________________
સ્થિતિમાંથી આત્મા વિકાસ પામતો છેલ્લે ચૌદમા ગુણસ્થાનકે પહોંચે ત્યારે મન, વચન અને કાયાના યોગને રૂંધીને સર્વ કર્મોનો ક્ષય કરી મુક્તિને પામે છે. આ ચૌદમા સ્થાનકે “અયોગી કેવળી' કહેવાય છે. અહીં મન, વચન અને કાયાનો યોગ (જોડાણ) નથી રહેતો, અને આત્માનો ફક્ત જ્ઞાતા દ્રષ્ટાનો જ ભાવ રહે છે. તેમ જ કેવળ જ્ઞાન પ્રાપ્ત હોય છે તેથી તે આત્મા “અયોગી કેવળી કહેવાય છે.
૨૧ ગાથાના આ કાવ્યના બે ભાગ પાડયાં છે. પૂર્વ ભાગ ૧૨ કડીનો અને ઉત્તરાર્ધ ભાગ નવ કડીનો. પહેલા ભાગમાં નિગ્રંથ થવાની ભાવના, નિગ્રંથનાં લક્ષણો, સમ્યગદર્શન અને નિગ્રંથના આત્મચરિત્રનું વર્ણન છે અને ઉત્તરાર્ધમાં ક્ષપકશ્રેણી એટલે કર્મના ક્ષયનો ઉપક્રમ કેવળજ્ઞાન અને મોક્ષનું વર્ણન આપેલ છે.
કાવ્યનો પ્રારંભ ચોથા ગુણસ્થાનકે રહેલ આત્માની ભાવનાથી થાય છે. ભાવના નિગ્રંથ થવાની છે. નિર્ગથ એટલે રાગદ્વેષની ગ્રંથિઓથી રહિત. આત્માને સંસારના બંધનમાં જકડી રાખતી રાગદ્વેષની ગાંઠો જેની કપાઈ ગઈ છે તે નિગ્રંથ છે. તેવા નિગ્રંથ થવાની અભિલાષા વ્યક્ત કરીને કાવ્યની શરૂઆત થાય છે.
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ બંધન છેદીને,
વિચરશું કવ મહપુરુષને પંથ જો? ૧ અર્થાત્ એવો અપૂર્વ અવસર કયારે આવશે કે, જ્યારે બાહ્યથી તેમજ અંતરથી (ભાવપૂર્વક) સંપૂર્ણ પ્રકારે હું રાગદ્વેષ, મોહ, માયા વગેરેની ગાંઠોના બંધનથી મુક્ત થઈશ? જ્યારે સંસારના તમામ પ્રકારના સંબંધોરૂપી તીક્ષ્ણ બંધનોને છેદીને વીતરાગ પુરુષોએ ચીંધેલા માર્ગ ઉપર હું વિચરીશ?
અહીં સંબંધના બંધનને શ્રીમતીક્ષ્ણ બંધન કહેલ છે. જીવ અનાદિકાળથી સંસાર સેવતો આવ્યો છે. તેથી સાંસારિક સંબંધો તેને રૂઢ બની ગયા છે, તીવ્ર મોહનીય કર્મના ચિકટ સાંસારિક સંબંધોનાં બંધનોથી આત્મા બંધાયેલો છે, તે બંધનોને શ્રીમદ્ તીક્ષ્ણ કહ્યાં કારણ કે સંસારનાં બીજાં બંધનોથી મુક્ત થવા કરતાં આ બંધનોથી મુક્ત થવું વિશેષ કઠિન છે; તેથી વિશેષ ઉલ્લેખ કરીને શ્રીમદ્ કહે છે કે બીજાં બંધનોના પાશથી મુક્ત થવાની સાથે આ મોહપાશમાંથી પણ હું કયારે મુક્ત થઈશ?
સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગચારિત્ર તે જૈનદર્શનનો પાયો છે. તેને રત્નત્રયી કહે છે. નિગ્રંથ સ્થિતિને પામવા આ રત્નત્રયીની જરૂર છે તેથી
૧૩ For Private & Personal Use Only
Jain Education International 2010_04
www.jainelibrary.org