’ ચારિત્ર વિના મુક્તિ નથી, “નત્થિ અમોક્સસ નિવ્વાણું” અને મુક્તિ વિના નિર્વાણ નથી. આ રીતે સમ્યગ્દર્શન આત્મવિકાસનો પાયો છે. શ્રીમદે આ અંગે કહ્યું છે કેઃ ‘હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુરૂપ સમ્યગ્દર્શન ! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો, અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવો તારા આશ્રય વિના અનંત દુઃખને અનુભવે છે. તારા પરમ અનુગ્રહથી સ્વરૂપમાં રુચિ થયે પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે નિશ્ચય આવ્યો, કૃતકૃત્ય થવાનો માર્ગ ગ્રહણ થયો. આ રીતે આત્માને સમ્યગ્દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ ચારિત્ર પ્રાપ્ત થયા બાદ અને આત્માના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન વર્તવાનું શરૂ થયા બાદ આત્મા ક્રમે ક્રમે કેવી રીતે પ્રગતિ કરે છે, તે હવે પછીની નવ ગાથાઓમાં શ્રીમદ્ દર્શાવે છે. આત્માના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન રહેવાથી અને તે કાયમ બનવાથી જ્યાં સુધી શ૨ી૨ ૨હે ત્યાં સુધી આત્મસ્થિરતા કેવી રીતે રહે તે દર્શાવતાં ચોથી ગાથામાં શ્રીમદ્ કહે છે : આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહપર્યંત જો, ઘોર પરિષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહિ તે સ્થિરતાનો અંત જો. ૪ અર્થાત્ : ત્રણે યોગના એટલે કે મન, વચન અને કાયાના આત્મા સાથેના યોગના સંક્ષિપ્ત એટલે મર્યાદિત ભાવરૂપ આત્મસ્થિરતા દેહપર્યંત એટલે જીવનપર્યંત રહે અને તે એટલી પ્રબળ રહે કે ગમે તેવા ઘોર પરિષહ કે ઉપસર્ગના ભયથી ડગી શકે નહીં તેવી સ્થિતિ મારા જીવનની થાય તેવો અપૂર્વ અવસર કયારે આવશે ? આત્માની સ્વભાવ દશા એટલે સ્થિરતા. આત્મા વિભાવમાં જાય એટલે કર્મબંધન ઉપાર્જિત કરે, દેહધારી આત્મા જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી તેને 2010_04 ૧૬ Page #18 -------------------------------------------------------------------------- ________________ વિભાવનો એટલે કે મન, વચન અને કાયા સાથેના યોગનો પ્રસંગ રહેવાનો જ. પરંતુ તેવા યોગના પ્રસંગને સંક્ષિપ્ત એટલે કે ટૂંકો બનાવીને મૃત્યુપર્યત વર્તવાનો અહીં ભાવ છે. સામાન્ય માણસને મન, વચન અને કાયાનો યોગ નિરંકુશપણે વર્તાતો હોય છે પરંતુ જ્ઞાનીનું જીવન વિવેકપૂર્ણ હોવાથી તેમ હોતું નથી. જ્ઞાની મન, વચન અને કાયા સાથેનો યોગ મર્યાદિત બનાવે છે અને કર્મનો ઉદય થાય ત્યારે ત્યારે પણ આત્મજાગૃતિ કાયમ રાખવાના પ્રયત્ન કરે છે. આથી જ્ઞાનીને ચિત્તની સ્થિરતા ચાલુ રહે છે અને તે સ્થિરતા ઘોર ઉપસર્ગ કે પરિષહોના ભયે કરીને પણ ન તૂટે તેવો તેનો પ્રયત્ન રહે છે. કર્મ વિપાક થાય અને દુઃખ સહન કરવાનો સમય આવે ત્યારે મન, વચન અને કાયાના પરિષહોથી ચલાયમાન થવાને બદલે જ્ઞાની એમ સમજે છે કે સંચિત થયેલ કર્મોને ખપાવવાની તક મળી છે, તે જતી ન કરવી. આ રીતે આત્મસ્વભાવમાં સ્થિર રહીને જ્ઞાની નૂતન કર્મોનું તો ઉપાર્જન નથી કરતા પરંતુ સંચિત થયેલ કર્મોની પણ નિર્જરા કરે છે. ' જ્યાં સુધી આત્માને કૈવલ્યની પ્રાપ્તિ ન થાય અને જ્યાં સુધી સંસારનું ભ્રમણ ચાલુ છે ત્યાં સુધી “આત્મસ્થિરતા'નું સાતત્ય સંપૂર્ણપણે જાળવી શકાતું નથી, અને આત્મા પ્રગતિને પંથે હોવા છતાં કોઈવાર આગળ વધે છે અને કોઈવાર પાછો પડે છે. આ રીતે પાંચમ, છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનક વચ્ચે આત્મા ઝોલાં ખાય છે. પાંચમું ગુણસ્થાનક દેશ વિરતિ સમ્યગૃષ્ટિનું છે જેમાં અલ્પાંશે વિરતિ એટલે ત્યાગવૃત્તિ હોય છે. છઠ્ઠ ગુણસ્થાનક પ્રમત્ત સંયત કહેવાય છે, તેમાં જીવ સર્વવિરતિ ગ્રહણ કરતો છતાં અપ્રમત્ત (પ્રમાદરહિત)નું જીવન જીવી શકતો નથી. સાતમું ગુણસ્થાનક “અપ્રમત્ત સંયત’ પ્રમાદરહિતના ત્યાગની ભૂમિકાનું છે. આત્મા જયારે આવી જુદી જુદી ભૂમિકાઓમાં વર્તે છે ત્યારે અને અહીંથી તહીં ઝોલાં ખાય ત્યારે સંપૂર્ણ આત્મસ્થિરતા ન પ્રવર્તે તેવી સ્થિતિ પણ આવે ત્યારે નિરાશ ન થતાં કેવી ચર્યા રાખવી તે સમજાવતાં શ્રીમદ્ પાંચમી ગાથામાં કહે છે: સંયમના હેતુથી યોગ પ્રવર્તના, સ્વરૂપ લક્ષે જિન આજ્ઞા અધીન જો, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો. પ અર્થાત: માણસ આત્મસ્થિરતામાં જ્યારે સતત અને એકધારા પ્રવાહન રહી શકે ત્યારે મન, વચન અને કાયાના કર્મજન્ય યોગની પ્રવૃત્તિ તો તેને રહેવાની જ, પરંતુ તે વખતે જિનેશ્વર દેવની આજ્ઞા અનુસાર એટલે કે તે આજ્ઞાનું આલંબન ૧૭ 2010_04 Page #19 -------------------------------------------------------------------------- ________________ લઈને તેને નિમિત્તરૂપ બનાવીને સંયમપૂર્વક જીવવાનું બને અને તેવી સ્થિતિ પણ ક્ષણે ક્ષણે ઘટતી જાય એટલે કે કાળાંતરે જિનાજ્ઞાના અવલંબનની પણ જરૂર ન રહે અને આત્મા સ્વશક્તિથી જ નિજસ્વરૂપમાં લીન થાય તેવો અપૂર્વ અવસર કયારે આવશે? નિજસ્વરૂપમાં લીન થવાની