________________
કાયાના યોગમાં આત્મસ્થિરતા, રાગદ્વેષરહિતપણું પ્રમાદરહિતપણું, કષાયજય, સર્વમાં સમભાવ, આ આદિ ગુણો ઈચ્છયા છે.
ઉત્તરાર્ધના ત્રણ વિભાગ પાડી શકાય : (૧) ક્ષપક શ્રેણી (૨) કેવળજ્ઞાન (૩) મોક્ષ. ક્ષપક શ્રેણીમાં કર્મોનો ક્ષય થાય છે તેથી તે ફરી કદી ઉદયમાં આવી શકતી નથી. આત્મા શ્રેણી ચડવા લાગે એટલે કે નિસ્વરૂપમાં સ્થિર થાય ત્યારથી શરૂ થયેલ વિકાસ કેવળ જ્ઞાનની પ્રાપ્તિએ અટકે છે. ૧૩મી ગાથામાં ક્ષપક શ્રેણીની ઇચ્છા કરતાં શ્રીમદ્ કહે છે :
એમ પરાજય કરીને ચારિત્ર મોહનો, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જો, શ્રેણી ક્ષપકતણી કરીને આરૂઢતા,
અનન્ય ચિંતન અતિશય શુદ્ધસ્વભાવ જો. ૧૩ અર્થાત્, ઉપર પ્રમાણે ચારિત્ર મોહ કર્મને જીતીને અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાને આવું અને ત્યાંથી ક્ષપકશ્રેણીના માર્ગે આરૂઢ થઈને અનન્ય ચિંતન દ્વારા મારા આત્મિક અતિશય શુદ્ધ સ્વભાવને પ્રાપ્ત કરું તેવો અપૂર્વ અવસર કયારે આવશે?
આઠમા ગુણસ્થાનકને “અપૂર્વકરણ' કહે છે. એટલે પૂર્વે કદી ન થયેલ હોય તેવી આત્માની અવસ્થા, આત્મશુદ્ધિનો અનુભવ, આત્માના વિકાસક્રમમાં મોહનીય કર્મનો નાશ અગત્યની ભૂમિકા ભજવે છે. મોહનીય કર્મનો સંપૂર્ણ નાશ ન હોય તેવો સાધક ઉપશમ શ્રેણીમાં ગણાય છે. તે મોહનીય કર્મને ઉપશમાવતો આગળ વધે છે પરંતુ મોહનીય કર્મની હસ્તી તેના પતનનું કારણ બને છે અને અંતિમ કક્ષા એટલે કે કૈવલ્યની પ્રાપ્તિમાં તેને ઢીલ થાય છે. પરંતુ મોહનીય કર્મનો સંપૂર્ણ નાશ થયો છે તેવો ક્ષપક શ્રેણીનો સાધક પોતાના અનન્ય ચિંતન દ્વારા તથા એકાગ્ર ચિત્તની વિચારધારાની રૂપે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. ૮થી ૧૨ ગુણસ્થાનોએ કજીવ બહુ અલ્પ સમય રહે છે. આઠ પછીના પ્રત્યેક ગુણસ્થાને જીવ ચિંતન દ્વારા જ ચડે છે. સાધક જેમ જેમ પોતાના સ્વરૂપમાં લીન થતો જાય તેમ તેમ ગુણસ્થાન ચડતો જાય છે.
આ રીતે સાધક મોહનીય કર્મનો સંપૂર્ણ નાશ સિદ્ધ કરવા સમર્થ બને છે ત્યારે ૧૨માં ગુણસ્થાને પહોંચે છે. બારમા ગુણસ્થાનને “ક્ષીણમોહ' કહેવાય છે. ત્યારની આત્મદશાનું વર્ણન ૧૪મી ગાથામાં નીચે મુજબ આવે છે.
૨૪
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org