________________
આઠ સમિતિ જાણીએ જો, જ્ઞાનીના પરમાર્થથી તો જ્ઞાન ભાખ્યું તેહને, અનુસાર તે મોક્ષાર્થથી, નિજ કલ્પનાથી કોટિ શાસ્ત્રો, માત્ર મનનો આમળો જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો (૬)
ચાર વેદ પુરાણ આદિ, શાસ્ત્ર સૌ મિથ્યાતવના શ્રીનંદી સુત્રે ભાખિયા છે, ભેદ જયાં સિદ્ધાંતના પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં, એજ ઠેકાણે ઠરો જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો (૭)
વ્રત નહીં, પચખાણ નહીં, નહિ ત્યાગ વસ્તુ કોઈનો મહાપદ્મ તિર્થંકર થશે, શ્રેણિક ઠારંગ જોઈ લ્યો છેદયો અનંતા....* જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો
(નોંધઃ સાચું જ્ઞાન કોને કહેવાય તે બાબત શ્રીમદ્જીએ આ કાવ્યમાં "સંમતિ તર્ક", "નંદીસૂત્ર", "ઠાણાંગ સૂત્ર" વગેરે અસલ સૂત્રોના નિર્દેશ સાથે મિમાંસા કરી છે અને કહ્યું છે કે "આ જીવ અને આ દેહ એવો ભેદ જો ભાસ્યો નહીં" તો ફક્ત વ્રત તથા પચખાણ લેવાથી, કે ગ્રંથો વાંચવાથી કે વિવિધ પ્રકારના ત્યાગ કરવાથી જ માત્ર જ્ઞાન પ્રાપ્ત થતું નથી. જ્ઞાન મેળવવા આત્મશુધ્ધિની જરૂર રહે છે અને આત્મશુધ્ધિ ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે જડ અને ચેતન – જીવ અને અજીવ - વચ્ચેનો ભેદ સમજાય. આખા કાવ્યમાં આંતરિક ભાવો ઉપર વજન મુકવામાં આવેલ છે અને છેલ્લે તેના દાખલા રૂપે "ઠાણાંગ સૂત્ર"નો નિર્દેશ કરીને કહ્યું કે, શ્રેણિક રાજાને કોઈ વ્રત કે પચખાણ નહોતા, પરંતુ તેના આંતરિક ભાવોને પરિણામે તે આવતી ચોવીસીમાં "મહાપદ્ય" નામના તિર્થંકર થશે.)
* આ કાવ્યની અંતિમ બે ગાથાઓ ઉપલબ્ધ નથી.
૩૨
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org