સ્થિતિ તો ચૌદમા ગુણસ્થાનકે આવે છે. પ્રગતિને પંથે રહેલ આત્માનું તે લક્ષ્ય છે, પરંતુ ચડતી-પડતીમાં પ્રવર્તતી પરિસ્થિતિમાં આત્માને યોગ્ય આલંબન ન હોય તો પડતી તેની થવાનો વિશેષ સંભવ રહે. આથી તેવે વખતે જિનેશ્વરની વાણીનું આલંબન હિતકારી બને છે. પરંતુ આત્માએ તો પોતાની સ્વાયત્ત શક્તિથી જ ચૌદમાં ગુણસ્થાનકની સ્થિતિ પ્રાપ્ત કરવાની છે, તેથી જિનેશ્વરની વાણીનું અવલંબન પણ ક્રમિક ઓછું થતું જવું જોઈએ અને સાથોસાથ આત્મિક શક્તિનો વિકાસ થવો જોઈએ કે જેથી નિજસ્વરૂપમાં લીન થવાની તક મળે. આવા ક્રમિક વિકાસ માટે કેવી રીતે રહેવું તે છઠ્ઠી ગાથામાં સમજાવે છે. પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો, દ્રવ્ય, ક્ષેત્ર ને કાળભાવ પ્રતિબંધવિણ વિચરશું ઉદયાધીન પણ વિતલોભ જો. ૬ અર્થાત્, પાંચ ઈન્દ્રિયો – આંખ, કાન, નાક, જીભ અને ત્વચા તેના પાંચ વિષયો - રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પ્રત્યે રાગ કે દ્વેષરહિતપણું હોય, પાંચ પ્રમાદ જેવા કે મદ, વિષય, નિદ્રા અને વિકથા મનને જરા પણ ક્ષોભ પહોંચાડી શકે તેમ ન હોય, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના પ્રતિબંધ વિનાની સ્થિતિ હોય, કર્મનો ઉદય થાય ત્યારે તેને સમજીને વિવેકપણે મમત્વ કર્યા વિના સમભાવે વર્તન હોય અને હરેક કાર્ય અપેક્ષા (લોભીરહિત નિષ્કામ ભાવે થતું હોય તેવો અપૂર્વ અવસર કયારે આવશે? પાંચ ઇન્દ્રિયોના વિષય પરત્વે રાગ પણ નહિ અને દ્વેષ પણ નહીં તેવી વીતરાગ સ્થિતિનો અહીં ઉલ્લેખ છે. રાગદ્વેષના પરિણામ આવવાથી જીવનો બહિરાત્મભાવ થાય છે અને તેમ થવાથી આત્મભાન ભુલાવનાર બીજી વસ્તુ છે પ્રમાદ. પ્રમાદના પાંચ પ્રકાર જે ઉપર જણાવ્યા મુજબના છે, તે મનમાં ક્ષોભ ઉત્પન્ન કરે છે. તેવો ક્ષોભ ન થાય તેવી કાળજી રાખવાનું અહીં સૂચન છે. અનુકૂળ ક્ષેત્ર ન મળે, બાહ્ય પદાર્થની ઇચ્છા થાય પરંતુ તે ન મળે, કોઈ વ્યક્તિ પ્રત્યે ભાવ १८ 2010_04 Page #20 -------------------------------------------------------------------------- ________________ અને કોઈ પ્રત્યે અભાવ, અમુક કાર્ય અચૂક કાળે જ થવું જોઈએ અને તેમ ન થાય, તેવા બધા પ્રતિબંધોથી પણ મન ક્ષુબ્ધ થાય છે જે આત્મવિકાસમાં બાધારૂપ છે, તેવું ન થાય અને પૂર્વોપાર્જિત કર્મોનો ઉદય થાય તેને વિવેક સહિત સ્વીકારી મનુષ્ય આસક્તિરહિત વર્તન કરે તો આત્માની પ્રગતિ ઉત્તરોત્તર થતી રહે તેવું સૂચન આ ગાથામાં છે. અધ્યાત્મ સાધનાના પંથમાં જે પાંચ પ્રમાદો બાધક છે તેમાં કષાય પ્રમાદ ઉપર કાબૂ મેળવવો દુષ્કર જણાય છે, તેથી કષાય પ્રમાદને જીતવા શું કરવું? તે હવે પછીની બે ગાથાઓમાં શ્રીમદે ઉપદેશ્ય છે. ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જો, માયા પ્રત્યે માયા સાક્ષીભાવની, લોભ પ્રત્યે નહિ લોભ સમાન જો. ૭ બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહિ, વંદે ચક્રી તથાપિ ન મળે માન જો, દેહ જાય પણ માયા થાય નરોમમાં, લોભ નહિ છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. ૮ અર્થાતુ, ક્રોધની ભાવના થાય ત્યારે તેવી ભાવના પ્રત્યે ક્રોધી લાગણી થાય, માનના ભાવ થાય ત્યારે દીનપણાનું એટલે નમ્રતાના ભાવનું માન થાય, માયાના ભાવ થાય ત્યારે આત્મા તો ફક્ત જ્ઞાતા દ્રષ્ટા છે તેવા વિચાર પ્રત્યે માયા થાય, લોભના ભાવ થાય ત્યારે તે ભાવોનો જ લોભ કરવાના, લોભ ન કરવાના, અલોભ કે નિર્લોભના વિચારો આવે અને તે રીતે આ ચારે કષાયોનો ઉપશમ થાય તેવો અપૂર્વ અવસર કયારે આવશે? કષાયોના તેવા ઉપશમને પરિણામે આત્યંતિક દુ:ખ આપનાર પ્રત્યે પણ ક્રોધની ભાવના થાય નહીં. ઐશ્વર્યવાન ચક્રવર્તી પગે પડે તો પણ અભિમાનના ભાવ આવે નહીં. દેહનો નાશ થાય તો પણ રૂંવાડે પણ માયાનો આશ્રય લેવાની વૃત્તિ ન થાય, પ્રબળ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તો પણ તેનો ઉપયોગ કરવાનો લોભ થાય નહીં તેવો અપૂર્વ અવસર કયારે આવશે? ક્રોધ, માન, માયા અને લોભ - તે ચાર મુખ્ય કષાયો છે. કષ એટલે સંસાર અને આય લાભ. જે ફક્ત સંસારને જ લાભકારક છે, આત્માને નહીં તે કષાય. કોઈપણ કષાય એ આત્માનો સભાવ નહીં પણ વિભાવ છે. ક્રોધ માટે શ્રીમદ્ જણાવે છે કે - ક્રોધાદિ કષાયનો ઉદય થાય ત્યારે તેની સામે થઈ તેને જણાવવું કે તે અનાદિકાળથી મને હેરાન કરે છે. હવે હું એમ તારું બળ નહીં ચાલવા દઉં. હું હવે તારી સામે યુદ્ધ કરવા બેઠો છું. ક્રોધ બહુધા ક્ષણિક હોય છે એટલે તે ઉત્પન્ન ૧ ( 2010_04 Page #21 -------------------------------------------------------------------------- ________________ થતાંની સાથે જ તેની સામે ક્રોધભાવથી જોવાથી તેનું ઉપશમ થાય છે. અભિમાનના ભાવો આવે ત્યારે દીનપણાના ભાવો પ્રત્યેની માનદષ્ટિ જાગૃત થાય તો, અભિમાન ગળી જાય. મનુષ્ય એક દષ્ટિએ પામર છે. વિરાગી સતપુરુષોની સરખામણીમાં આપણે અત્યંત વામણા છીએ. તેની સતત યાદ આપણા અભિમાનને ગાળી દે છે. માયા અતિસૂક્ષ્મ કષાય