________________
વિભાવનો એટલે કે મન, વચન અને કાયા સાથેના યોગનો પ્રસંગ રહેવાનો જ. પરંતુ તેવા યોગના પ્રસંગને સંક્ષિપ્ત એટલે કે ટૂંકો બનાવીને મૃત્યુપર્યત વર્તવાનો અહીં ભાવ છે. સામાન્ય માણસને મન, વચન અને કાયાનો યોગ નિરંકુશપણે વર્તાતો હોય છે પરંતુ જ્ઞાનીનું જીવન વિવેકપૂર્ણ હોવાથી તેમ હોતું નથી. જ્ઞાની મન, વચન અને કાયા સાથેનો યોગ મર્યાદિત બનાવે છે અને કર્મનો ઉદય થાય ત્યારે ત્યારે પણ આત્મજાગૃતિ કાયમ રાખવાના પ્રયત્ન કરે છે. આથી જ્ઞાનીને ચિત્તની સ્થિરતા ચાલુ રહે છે અને તે સ્થિરતા ઘોર ઉપસર્ગ કે પરિષહોના ભયે કરીને પણ ન તૂટે તેવો તેનો પ્રયત્ન રહે છે. કર્મ વિપાક થાય અને દુઃખ સહન કરવાનો સમય આવે ત્યારે મન, વચન અને કાયાના પરિષહોથી ચલાયમાન થવાને બદલે જ્ઞાની એમ સમજે છે કે સંચિત થયેલ કર્મોને ખપાવવાની તક મળી છે, તે જતી ન કરવી. આ રીતે આત્મસ્વભાવમાં સ્થિર રહીને જ્ઞાની નૂતન કર્મોનું તો ઉપાર્જન નથી કરતા પરંતુ સંચિત થયેલ કર્મોની પણ નિર્જરા કરે છે. '
જ્યાં સુધી આત્માને કૈવલ્યની પ્રાપ્તિ ન થાય અને જ્યાં સુધી સંસારનું ભ્રમણ ચાલુ છે ત્યાં સુધી “આત્મસ્થિરતા'નું સાતત્ય સંપૂર્ણપણે જાળવી શકાતું નથી, અને આત્મા પ્રગતિને પંથે હોવા છતાં કોઈવાર આગળ વધે છે અને કોઈવાર પાછો પડે છે. આ રીતે પાંચમ, છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનક વચ્ચે આત્મા ઝોલાં ખાય છે. પાંચમું ગુણસ્થાનક દેશ વિરતિ સમ્યગૃષ્ટિનું છે જેમાં અલ્પાંશે વિરતિ એટલે ત્યાગવૃત્તિ હોય છે. છઠ્ઠ ગુણસ્થાનક પ્રમત્ત સંયત કહેવાય છે, તેમાં જીવ સર્વવિરતિ ગ્રહણ કરતો છતાં અપ્રમત્ત (પ્રમાદરહિત)નું જીવન જીવી શકતો નથી. સાતમું ગુણસ્થાનક “અપ્રમત્ત સંયત’ પ્રમાદરહિતના ત્યાગની ભૂમિકાનું છે. આત્મા જયારે આવી જુદી જુદી ભૂમિકાઓમાં વર્તે છે ત્યારે અને અહીંથી તહીં ઝોલાં ખાય ત્યારે સંપૂર્ણ આત્મસ્થિરતા ન પ્રવર્તે તેવી સ્થિતિ પણ આવે ત્યારે નિરાશ ન થતાં કેવી ચર્યા રાખવી તે સમજાવતાં શ્રીમદ્ પાંચમી ગાથામાં કહે છે:
સંયમના હેતુથી યોગ પ્રવર્તના, સ્વરૂપ લક્ષે જિન આજ્ઞા અધીન જો, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં,
અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો. પ અર્થાત: માણસ આત્મસ્થિરતામાં જ્યારે સતત અને એકધારા પ્રવાહન રહી શકે ત્યારે મન, વચન અને કાયાના કર્મજન્ય યોગની પ્રવૃત્તિ તો તેને રહેવાની જ, પરંતુ તે વખતે જિનેશ્વર દેવની આજ્ઞા અનુસાર એટલે કે તે આજ્ઞાનું આલંબન
૧૭
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org