________________
સીંદરીની પેઠે માત્ર આકારરૂપે જ રહે અને તે પણ દેહનું આયુષ્ય રહે ત્યાં સુધી જ રહે. તે આયુષ્ય પૂરું થયે દેહને ફરીથી ધારણ કરવાનો રહે નહીં, એવો અપૂર્વ અવસર કયારે આવશે?
કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી સંયોગી કેવળીને ફક્ત ઘાતી કર્મોનો ભોગવટો કરવાનો જ બાકી રહે છે. અઘાતી કર્મોની સ્થિતિ દેહની સ્થિતિ સુધી જ ટકે છે. ઘાતી કર્મોનો નાશ થવાથી કર્મોના રજકણો કેવળીને જ ચોંટી શકતા નથી. એક સમયે કર્મ બંધાય તો પણ બીજે સમયે વેદાય અને ત્રીજે સમયે તેની નિર્જરા થઈ જાય, આથી અઘાતી કર્મોની સ્થિતિ કેવળીને દેહાયુષ આધીન છે.
સંયોગી કેવળીનો દેહ પડે એટલે તેના આત્માનો પુદ્ગલો સાથેનો સંબંધ કાયમમાટેનો તૂટી જાય છે અને તે આત્માનિબંધસિદ્ધ અવસ્થામાં ૧૪મા ગુણસ્થાનકે આવે છે. તે પરિસ્થિતિનું વર્ણન શ્રીમદે નીચે મુજબ ૧૭મી ગાથામાં કર્યું છે.
મન, વચન, કાયા ને કર્મની વર્ગણા, છૂટે જહાં સકળ પુદ્ગલ સંબંધ જો, એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું,
મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો. ૧૭ અર્થાત્, દેહ છૂટતાં મન, વચન, કાયા અને કર્મની વર્ગણા છૂટે અને તેથી કરીને પુદ્ગલો સાથેનો સમગ્ર સંબંધ છૂટે, અને આત્માને અયોગી ગુણસ્થાનક પ્રાપ્ત થાય તેવું સુખદાયક અને બંધનરહિત મહાભાગ્ય મળે, તેવો અપૂર્વ અવસર કયારે આવશે?
આત્માએ પુગલો સાથેના તમામ સંબંધો છોડી દીધા અને નિર્લેપસ્થિતિ પ્રાપ્ત કરી. પ્રથમ વખત તેને સંપૂર્ણ રીતે અબંધ સ્થિતિ મળી, આ રીતે શુદ્ધ થયેલ આત્માની વર્તના કેવી હોય તે ૧૮મી ગાથામાં સમજાવતાં શ્રીમદ્ કહે છે :
એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો, શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય,
અગુરુલઘુ અમૂર્ત સહજ પદ રૂપ જો. ૧૮ અર્થાતું, આત્માને કર્મના એક પણ પરમાણુનો સ્પર્શ નથી અને જેને સંપૂર્ણ કર્મ કલંકરહિત નિશ્ચલ સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે તેવું શુદ્ધ, નિરંજન ચૈતન્યમૂર્તિ અને અગુરુલઘુ, અમૂર્ત તેમજ પોતાના સહજ સ્વાભાવિક રૂપમાં સ્થિર હોય તેવું પદ પ્રાપ્ત કરવાનો અપૂર્વ અવસર કયારે આવશે?
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org