છે, મોહ, દંભ અને અસત્ય તેનાં અનિવાર્ય પરિણામો છે તે અનેક પ્રકારની સાંસારિક વિટંબણાઓને આમંત્રે તેની સૂક્ષ્મતાને લઈને તેના નાશનો એક જ ઉપાય છે કે માયાના ભાવો પ્રત્યે સાક્ષીભાવ કેળવી તેની તટસ્થતાથી ન્યાયિક તુલના કરવી. તેમ કરવાથી તેની વિષમતાઓ ખુલ્લી પડી જશે. લોભ એ સર્વ અનર્થનું મૂળ છે તેથી લોભ ન કરવો એટલે કે ત્યાગની વૃત્તિ કેળવવી તેમ સૂચન થયું છે. દશવૈકાલિક સૂત્રમાં આ ચાર કષાયોને જીતવા કહ્યું છે: ઉવસમેણ હણે કોહં – ઉપશમથી ક્રોધને હણો. માણે મદ્વયા જિણે – નમ્રતાથી માનને જીતો. માય ગજજય ભાવેણ - સરળતાના ભાવથી માયાને જીતો. લોભ સંતોસઓ જિણે – સંતોષથી લોભને જીતો. દેહ આદિ મારાં નથી, હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી આત્મા છું. દેહનાશથી મને કશું નુકસાન થવાનું નથી.' એવી જાતની ચિંતવના કે ભાવના દ્વારા મુનિ ધર્મને અર્થે દેહને પણ જતો કરી દે છે અને તેમાં જરાય રાગ કરતા નથી. કારણ કે સૂક્ષ્મ રાગ પણ જીવને આડો આવે છે. ગૌતમસ્વામીનો, મહાવીર પ્રભુ ઉપરનો સૂમ રાગ તેમના કેવળજ્ઞાનને પ્રગટ થવા દેતો નહોતો. ઉપસર્ગ, પરિષહ કે રાગાદિનો પરાભવ પોતાની લબ્ધ સિદ્ધિઓથી પણ કરવાનો વિચાર સાધકે રાખવો ન જોઈએ અને પ્રાપ્ત કર્મોદય ક્ષય કરવાનો પ્રસંગ મળ્યો છે તો તેનો સારો ઉપયોગ કરવો જોઈએ તેમ સમજીને સમભાવે વેદવો જોઈએ. દ્રવ્યચારિત્ર અને ભાવચારિત્ર તે બંનેનું પોતપોતાનું મહત્ત્વ છે. દ્રવ્યચારિત્ર બાહ્ય લક્ષણ છે અને એક દષ્ટિએ ભાવચારિત્રનું અનિવાર્ય પરિણામ છે. ભાવચારિત્ર વિના દ્રવ્યચારિત્ર અર્થહીન દંભ છે, દ્રવ્યચારિત્ર વિનાનું ભાવચારિત્ર સંભવી શકે, કેટલો સમય ટકી શકે તે કહેવું મુશ્કેલ છે. શ્રીમદ્ બંનેની અગત્ય સમજે છે અને તેથી ૨૦ 2010_04 Page #22 -------------------------------------------------------------------------- ________________ હવે પછીની નવમી ગાથામાં દ્રવ્યચારિત્રનો નિર્દેશ કરે છે અને કહે છે: નગ્નભાવ, મુંડભાવ સહ અસ્નાનતા, અદંત ધાવન આદિ પરમ પ્રસિદ્ધ જો, કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહિ, દ્રવ્ય ભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો. ૯ અર્થાત દિગંબરત્વ, કેશલોચન, સ્નાન કરવું, દાંત સાફ ન કરવા, કેશ, રોમ, નખ કે શરીર પર શુંગાર ન કરવો – આવા દ્રવ્ય તથા ભાવરૂપ સંયમથી નિગ્રંથપણું પ્રાપ્ત કરવાનો અપૂર્વ અવસર કયારે આવશે? અહીં જૈન મુનિના દ્રવ્યાચારોનું વર્ણન છે, પરંતુ ગાથાની છેલ્લી લીટી દ્રવ્યાચારની સાથોસાથ ભાવાચાર ઉપર પણ તેટલું જ જોર મૂકે છે. વસ્તુતઃ આત્મસ્થિરતામાં રહેવા મથતા સાધકને દેહ-ભાન છૂટી જાય છે અને અહમભાવનો નાશ થાય છે. દેહદષ્ટિ છૂટી ગયા બાદ દેહનું રક્ષણ કે તેના શણગારની પ્રવૃત્તિ આપોઆપ મટી જાય છે. પૂ. સંતબાલજી જણાવે છે તેમ ‘દ્રવ્ય અને ભાવ વ્યવહાર અને નિશ્ચય એ એક જ સિક્કાની બે બાજુઓ છે. એક જ ફુવારાની બે ધારાઓ છે.” એ વાત સાચી છે અને સમજવા જેવી છે કે આત્માની નિર્મળતા જેમ જેમ વધતી જાય તેમ તેમ દેહના પરમાણુઓ બદલાતા જાય અને દેહની અશુદ્ધિ ઘટતી જાય. ઉપર મુજબનું દ્રવ્ય તથા ભાવ ચારિત્ર ધરાવનાર સાધકની સ્થિતપ્રજ્ઞા કેવી હોય છે તેનું વર્ણન હવે આવે છે: શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમંદર્શિતા, માનામાને વર્તે તે જ સ્વભાવ જો, જીવિત કે મરણે નહિ જૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સ્વભાવ જો. ૧૦ અર્થાત્, શત્રુ અને મિત્ર બંને પ્રત્યે સમભાવ હોય, પોતાને મળતા માન કે અપમાન પ્રત્યે પણ તેવી જ સમભાવના રહે, જીવન અને મરણ બાબત પણ ન્યૂન કે અધિક ભાવ ન રહેતાં સમભાવ રહે અને તેવો જ સમભાવ ભવ પ્રત્યે તેમજ મોક્ષ પ્રત્યે પણ રહે તેવો અપૂર્વ અવસર કયારે આવશે? આ ગાથાની પ્રથમ ત્રણ પંક્તિઓ તો ગીતાના સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોની પુનરુક્તિ છે. ગીતાનો સ્થિતપ્રજ્ઞ “વીતરાગ ભયક્રોધ છે - આવા સ્થિતપ્રજ્ઞ સાધકને જ શત્રુ, મિત્ર, માન, અપમાન, જીવન, મરણ વગેરે પ્રત્યે સમભાવ રહે. પરંતુ ૨૧ 2010_04 Page #23 -------------------------------------------------------------------------- ________________ ગાથાની ચોથી પંક્તિમાં તો શ્રીમદ્ એક ડગલું આગળ વધીને કહે છે કે શુદ્ધ નિગ્રંથપણામાં તો પુનર્ભવ તેમજ મોક્ષ પ્રત્યે પણ સમભાવ વર્તે. દરેક ભારતીય સાધના પદ્ધતિનું અંતિમ લક્ષ મોક્ષ છે. એટલે કે દરેક પ્રકારના કર્મબંધનના પરિણામરૂપ પુનર્ભવને ટાળવાનું ધ્યેય છે. છતાં અહીં શ્રીમદ્ સ્થિતપ્રજ્ઞતાને ચરમસીમાએ લઈ જઈને કહે છે કે નિગ્રંથ સાધકની દૃષ્ટિ એટલી બધી આકાંક્ષારહિત બની જાય છે કે મોક્ષના પરમ શિખરે બેસવાનો મોહ પણ જતો રહે છે. વસ્તુતઃ મોહ માત્ર, આકાંક્ષા માત્ર, અપેક્ષા માત્ર, કર્મબંધનની સર્જક છે તેથી મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે અને તે માટે સાધના કરવી છે તેવો ભાવ સેવવો તે જ મોક્ષ-ગ્રંથિનું સૂચક હોઈ નિગ્રંથને તેવો ભાવ રહી શકે જ નહીં. “ઘાતી કર્મનો નાશ કરવામાં જ સતત પ્રવૃત્તિશીલ રહેતા મુનિને ભવ કે મોક્ષ પ્રતિ લક્ષ ન રહેતાં સમભાવ જ રહે છે. ભવ કે મોક્ષની પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં સૂક્ષ્મ રાગ તથા ટ્રેષ રહેલા છે અને રાગદ્વેષ ઉપર તો સંપૂર્ણ વિજય મેળવવા મુનિ ઇચ્છે છે.” આ રીતે શ્રીમનો શુદ્ધ નિગ્રંથ, ગીતાના સ્થિતપ્રજ્ઞ કરતાં પણ એક ડગલું આગળ ભરે છે. આવા નિગ્રંથને ફક્ત શુદ્ધ આત્મભાવ હોવાથી દેહાધ્યાસ કે દેહભાન તો રહે જ નહીં તે દેખીતું જ છે; તેથી સાધનાકાળ દરમ્યાન તેનું વર્તન કેવું રહે તે શ્રીમદ્ નીચેની બે ગાથાઓમાં દર્શાવેલું છે. એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો, અડોલ આસન ને મનમાં નહિ ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. ૧૧ ઘોર તપશ્ચર્યામાં (પણ) મનને તાપ નહિ, સરસ અને નહિ મનને પ્રસન્નભાવ જો, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યાં પુગલ એક સ્વભાવ જો. ૧૨ અર્થાત, આવી નિગ્રંથ સાધકની દશામાં સ્મશાનમાં કે પર્વતમાં એકલા વિચરતી વખતે હિંસક પ્રાણીઓ કે વ્યતરાદિનો સંયોગ થાય ત્યારે પણ આસનસ્થ સમાધિમાં ડોલાયમાન ન થવાય તેમજ મનમાં પણ કોઈપણ પ્રકારનો ક્ષોભ ઉત્પન્ન ન થાય અને જાણે કે કોઈ પરમ મિત્રનો યોગ થયો હોય તેવો પ્રસન્ન ભાવ રહે તેવો અપૂર્વ અવસર ક્યારે આવશે? સખત તપશ્ચર્યા કરવા છતાં મનના ભાવ પ્રસન્ન રહે, સ્વાદિષ્ટ અન્ન ૨૨ 2010_04 Page #24 -------------------------------------------------------------------------- ________________ મળે તો તે ખાવાનું પ્રલોભન ન થાય અને સામાન્ય રજકણથી માંડીને વૈમાનિકદેવની સમૃદ્ધિ ને સર્વ પદાર્થ ફક્ત પુદ્ગલના જ પર્યાયો છે, તેથી વિશેષ કશું જ નથી તેવું સતત જ્ઞાન રહે તેવો અપૂર્વ અવસર કયારે આવશે? બંને ગાથાઓમાં સાધનામાં મન અને શરીરની સ્થિરતા કેવી રીતે ટકી રહે તેનું વર્ણન છે. નિગ્રંથિ સાધકને સાંસારિક ઘટમાળ અને વમળોની વચ્ચે રહેવાનું ફાવે નહીં; જેમ જેમ તેની આંતરિક આત્મદશા ઉચ્ચ બનતી જાય તેમ તેમ તેને પ્રતિબંધ કરે તેવા સંસર્ગથી દૂર રહેવાની વૃત્તિ વધતી જાય, અને તેથી સ્મશાન કે પર્વતની ગુફા જેવા એકાંત સ્થળની શોધમાં રહે અને તેવા સ્થળે સાધનાનો ક્રમ આગળ વધારે, પરંતુ તેમ કરતાં જંગલના હિંસક પશુઓનો અગર સ્મશાનમાં ભટકતા વ્યંતરાદિ જીવોનો પણ ભેટો થાય છે. સાધનામાં સ્થિર રહેવા માંગતા મુનિને ઘોર તપશ્ચર્યા કરતી વખતે અનેક જાતનાં તપ, ભૂખ, તૃષા વગેરે પણ સહન કરવાના પ્રસંગો આવે તેવા તમામ સમયે ન તો તેનું આસનસ્થ શરીર ડોલાયમાન થાય કે ન તેનું મન ડોલાયમાન થાય. જેને દેહભાન લુપ્ત થયું છે અને જે સતત આત્મભાનમાં જ જાગૃત છે તેને દેહ પરના જોખમની શી પડી છે? દેહ જાય તો તેને ગુમાવવાનું પણ શું છે? જે તેનું હતું જ નહીંતે ગુમાવવાનો પ્રશ્ન પણ કયાં છે? આવા મુનિને વૈમાનિક દેવને હોય છે તેવી સમૃદ્ધિ પણ શું અસર કરી શકે? તે જાણે છે કે એક નાના રજકણથી માંડીને કલ્પનાતીત ભૌતિક સમૃદ્ધિ ફક્ત પુદ્ગલોની જ બનાવટ છે. પરંતુ આત્મસ્થ નિગ્રંથિને બધા પુદ્ગલો સાથેનો સંબંધ માત્ર છૂટી ગયો છે. ચૈતન્યમય તેનો આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપમાં જ લીન હોઈ પૌદ્ગલિક ભયો કે પ્રલોભનો તેની સ્થિરતામાં કોઈ પણ પ્રકારની બાધા પહોંચાડી શકતાં નથી. ઉત્તરાધ્યયન પ્રબોધે છે કે : હિમણાં જાયરુવં ચ, મણસા વિ ન પત્નએ, સમલેટહુ કંચણે ભિખુ, વિરએ કાયવિકકએ. “ક્રય-વિક્રયથી વિરક્ત અને માટી તથા સુવર્ણને સમાન સમજવાવાળા સાધુ, ક્રય-વિક્રયની ઇચ્છા પણ કરતા નથી.” અહીં કાવ્યના પૂર્વાર્ધની ૧૨ ગાથાઓ પૂરી થાય છે અને ૧૩મી ગાથાથી કાવ્યના ઉત્તરાર્થની શરૂઆત થાય છે. ૧૩મી ગાથામાં અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનકનો ઉલ્લેખ આવે છે. તેથી સ્પષ્ટ છે કે ૧૨ ગાથાઓ સુધી સાધકનું જે વર્ણન આવે છે તે સાતમા ગુણસ્થાનક સુધીની સ્થિતિનું છે. “નિજસ્વરૂપમાં લીન” થવાનું ધ્યેય જે પાંચમી ગાથામાં બતાવ્યું છે તે સિદ્ધ કરવા “મન, વચન અને ૨૩ 2010_04 Page #25 -------------------------------------------------------------------------- ________________ કાયાના યોગમાં આત્મસ્થિરતા, રાગદ્વેષરહિતપણું પ્રમાદરહિતપણું, કષાયજય, સર્વમાં સમભાવ, આ આદિ ગુણો ઈચ્છયા છે. ઉત્તરાર્ધના ત્રણ વિભાગ પાડી શકાય : (૧) ક્ષપક શ્રેણી (૨) કેવળજ્ઞાન (૩) મોક્ષ. ક્ષપક શ્રેણીમાં કર્મોનો ક્ષય થાય છે તેથી તે ફરી કદી ઉદયમાં આવી શકતી નથી. આત્મા શ્રેણી ચડવા લાગે એટલે કે નિસ્વરૂપમાં સ્થિર થાય ત્યારથી શરૂ થયેલ વિકાસ કેવળ જ્ઞાનની પ્રાપ્તિએ અટકે છે. ૧૩મી ગાથામાં ક્ષપક શ્રેણીની ઇચ્છા કરતાં શ્રીમદ્ કહે છે : એમ પરાજય કરીને ચારિત્ર મોહનો, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જો, શ્રેણી ક્ષપકતણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધસ્વભાવ જો. ૧૩ અર્થાત્, ઉપર પ્રમાણે ચારિત્ર મોહ કર્મને જીતીને અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાને આવું અને ત્યાંથી ક્ષપકશ્રેણીના માર્ગે આરૂઢ થઈને અનન્ય ચિંતન દ્વારા મારા આત્મિક અતિશય શુદ્ધ સ્વભાવને પ્રાપ્ત કરું તેવો અપૂર્વ અવસર કયારે આવશે? આઠમા ગુણસ્થાનકને “અપૂર્વકરણ' કહે છે. એટલે પૂર્વે કદી ન થયેલ હોય તેવી આત્માની અવસ્થા, આત્મશુદ્ધિનો અનુભવ, આત્માના વિકાસક્રમમાં મોહનીય કર્મનો નાશ અગત્યની ભૂમિકા ભજવે છે. મોહનીય કર્મનો સંપૂર્ણ નાશ ન હોય તેવો સાધક ઉપશમ શ્રેણીમાં ગણાય છે. તે મોહનીય કર્મને ઉપશમાવતો આગળ વધે છે પરંતુ મોહનીય કર્મની હસ્તી તેના પતનનું કારણ બને છે અને અંતિમ કક્ષા એટલે કે કૈવલ્યની પ્રાપ્તિમાં તેને ઢીલ થાય છે. પરંતુ મોહનીય કર્મનો સંપૂર્ણ નાશ થયો છે તેવો ક્ષપક શ્રેણીનો સાધક પોતાના અનન્ય ચિંતન દ્વારા તથા એકાગ્ર ચિત્તની વિચારધારાની રૂપે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. ૮થી ૧૨ ગુણસ્થાનોએ કજીવ બહુ અલ્પ સમય રહે છે. આઠ પછીના પ્રત્યેક ગુણસ્થાને જીવ ચિંતન દ્વારા જ ચડે છે. સાધક જેમ જેમ પોતાના સ્વરૂપમાં લીન થતો જાય તેમ તેમ ગુણસ્થાન ચડતો જાય છે. આ રીતે સાધક મોહનીય કર્મનો સંપૂર્ણ નાશ સિદ્ધ કરવા સમર્થ બને છે ત્યારે ૧૨માં ગુણસ્થાને પહોંચે છે. બારમા ગુણસ્થાનને “ક્ષીણમોહ' કહેવાય છે. ત્યારની આત્મદશાનું વર્ણન ૧૪મી ગાથામાં નીચે મુજબ આવે છે. ૨૪ 2010_04 Page #26 -------------------------------------------------------------------------- ________________ મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ મોહ ગુણસ્થાન જો, અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જો. ૧૪ અર્થાત્, મોહરૂપી સ્વયંભૂ રમણ નામનો સમુદ્ર તરી જઈ ક્ષીણમોહ નામના બારમા ગુણસ્થાને પહોંચવું અને તે ભૂમિકાના અંત સમયે સંપૂર્ણપણે વીતરાગ બની આત્માનો કેવળજ્ઞાનરૂપી ભંડાર પ્રાપ્ત કરું તેવો અપૂર્વ અવસર કયારે આવશે ? સ્વયંભૂરમણ સમુદ્રની કલ્પના એવી છે કે જંબુદ્વીપની આસપાસ અસંખ્યાત્ દ્વીપો તથા સમુદ્રોની પરંપરા છે. તેમાં સૌથી છેલ્લો સ્વયંભૂ રમણ સમુદ્ર છે. તેના વિસ્તાર અસંખ્યાત યોજનોનો છે. તેવા વિશાળ સમુદ્રને તરવા માટે જે ભગીરથ પ્રયત્નની જરૂર પડે તેવા ભગીરથ પ્રયત્નની જરૂર મોહનીય કર્મના સમુદ્રને પાર કરવા માટે પડે, પરંતુ પૂ. કાનજીસ્વામી કહે છે તેમ “જેમ મોહ મહાસમુદ્ર જેવો છે તેમ મારામાં (મારા આત્મામાં) તેનાથી પણ અનંત ગણી બેહદ શક્તિ છે તેથી હું આત્મામાં બેહદ સ્થિરતાને વધારું કે જેથી મોહ સર્વથા ટળી જાય અને હું જેવો શુદ્ધ પવિત્ર જ્ઞાનદાન છું તેવો થઈ રહું, સ્વરૂપમાં અતિ સાવધાની રાખું કે જેથી ચારિત્ર મોહનો સ્વયંમેવ સર્વથા ક્ષય થઈ જાય.’ ક્ષીણમોહ નામના ગુણસ્થાનના અંત ભાગે સાધક પહોંચી જાય ત્યારે સંપૂર્ણપણે વીતરાગી બની આત્મા કેવળજ્ઞાન અને કેવળ દર્શનરૂપ અમૂલ્ય ભંડાર પ્રાપ્ત કરે છે. કેવળજ્ઞાનની સમજ આપતાં શ્રીમદે કહ્યું છે : “જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું તેને કેવળજ્ઞાન, જ્ઞાની પુરુષોએ કહ્યું છે અને તે જ્ઞાનમાં મુખ્ય તો આત્મસ્થિતિ, આત્મસમાધિ કહ્યાં છે.’ “આત્મા જ્યારે અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિ ભજે તેનું નામ કેવળ જ્ઞાન મુખ્યપણે છે. સર્વ પ્રકારના રાગદ્વેષનો અભાવ અત્યંત શુદ્ધ જ્ઞાનની સ્થિતિ વખતે પ્રગટવા યોગ્ય છે. તે સ્થિતિમાં જે કાંઈ જાણી શકાય તે કેવળ જ્ઞાન છે. 71 “આત્માને વિશેથી સર્વ પ્રકારનો અન્ય અધ્યાસ ટળી સ્ફટિકની પેઠે આત્મા અત્યંત શુદ્ધતા ભજે તે કેવળજ્ઞાન છે.” આવું કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટે આત્માનું ચૈતન્યમય સ્વરૂપ પ્રગટાવવાની જરૂર રહે છે. તે ચૈતન્યમય સ્વરૂપની જ્યોતિ ત્યારે જ પ્રગટે જ્યારે તેને આવરણ કરી રહેલ કર્મોની સર્વાંશે નિર્જરા થાય. આઠ પ્રકારનાં મુખ્ય કર્મો છે, જેના આવરણને દૂર કરવાના આત્માના 2010_04 ૨૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રયત્નો હોવા જોઈએ. તે આઠ મુખ્ય કર્મો છે : જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, આયુષ્ય, નામ ગોત્ર અને વેદનીય. એમાંના પ્રથમ ચાર ઘાતી કર્મ કહેવાય છે. કેમ કે તેમની હસ્તી આત્માની ચૈતન્યમય સ્થિતિને બાધક છે. આ ચાર ઘાતી કર્મોનો ક્ષય થયે સાધક ૧૩માં ગુણસ્થાને પહોંચે છે. તે ગુણસ્થાનને સંયોગી કેવળી'ના નામથી ઓળખાય છે. આ ગુણસ્થાને પહોંચેલ સાધકની સ્થિતિનું વર્ણન ૧૫મી ગાથામાં નીચે મુજબ શ્રીમદે કહ્યું છે : ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં, ભાવના બીજતણો આત્યંતિક નાશ જો, સર્વ ભાવજ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો. ૧૫ અર્થાતુ, ચાર ઘનઘાતી કર્મોનો ક્ષય થયો હોય અને તેથી કરીને ભવના બીજનો પણ સર્વાશ નાશ થયો હોય અને પરિણામે આત્મા પરમ વિશુદ્ધ બનતાં ફક્ત જ્ઞાતા દ્રષ્ટાભાવે બધે