________________
શ્રદ્ધા એટલે સમ્યગ્દર્શન. તે શ્રદ્ધા આવ્યેથી માણસને અનુભવ થાય છે કે શરીર અને આત્મા જુદાં છે. અને આત્માનું સ્વરૂપ કેવળ ચિદાનંદરૂપ અને જ્ઞાનમય છે. આ જાતનું જ્ઞાન થયા બાદ માણસ ક્રિયાશીલ બને છે અને સંવર તથા નિર્જરાના આલંબનથી કર્મક્ષય કરી મોક્ષને પામે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે ઃ
‘“ના દંસણિસ્સ નાણું’’ દર્શન વિના જ્ઞાન નથી, “નાણેણ વિણા ન હુતિ ચરણગુણા ’’ – જ્ઞાન વિના ચારિત્ર નથી, “અગુણિસ્સ નત્થિ મોખ્ખો,’ ચારિત્ર વિના મુક્તિ નથી, “નત્થિ અમોક્સસ નિવ્વાણું” અને મુક્તિ વિના નિર્વાણ નથી.
આ રીતે સમ્યગ્દર્શન આત્મવિકાસનો પાયો છે. શ્રીમદે આ અંગે કહ્યું છે કેઃ ‘હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુરૂપ સમ્યગ્દર્શન ! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો, અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવો તારા આશ્રય વિના અનંત દુઃખને અનુભવે છે. તારા પરમ અનુગ્રહથી સ્વરૂપમાં રુચિ થયે પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે નિશ્ચય આવ્યો, કૃતકૃત્ય થવાનો માર્ગ ગ્રહણ થયો.
આ રીતે આત્માને સમ્યગ્દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ ચારિત્ર પ્રાપ્ત થયા બાદ અને આત્માના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન વર્તવાનું શરૂ થયા બાદ આત્મા ક્રમે ક્રમે કેવી રીતે પ્રગતિ કરે છે, તે હવે પછીની નવ ગાથાઓમાં શ્રીમદ્ દર્શાવે છે. આત્માના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન રહેવાથી અને તે કાયમ બનવાથી જ્યાં સુધી શ૨ી૨ ૨હે ત્યાં સુધી આત્મસ્થિરતા કેવી રીતે રહે તે દર્શાવતાં ચોથી ગાથામાં શ્રીમદ્ કહે છે :
આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહપર્યંત જો, ઘોર પરિષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહિ તે સ્થિરતાનો અંત જો. ૪
અર્થાત્ : ત્રણે યોગના એટલે કે મન, વચન અને કાયાના આત્મા સાથેના યોગના સંક્ષિપ્ત એટલે મર્યાદિત ભાવરૂપ આત્મસ્થિરતા દેહપર્યંત એટલે જીવનપર્યંત રહે અને તે એટલી પ્રબળ રહે કે ગમે તેવા ઘોર પરિષહ કે ઉપસર્ગના ભયથી ડગી શકે નહીં તેવી સ્થિતિ મારા જીવનની થાય તેવો અપૂર્વ અવસર કયારે આવશે ?
આત્માની સ્વભાવ દશા એટલે સ્થિરતા. આત્મા વિભાવમાં જાય એટલે કર્મબંધન ઉપાર્જિત કરે, દેહધારી આત્મા જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી તેને
Jain Education International 2010_04
૧૬
For Private & Personal Use Only
www.jainelibrary.org