________________
પરંતુ આ અનંતજ્ઞાન દર્શન અને સુખનું વર્ણન વાણીના મર્યાદિત સાધનથી કેવી રીતે થઈ શકે? તેનો ખરો આસ્વાદ તો અનુભવથી જ થાય, તે અંગે ૨૦મી ગાથામાં કહે છે :
જે પદ શ્રી સર્વશે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રીભગવાન જો, તેહ સ્વરૂપને અન્યવાણી તે શું કહે?
અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. ૨૦ અર્થાત્, જે સિદ્ધપદને સર્વજ્ઞ ભગવાને પોતાના જ સ્વાનુભવમાં દીઠું છે પરંતુ ભગવાન પોતે પણ જેનું વર્ણન વાણી દ્વારા કરી શકયા નહીં તે સ્વરૂપને બીજા લોકો તો કેવી રીતે વર્ણવી શકે? તે તો ફક્ત અનુભવગોચર જ્ઞાન છે અને અનુભવે જે સમજાય તેવી સ્થિતિ પ્રાપ્ત કરવાનો અપૂર્વ અવસર કયારે આવશે?
આત્મસ્વરૂપ માત્ર અનુભવગોચર છે. તે અમર્યાદ વસ્તુને મર્યાદાવાળી વાણીથી કેમ માપી શકાય? તે તો ફક્ત અનુભવથી જ માપી શકાય. સાકરના સ્વાદનું વર્ણન ગમે તેટલું વિષદ હોય તો પણ તેનો ખ્યાલ આવી શકે નહીં. પરંતુ મોઢામાં મૂકી તે સ્વાદનો અનુભવ થવાથી ક્ષણમાત્રમાં તે શું છે તે જાણી શકાય. ખુદ ભગવાનને પોતાને પણ વાણીનું માધ્યમ ટૂંકું પડ્યું. આચારાંગ સૂત્રમાં જણાવ્યું છે તેમ મુક્તિના સુખમાં રહેનારા જીવોની જે અવસ્થા વર્તે છે તે જણાવવા કોઈ શબ્દ સમર્થ થતા નથી. કોઈપણ કલ્પના દોડી શકતી નથી. અને કોઈની મતિ પહોંચી શકતી નથી. ત્યાં સકળ કર્મરહિત એકલો જીવ સંપૂર્ણ જ્ઞાનમય બિરાજે
છે.
છેલ્લી ૨૧મી ગાથામાં કાવ્યરચનાનો ઉદ્દેશ અને પોતાની વિનમ્રતા શ્રીમદ્ નીચે પ્રમાણે રજૂ કરે છે.
એહ પરમપદપ્રાપ્તિનું કર્યું ધ્યાન જો, ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો, તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુઆજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. ૨૧
૨૯
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org