પ્રવર્તે તથા અનંત વીર્ય પ્રગટવાથી પ્રભુ સ્વરૂપ બની ધન્યતા અનુભવે તેવો અપૂર્વ અવસર કયારે આવશે? ચાર ઘનઘાતી કર્મો કયાં કયાં છે તેનું વર્ણન ઉપર આવી ગયું. આત્મના જ્ઞાન તથા દર્શનને આવરે તે જ્ઞાનાવરણીય અને દર્શાનાવરણીય કર્મ કહેવાય. અંતરાય કર્મ આત્માનું આવરણ નથી, પરંતુ આત્માના વીર્યબળને રોકે છે, અંતરાયરૂપ બને છે. મોહનીય કર્મ આત્માના ગુણને મૂચ્છિત કરે છે, વિકળ કરે છે. ચારે ઘાતી કર્મમાં મોહનીય કર્મ ઘણું જ ચીકટ અને બળવાન છે. આવાં બધાં જ ઘાતી કર્મોનો વ્યવચ્છેદ એટલે નાશ થાય ત્યારે ભવના બીજનો પણ નાશ થાય, કારણ કે તે કર્મો જ ભવફેરાના કારણરૂપ છે. આ રીતે ઘાતી કર્મો તથા ભવબીજનો નાશ થયા બાદ જે બાકી રહે છે તે શુદ્ધ ચૈતન્યમય આત્મજ્ઞાન છે. સર્વભાવોનો ફક્ત જ્ઞાતા અને દ્રષ્ટા જ બની રહે છે. આ સ્થિતિ એ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હોવા છતાં કેવળીને મન, વચન અને કાયાનો યોગ સૂક્ષ્મ રીતે ચાલુ રહે છે. કેમ કે તે હજુ શરીરધારી છે. શરીરધારી હોવાથી તેને સંયોગી કેવળી કહે છે. સંયોગી કેવળી હોવાથી તેને બાકીનાં અઘાતી કર્મો ખપાવવાનાં રહે છે. તે વખતની સ્થિતિનું વર્ણન ૧૬મી ગાથામાં નીચે મુજબ છે : વેદનીય યાદી ચાર કર્મ વર્તે જહાં, બળી સિંદરીવત્ આકૃતિ માત્ર જો તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ્યપૂર્ણ મટીએ દૈહિક પાત્ર જો. ૧૬ અર્થાત્, ચાર ઘનઘાતી કર્મો -વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર બળેલ ૨૬ 2010_04 Page #28 -------------------------------------------------------------------------- ________________ સીંદરીની પેઠે માત્ર આકારરૂપે જ રહે અને તે પણ દેહનું આયુષ્ય રહે ત્યાં સુધી જ રહે. તે આયુષ્ય પૂરું થયે દેહને ફરીથી ધારણ કરવાનો રહે નહીં, એવો અપૂર્વ અવસર કયારે આવશે? કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી સંયોગી કેવળીને ફક્ત ઘાતી કર્મોનો ભોગવટો કરવાનો જ બાકી રહે છે. અઘાતી કર્મોની સ્થિતિ દેહની સ્થિતિ સુધી જ ટકે છે. ઘાતી કર્મોનો નાશ થવાથી કર્મોના રજકણો કેવળીને જ ચોંટી શકતા નથી. એક સમયે કર્મ બંધાય તો પણ બીજે સમયે વેદાય અને ત્રીજે સમયે તેની નિર્જરા થઈ જાય, આથી અઘાતી કર્મોની સ્થિતિ કેવળીને દેહાયુષ આધીન છે. સંયોગી કેવળીનો દેહ પડે એટલે તેના આત્માનો પુદ્ગલો સાથેનો સંબંધ કાયમમાટેનો તૂટી જાય છે અને તે આત્માનિબંધસિદ્ધ અવસ્થામાં ૧૪મા ગુણસ્થાનકે આવે છે. તે પરિસ્થિતિનું વર્ણન શ્રીમદે નીચે મુજબ ૧૭મી ગાથામાં કર્યું છે. મન, વચન, કાયા ને કર્મની વર્ગણા, છૂટે જહાં સકળ પુદ્ગલ સંબંધ જો, એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો. ૧૭ અર્થાત્, દેહ છૂટતાં મન, વચન, કાયા અને કર્મની વર્ગણા છૂટે અને તેથી કરીને પુદ્ગલો સાથેનો સમગ્ર સંબંધ છૂટે, અને આત્માને અયોગી ગુણસ્થાનક પ્રાપ્ત થાય તેવું સુખદાયક અને બંધનરહિત મહાભાગ્ય મળે, તેવો અપૂર્વ અવસર કયારે આવશે? આત્માએ પુગલો સાથેના તમામ સંબંધો છોડી દીધા અને નિર્લેપસ્થિતિ પ્રાપ્ત કરી. પ્રથમ વખત તેને સંપૂર્ણ રીતે અબંધ સ્થિતિ મળી, આ રીતે શુદ્ધ થયેલ આત્માની વર્તના કેવી હોય તે ૧૮મી ગાથામાં સમજાવતાં શ્રીમદ્ કહે છે : એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો, શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજ પદ રૂપ જો. ૧૮ અર્થાતું, આત્માને કર્મના એક પણ પરમાણુનો સ્પર્શ નથી અને જેને સંપૂર્ણ કર્મ કલંકરહિત નિશ્ચલ સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે તેવું શુદ્ધ, નિરંજન ચૈતન્યમૂર્તિ અને અગુરુલઘુ, અમૂર્ત તેમજ પોતાના સહજ સ્વાભાવિક રૂપમાં સ્થિર હોય તેવું પદ પ્રાપ્ત કરવાનો અપૂર્વ અવસર કયારે આવશે? 2010_04 Page #29 -------------------------------------------------------------------------- ________________ પરમાણુના સ્પર્શરહિત નિશ્ચલ આત્માના ગુણો કેવા હોય છે ? તે શુદ્ધ અને કર્મમલના અંજનરહિત છે. આ આત્મા જ્ઞાનમય હોવાથી ચૈતન્યમૂર્તિ છે કેમ કે જ્ઞાન ચૈતન્ય સ્વરૂપ છે. તે સિદ્ધ સ્વરૂપ હોવાને કારણે અનન્યમય અજોડ છે. તે અગુરુલઘુ એટલે નથી ભારે કે નથી હળવો કારણ કે કર્મબંધન નથી. ભારે હળવાનો વ્યવહાર ચૈતન્યનો નથી, પુદ્ગલનો છે. તે અરૂપી છે અને સ્વાભાવિક આનંદ સ્વરૂપ છે. ત્યારબાદ આ સિદ્ધ આત્મા કેવી સ્થિતિમાં વિરાજે છે? તેનું વર્ણન કરતાં કહે છે : પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી ઊર્ધ્વધ્વગમન સિદ્ધાચલ પ્રાપ્ત સુસ્થિત જો, સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંતદર્શન, જ્ઞાન, અનંત સહિત જો. ૧૯ અર્થાત્, કર્મક્ષય કરવા અત્યાર સુધી કરેલી સાધનાના પૂર્વે કરેલ પ્રયોગના કારણે આત્મા કર્મથી મુક્ત થતાં તેને સ્વાભાવિક ઊર્ધ્વગતિથી સિદ્ધક્ષેત્રમાં પહોંચી ત્યાં અંત વિનાના સમાધિસુખમાં અનંતજ્ઞાન અને અનંતદર્શન સાથે સ્થિર થાય તેવો અપૂર્વ અવસર