________________
પ્રયત્નો હોવા જોઈએ. તે આઠ મુખ્ય કર્મો છે : જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, આયુષ્ય, નામ ગોત્ર અને વેદનીય. એમાંના પ્રથમ ચાર ઘાતી કર્મ કહેવાય છે. કેમ કે તેમની હસ્તી આત્માની ચૈતન્યમય સ્થિતિને બાધક છે. આ ચાર ઘાતી કર્મોનો ક્ષય થયે સાધક ૧૩માં ગુણસ્થાને પહોંચે છે. તે ગુણસ્થાનને સંયોગી કેવળી'ના નામથી ઓળખાય છે. આ ગુણસ્થાને પહોંચેલ સાધકની સ્થિતિનું વર્ણન ૧૫મી ગાથામાં નીચે મુજબ શ્રીમદે કહ્યું છે :
ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં, ભાવના બીજતણો આત્યંતિક નાશ જો, સર્વ ભાવજ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા,
કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો. ૧૫ અર્થાતુ, ચાર ઘનઘાતી કર્મોનો ક્ષય થયો હોય અને તેથી કરીને ભવના બીજનો પણ સર્વાશ નાશ થયો હોય અને પરિણામે આત્મા પરમ વિશુદ્ધ બનતાં ફક્ત જ્ઞાતા દ્રષ્ટાભાવે બધે પ્રવર્તે તથા અનંત વીર્ય પ્રગટવાથી પ્રભુ સ્વરૂપ બની ધન્યતા અનુભવે તેવો અપૂર્વ અવસર કયારે આવશે?
ચાર ઘનઘાતી કર્મો કયાં કયાં છે તેનું વર્ણન ઉપર આવી ગયું. આત્મના જ્ઞાન તથા દર્શનને આવરે તે જ્ઞાનાવરણીય અને દર્શાનાવરણીય કર્મ કહેવાય. અંતરાય કર્મ આત્માનું આવરણ નથી, પરંતુ આત્માના વીર્યબળને રોકે છે, અંતરાયરૂપ બને છે. મોહનીય કર્મ આત્માના ગુણને મૂચ્છિત કરે છે, વિકળ કરે છે. ચારે ઘાતી કર્મમાં મોહનીય કર્મ ઘણું જ ચીકટ અને બળવાન છે. આવાં બધાં જ ઘાતી કર્મોનો વ્યવચ્છેદ એટલે નાશ થાય ત્યારે ભવના બીજનો પણ નાશ થાય, કારણ કે તે કર્મો જ ભવફેરાના કારણરૂપ છે. આ રીતે ઘાતી કર્મો તથા ભવબીજનો નાશ થયા બાદ જે બાકી રહે છે તે શુદ્ધ ચૈતન્યમય આત્મજ્ઞાન છે. સર્વભાવોનો ફક્ત જ્ઞાતા અને દ્રષ્ટા જ બની રહે છે.
આ સ્થિતિ એ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હોવા છતાં કેવળીને મન, વચન અને કાયાનો યોગ સૂક્ષ્મ રીતે ચાલુ રહે છે. કેમ કે તે હજુ શરીરધારી છે. શરીરધારી હોવાથી તેને સંયોગી કેવળી કહે છે. સંયોગી કેવળી હોવાથી તેને બાકીનાં અઘાતી કર્મો ખપાવવાનાં રહે છે. તે વખતની સ્થિતિનું વર્ણન ૧૬મી ગાથામાં નીચે મુજબ છે :
વેદનીય યાદી ચાર કર્મ વર્તે જહાં, બળી સિંદરીવત્ આકૃતિ માત્ર જો તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે,
આયુષ્યપૂર્ણ મટીએ દૈહિક પાત્ર જો. ૧૬ અર્થાત્, ચાર ઘનઘાતી કર્મો -વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર બળેલ
૨૬
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org