________________
બીજી ગાથામાં શ્રીમદ્ સમ્યગદર્શન પ્રાપ્ત કરવા માટેના લક્ષણો કહ્યાં છે. આત્મા આ લક્ષણોને પ્રાપ્ત કરીને નિગ્રંથ સ્થિતિને પામે છે. તે લક્ષણો કેવાં છે?
સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કહ્યું નહિ,
દેહે પણ કિંચિત્ મૂર્છા નવ જોય જો. ર અર્થાત્ સર્વભાવ એટલે કે રાગદ્વેષ, મોહ વગેરે કષાયભાવ. પરભાવ પ્રત્યે ઉદાસીનતા ધારણ કરી, દેહ ફક્ત સંયમના હેતુ માટે જ ધારણ કરતો હોઉં કે જેથી સર્વભાવથી આ ઔદાસીન્યવૃત્તિ રાખવાનું સરળ બને, ફક્ત આ હેતુને સિદ્ધ કરવા સિવાયના બીજા કોઈપણ કારણસર બીજી કોઈ વસ્તુ મને ખપે નહીં અને મારા આ દેહ પ્રત્યે મમત્વભાવ કે મૂચ્છભાવ ન રહે તેવી નિગ્રંથદશાને હું પ્રાપ્ત કરે તેવો અપૂર્વ અવસર કયારે આવશે?
સંસાર પ્રત્યેનો મોહ કે પ્રીતિ ઓછી થવા માંડે તે સ્થિતિથી શરૂ કરી મોહનો સંપૂર્ણ નાશ થાય ત્યાં સુધીની જીવનઅવસ્થાના મુખ્ય ત્રણ ભાગો છે:
૧. વૈરાગ્ય, ૨. ઉદાસીનતા, ૩. વીતરાગતા.
વૈરાગ્યમાં અરુચિનું તત્ત્વ છે. મોહનો અભાવ થવાથી શરૂઆત થાય ત્યારે સાંસારિક ભાવો પ્રત્યે અરુચિ જન્મે છે. અરુચિ તે રુચિનું નકારાત્મક સ્વરૂપ છે તેથી તે આદર્શ પરિસ્થિતિનું નિર્માણ નથી કરતી. નિગ્રંથ સ્થિતિ માટે રુચિ કે અરુચિનો અભાવ જોઈએ. રુચિ હકારાત્મક ગ્રંથિ છે તો અરુચિ નકારાત્મક ગ્રંથિ છે. તે બંને ગ્રંથિઓ તોડવા માટે જરૂર છે ઉદાસીનતા ઉદ્+આસીનતા= ઉદાસીનતા. ઉદ્ એટલે ઊંચે અને આસીનતા એટલે બેઠક. રાગદ્વેષ વગેરે કષાયોથી ઊંચે ઊઠવું, રુચિઅરુચિથી પર થઈ જવું તેને ઉદાસીનતા કહે છે. એટલે સમ્યગ્દર્શન અને સમ્યગ્રજ્ઞાનની ઝાંખી થયા પછી, શુભ કર્મના ઉદયથી સુખસાધનો પ્રાપ્ત થાય તો આત્માને તેનાથી હર્ષ ન થાય, અને અશુભ કર્મના ઉદયથી દુઃખદાયકસંયોગો પ્રાપ્ત થવાથી શોક ન થાય. શુભનો ઉદય તેમજ અશુભનો ક્ષય તે બંને પ્રત્યે આત્માની ઉદાસીનવૃત્તિ હોય ત્યારે જીવ (આત્મા) ઉદાસીનતાની અવસ્થામાં પ્રવેશે છે. ત્યાંથી આગળ વધી જ્યારે રાગદ્વેષનો સંપૂર્ણ અભાવ થાય અને આત્મા જ્યારે કેવળ જ્ઞાતા દ્રષ્ટાની સ્થિતિને પ્રાપ્ત કરે ત્યારે તે વીતરાગતાને પ્રાપ્ત કરે છે. વૈરાગ્ય (વિભાગ) અને વીતરાગતાનો ભેદ સમજવા જેવો છે. વૈરાગ્યમાં વિપરીત રાગ છે, અરુચિનો ભાવ છે, એટલે કે તેમાં રાગનો સંપૂર્ણ નાશ નથી પણ કંઈક અંશે વિપરીત રાગનો
૧૪
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org