કયારે આવશે? જીવ અને અજીવ બંને સ્વભાવે ગતિશીલ છે. જે જીવ એટલે આત્મા સ્વભાવથી ઊર્ધ્વગતિ કરે છે અને અજીવ એટલે પુદ્ગલ અધોગતિ કરે છે. પુદ્ગલ-જન્ય કર્મમલના દબાણવાળો અશુદ્ધ આત્મા ગમે તે દિશામાં ગતિ કરે છે. આત્માના શુદ્ધીકરણના જે પ્રયોગો સાધનાકાળમાં થાય છે તે પ્રયોગોનો હેતુ આત્માની તેની સહજ ઊર્ધ્વગતિ કરાવવાનો જ હોય છે. તેથી તે પ્રયોગોને પરિણામે શુદ્ધ થયેલ આત્મા જેવો બંધનથી મુક્ત થાય તેવો ઊર્ધ્વગતિ કરે છે. જેવી રીતે માટીથી લેવાયેલ સૂંબડી માટીનો લેપ હોય ત્યાં સુધી પાણીની અંદર રહે પરંતુ લેપ છૂટો થતાં જ નિર્લેપ સ્થિતિમાં ઊર્ધ્વગતિ કરી પાણીની સપાટી ઉપર તરે, તે રીતે શુદ્ધ અને નિર્લેપ આત્મા બંધનથી મુક્ત થઈને ઊર્ધ્વગતિ કરે અને સિદ્ધાચલમાં સ્થિર થાય, ત્યાં આગળ અનંત “આનંદ સમાધિનાસુખમાં એટલે આત્મ પરિણામની સ્થિરતામાં અનંતજ્ઞાન અને અનંતદર્શન સહિત રહે. આ સુખની શરૂઆત છે. કારણ કે અયોગી-કૈવલ્યની પ્રાપ્તિ પછી શરૂ થયું છે. તેથી તેને “સાદી' કહ્યું પરંતુ તેનો અંત નથી, તેથી અનંત કહ્યું. જ્ઞાન અને દર્શનના અનંત ગુણો કેવળજ્ઞાનમાં સમાઈ જાય છે. તેથી આ સમાધિસુખ અનંત જ્ઞાન અને અનંતદર્શન સહિતનું છે. ૨૮ 2010_04 Page #30 -------------------------------------------------------------------------- ________________ પરંતુ આ અનંતજ્ઞાન દર્શન અને સુખનું વર્ણન વાણીના મર્યાદિત સાધનથી કેવી રીતે થઈ શકે? તેનો ખરો આસ્વાદ તો અનુભવથી જ થાય, તે અંગે ૨૦મી ગાથામાં કહે છે : જે પદ શ્રી સર્વશે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રીભગવાન જો, તેહ સ્વરૂપને અન્યવાણી તે શું કહે? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. ૨૦ અર્થાત્, જે સિદ્ધપદને સર્વજ્ઞ ભગવાને પોતાના જ સ્વાનુભવમાં દીઠું છે પરંતુ ભગવાન પોતે પણ જેનું વર્ણન વાણી દ્વારા કરી શકયા નહીં તે સ્વરૂપને બીજા લોકો તો કેવી રીતે વર્ણવી શકે? તે તો ફક્ત અનુભવગોચર જ્ઞાન છે અને અનુભવે જે સમજાય તેવી સ્થિતિ પ્રાપ્ત કરવાનો અપૂર્વ અવસર કયારે આવશે? આત્મસ્વરૂપ માત્ર અનુભવગોચર છે. તે અમર્યાદ વસ્તુને મર્યાદાવાળી વાણીથી કેમ માપી શકાય? તે તો ફક્ત અનુભવથી જ માપી શકાય. સાકરના સ્વાદનું વર્ણન ગમે તેટલું વિષદ હોય તો પણ તેનો ખ્યાલ આવી શકે નહીં. પરંતુ મોઢામાં મૂકી તે સ્વાદનો અનુભવ થવાથી ક્ષણમાત્રમાં તે શું છે તે જાણી શકાય. ખુદ ભગવાનને પોતાને પણ વાણીનું માધ્યમ ટૂંકું પડ્યું. આચારાંગ સૂત્રમાં જણાવ્યું છે તેમ મુક્તિના સુખમાં રહેનારા જીવોની જે અવસ્થા વર્તે છે તે જણાવવા કોઈ શબ્દ સમર્થ થતા નથી. કોઈપણ કલ્પના દોડી શકતી નથી. અને કોઈની મતિ પહોંચી શકતી નથી. ત્યાં સકળ કર્મરહિત એકલો જીવ સંપૂર્ણ જ્ઞાનમય બિરાજે છે. છેલ્લી ૨૧મી ગાથામાં કાવ્યરચનાનો ઉદ્દેશ અને પોતાની વિનમ્રતા શ્રીમદ્ નીચે પ્રમાણે રજૂ કરે છે. એહ પરમપદપ્રાપ્તિનું કર્યું ધ્યાન જો, ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો, તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુઆજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. ૨૧ ૨૯ 2010_04 Page #31 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્, આવી પરમપદની પ્રાપ્તિની મેં અભિલાષાઓ સેવી છે. જો કે હાલ તો તે મારા ગજા વિનાની અને મનોરથરૂપી વાત છે, તેમ છતાં પણ મને મનમાં ખાત્રી છે કે ઈશ્વરકૃપાથી તે સ્વરૂપને હું પામીશ. આ રીતે જૈન ધર્મના મહાન ભાષ્યકાર, અમોઘ જ્ઞાન, શક્તિ ધરાવનાર, ગુજરાતી ભાષાના મહાન ભક્તકવિ શ્રીમદ્ રાજચંદ્ર વિનીતભાવે પોતાની જાતને ગજા વગરની ગણે છે. પરંતુ કૈવલ્યના પરમપદની પ્રાપ્તિનો તેમનો નિર્ધાર પણ જાહેર કરે છે. આ કાવ્ય શ્રીમદ્રની આંતરિક સ્થિતિને વ્યક્ત કરે છે, છતાં કોઈપણ અધિકારી સાધકને આસ્વાદ્ય બની શકે તેમ છે. તેમાં જે વિકાસક્રમનિરૂપિત થયેલ છે તે જૈનદર્શન મુજબનો હોવા છતાં કોઈપણ મુક્તિગામી જીવને માર્ગદર્શનરૂપ થઈ પડે તેમ છે. શ્રીમદે આ કાવ્યમાં સ્વીકારેલ આદર્શ શ્રી તીર્થંકર પ્રભુનો જ આદર્શ છે. તેમાં છે બાહ્ય તેમજ આંતરગ્રંથિ છૂટવાથી આવતી આત્માની નિગ્રંથ દશા.તે દશામાં આત્માને પ્રવર્તતી ઉદાસીનતા, મન, વચન અને કાયાના યોગની અવિચળ આત્મસ્થિરતા અને છેવટે કર્મક્ષયથી ઉત્પન્ન થતી નિબંધ આત્માની સહજ સ્વતંત્રતા. આત્મિક વિકાસની શ્રીમની આ અભિલાષા દરેક મુમુક્ષુ જીવને ઉત્તરોત્તર ઉચ્ચ ગુણસ્થાને લઈ જાઓ તેવી પ્રાર્થના. શાંતિ શાંતિ...