________________
મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ મોહ ગુણસ્થાન જો, અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જો. ૧૪ અર્થાત્, મોહરૂપી સ્વયંભૂ રમણ નામનો સમુદ્ર તરી જઈ ક્ષીણમોહ નામના બારમા ગુણસ્થાને પહોંચવું અને તે ભૂમિકાના અંત સમયે સંપૂર્ણપણે વીતરાગ બની આત્માનો કેવળજ્ઞાનરૂપી ભંડાર પ્રાપ્ત કરું તેવો અપૂર્વ અવસર કયારે આવશે ?
સ્વયંભૂરમણ સમુદ્રની કલ્પના એવી છે કે જંબુદ્વીપની આસપાસ અસંખ્યાત્ દ્વીપો તથા સમુદ્રોની પરંપરા છે. તેમાં સૌથી છેલ્લો સ્વયંભૂ રમણ સમુદ્ર છે. તેના વિસ્તાર અસંખ્યાત યોજનોનો છે. તેવા વિશાળ સમુદ્રને તરવા માટે જે ભગીરથ પ્રયત્નની જરૂર પડે તેવા ભગીરથ પ્રયત્નની જરૂર મોહનીય કર્મના સમુદ્રને પાર કરવા માટે પડે, પરંતુ પૂ. કાનજીસ્વામી કહે છે તેમ “જેમ મોહ મહાસમુદ્ર જેવો છે તેમ મારામાં (મારા આત્મામાં) તેનાથી પણ અનંત ગણી બેહદ શક્તિ છે તેથી હું આત્મામાં બેહદ સ્થિરતાને વધારું કે જેથી મોહ સર્વથા ટળી જાય અને હું જેવો શુદ્ધ પવિત્ર જ્ઞાનદાન છું તેવો થઈ રહું, સ્વરૂપમાં અતિ સાવધાની રાખું કે જેથી ચારિત્ર મોહનો સ્વયંમેવ સર્વથા ક્ષય થઈ જાય.’ ક્ષીણમોહ નામના ગુણસ્થાનના અંત ભાગે સાધક પહોંચી જાય ત્યારે સંપૂર્ણપણે વીતરાગી બની આત્મા કેવળજ્ઞાન અને કેવળ દર્શનરૂપ અમૂલ્ય ભંડાર પ્રાપ્ત કરે છે. કેવળજ્ઞાનની સમજ આપતાં શ્રીમદે કહ્યું છે :
“જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું તેને કેવળજ્ઞાન, જ્ઞાની પુરુષોએ કહ્યું છે અને તે જ્ઞાનમાં મુખ્ય તો આત્મસ્થિતિ, આત્મસમાધિ કહ્યાં છે.’
“આત્મા જ્યારે અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિ ભજે તેનું નામ કેવળ જ્ઞાન મુખ્યપણે છે. સર્વ પ્રકારના રાગદ્વેષનો અભાવ અત્યંત શુદ્ધ જ્ઞાનની સ્થિતિ વખતે પ્રગટવા યોગ્ય છે. તે સ્થિતિમાં જે કાંઈ જાણી શકાય તે કેવળ જ્ઞાન છે.
71
“આત્માને વિશેથી સર્વ પ્રકારનો અન્ય અધ્યાસ ટળી સ્ફટિકની પેઠે આત્મા અત્યંત શુદ્ધતા ભજે તે કેવળજ્ઞાન છે.”
આવું કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટે આત્માનું ચૈતન્યમય સ્વરૂપ પ્રગટાવવાની જરૂર રહે છે. તે ચૈતન્યમય સ્વરૂપની જ્યોતિ ત્યારે જ પ્રગટે જ્યારે તેને આવરણ કરી રહેલ કર્મોની સર્વાંશે નિર્જરા થાય.
આઠ પ્રકારનાં મુખ્ય કર્મો છે, જેના આવરણને દૂર કરવાના આત્માના
Jain Education International 2010_04
૨૫
For Private & Personal Use Only
www.jainelibrary.org