________________
બીજી આવૃત્તિનું પ્રકાશકીય નિવેદન
આ પુસ્તિકાની પ્રથમ આવૃત્તિ ૧૯૪૯ની સાલમાં બહાર પડી, ત્યાર બાદ તેની માંગ વધતી રહી, પરંતુ નવી આવૃત્તિને અભાવે ઘણા મિત્રોએ ઝેરોક્ષ કોપીથી ચલાવી લીધું.
પરંતુ હાલમાં બહેનશ્રી કમુબહેને તથા શ્રી મીનાક્ષીબહેને આ પુસ્તિકાની બીજી આવૃત્તિ છપાવવામાં સહકાર આપતાં આ આવૃત્તિ શક્ય બની છે. બીજી આવૃત્તિમાં ફક્ત એટલો જ ફેરફાર થયો છે કે તેમાં જૈનદર્શન મુજબ ચૌદ ગુણસ્થાનકોની સમજ આપવાનું લખાણ ઉમેરવામાં આવેલ છે.
હરેક આત્મા પરમાત્મસ્થિતિને પ્રાપ્ત કરવા સક્ષમ છે, પરંતુ તે માટે કેવા પ્રકારના પ્રયત્નની જરૂર છે તે સમજાવતું આ કાવ્ય શ્રીમદ્જીની સર્વશ્રેષ્ઠ કૃતિઓમાંનું એક છે. તેમાં કોઈ સાંપ્રદાયિક સંકુચિતતા નથી અને તેથી જૈન તેમજ જૈનેતર સમાજને એકસરખું ઉપયોગી છે. આથી જ પૂ. ગાંધીજીએ આ કાવ્યને આશ્રમ ભજનાવલીમાં પણ સ્થાન આપેલ છે. આથી તેનો શક્ય તેટલો લાભ લેવાય તે હેતુથી આ બીજી આવૃત્તિ બહાર પાડવામાં આવેલ છે, જેનો યશ મુખ્યત્વે બહેનશ્રી કમુબહેન શાહ તથા શ્રી મીનાક્ષીબહેનને જાય છે.
અમદાવાદ તા. ૨૯-૪-૨૦૦૪
ચં. ઉ. મહેતા
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org