શાંતિ..... ૩) 2010_04 Page #32 -------------------------------------------------------------------------- ________________ જીનવર કહે છે જ્ઞાન તેન જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં. તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં એ પૂર્વ સર્વ કહ્યા વિશેષે, જીવ કરવા નિર્મળો, જીનવ૨ કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો (૧) નહિ ગ્રંથમાંહી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિ કવિ ચાતુરી, નહિ મંત્ર-તંત્રે જ્ઞાન ભાષ્યો, જ્ઞાન નહિ ભાષા ઠરી નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાની માં કળો જીનવ૨ કહે છે શાન તેને સર્વ ભવ્યો સાંભળો (૨) આ જીવ ને આ દેહ એવો, ભેદ જો ભાસ્યો નહીં પચખાણ કીધાં ત્યાં સુધી, મોક્ષાર્થ તે ભાખ્યાં નહીં એ પાંચમે અંગે કહ્યો, ઉપદેશ કેવળ નિર્મળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો (૩) કેવળ નહીં બ્રહ્મચર્યથી કેવગળ નહીં સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કળો જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો (૪) શાસ્ત્રો વિશેષ સહિત પણ જો, જાણિયું નિજ રૂપને કી તેહવો આશ્રય કરજો, ભાવથી સાચા મને તો જ્ઞાન તેને ભાખીયું, જો સમ્મતિ આદિ સ્થળો જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો (૫) આ ગાથા સંપૂર્ણપણે ઉપલબ્ધ નથી. પરંતુ ફક્ત બાહ્યાચારથી સંયમ પાળવામાં આવે તો તે જ્ઞાન નથી તેવો ભાવ છે. 2010_04 ૩૧ Page #33 -------------------------------------------------------------------------- ________________ આઠ સમિતિ જાણીએ જો, જ્ઞાનીના પરમાર્થથી તો જ્ઞાન ભાખ્યું તેહને, અનુસાર તે મોક્ષાર્થથી, નિજ કલ્પનાથી કોટિ શાસ્ત્રો, માત્ર મનનો આમળો જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો (૬) ચાર વેદ પુરાણ આદિ, શાસ્ત્ર સૌ મિથ્યાતવના શ્રીનંદી સુત્રે ભાખિયા છે, ભેદ જયાં સિદ્ધાંતના પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં, એજ ઠેકાણે ઠરો જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો (૭) વ્રત નહીં, પચખાણ નહીં, નહિ ત્યાગ વસ્તુ કોઈનો મહાપદ્મ તિર્થંકર થશે, શ્રેણિક ઠારંગ જોઈ લ્યો છેદયો અનંતા....* જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો (નોંધઃ સાચું જ્ઞાન કોને કહેવાય તે બાબત શ્રીમદ્જીએ આ કાવ્યમાં "સંમતિ તર્ક", "નંદીસૂત્ર", "ઠાણાંગ સૂત્ર" વગેરે અસલ સૂત્રોના નિર્દેશ સાથે મિમાંસા કરી છે અને કહ્યું છે કે "આ જીવ અને આ દેહ એવો ભેદ જો ભાસ્યો નહીં" તો ફક્ત વ્રત તથા પચખાણ લેવાથી, કે ગ્રંથો વાંચવાથી કે વિવિધ પ્રકારના ત્યાગ કરવાથી જ માત્ર જ્ઞાન પ્રાપ્ત થતું નથી. જ્ઞાન મેળવવા આત્મશુધ્ધિની જરૂર રહે છે અને આત્મશુધ્ધિ ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે જડ અને ચેતન – જીવ અને અજીવ - વચ્ચેનો ભેદ સમજાય. આખા કાવ્યમાં આંતરિક ભાવો ઉપર વજન મુકવામાં આવેલ છે અને છેલ્લે તેના દાખલા રૂપે "ઠાણાંગ સૂત્ર"નો નિર્દેશ કરીને કહ્યું કે, શ્રેણિક રાજાને કોઈ વ્રત કે પચખાણ નહોતા, પરંતુ તેના આંતરિક ભાવોને પરિણામે તે આવતી ચોવીસીમાં "મહાપદ્ય" નામના તિર્થંકર થશે.) * આ કાવ્યની અંતિમ બે ગાથાઓ ઉપલબ્ધ નથી. ૩૨ 2010_04 Page #34 -------------------------------------------------------------------------- ________________ લેખક પરિચય 2. આ પુસ્તિકાના કાવ્યના વિવેચક શ્રી યંબકલાલ ઉ. મહેતા (ઉ.વ.૮૭ વર્ષ) હિમાચલ હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ છે અને પોતાની નિવૃત્તિ બાદ ગુજરાતના જાહેર પ્રશ્નોમાં સક્રિય રસ લે છે. નિવૃત્તિ બાદ તેમની મુખ્ય પ્રવૃત્તિ વાચન-લેખનની રહેલ છે. હાલ તેઓ મુનિશ્રી સંતબાલજીએ પંચાવન વરસ પહેલાં સ્થાપેલ ભા. ન. પ્રા. સંઘના પ્રમુખ છે. તેઓ મુનિશ્રી સંતબાલજીએ શરૂ કરેલ " વિશ્વવાત્સલ્ય " માસિકના સંપાદક મંડળના સભ્ય છે અને વિશ્વમાં પ્રચલિત ધર્મોના તેમજ ખાસ કરીને જૈનદર્શનના અભ્યાસી છે. આ પુસ્તિકા ઉપરાંત તેમની રચનાઓ નીચે મુજબ છે : 1. પાથ ઓફ અહેતુ (અંગ્રેજીમાં) જૈનદર્શનના મૂળભૂત સિદ્ધાંતોની વૈજ્ઞાનિક દૃષ્ટિએ સમજૂતી. સંતબાલ - એ સેઈન્ટ વીથ આ ડિફરન્સ (અંગ્રેજી) મુનિશ્રી સંતબાલજીનું જીવન તથા પ્રેરક પ્રસંગો. સંતબાલ, એક અનોખી માટીના સંત - ઉપરના પુસ્તકનો ગુજરાતી અનુવાદ - અનુવાદક શ્રી મગનભાઈ પટેલ. આનંદઘન સ્તવનો (ગુજરાતી) - અવધૂત શ્રી આનંદઘનજીએ બાવીસ તીર્થંકર ઉપર રચેલ સ્તવનોનું વિવેચન. ઉત્તરાધ્યયન - સાર - ભગવાન મહાવીરે આપેલ અંતિમ ઉપદેશની ગાથાઓ અંગેનું વિવેચન. જૈનદર્શનની રૂપરેખા - જૈનદર્શનના દરેક પાયાના સિદ્ધાંતોની સાદી સમજ. વોટ ઈઝ જૈનીઝમ (અંગ્રેજી) - પ્રશ્નોત્તરી રૂપે જૈન સિદ્ધાંતોની અંગ્રેજી ભાષામાં સમજ. 8. બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ (અંગ્રેજી) આ કાનૂનની અંગ્રેજીમાં કાનૂની દૃષ્ટિએ વકીલો તથા કોર્ટોને ઉપયોગી ટીકા. 9. ઇસ્લામનું રહસ્ય સૂફીઝમ (ગુજરાતી) નીચેની રચનાઓ પ્રકાશિત કરવાની યોજના છે. (1) અનેકાન્તવાદની જીવનમાં ઉપયોગિતા. (2) વંદિતુ પ્રતિક્રમણ-સૂત્ર - મુનિશ્રી સંતબાલજીનું પદ્યાંતર - તેની સમજૂતી, (3) સામાયિક સૂત્ર. (4) ગુજરાતની અસ્મિતા (આદિકાળથી શરૂ કરી મરાઠાકાળ સુધીનો ગુજરાતનો ઇતિહાસ) (5) સોક્રેટિસ પૂર્વેના ગ્રીક ફિલસૂફો. 2010_04