Book Title: Mokshmargna Pagathiya
Author(s): Shrimad Rajchandra, T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ થતાંની સાથે જ તેની સામે ક્રોધભાવથી જોવાથી તેનું ઉપશમ થાય છે. અભિમાનના ભાવો આવે ત્યારે દીનપણાના ભાવો પ્રત્યેની માનદષ્ટિ જાગૃત થાય તો, અભિમાન ગળી જાય. મનુષ્ય એક દષ્ટિએ પામર છે. વિરાગી સતપુરુષોની સરખામણીમાં આપણે અત્યંત વામણા છીએ. તેની સતત યાદ આપણા અભિમાનને ગાળી દે છે. માયા અતિસૂક્ષ્મ કષાય છે, મોહ, દંભ અને અસત્ય તેનાં અનિવાર્ય પરિણામો છે તે અનેક પ્રકારની સાંસારિક વિટંબણાઓને આમંત્રે તેની સૂક્ષ્મતાને લઈને તેના નાશનો એક જ ઉપાય છે કે માયાના ભાવો પ્રત્યે સાક્ષીભાવ કેળવી તેની તટસ્થતાથી ન્યાયિક તુલના કરવી. તેમ કરવાથી તેની વિષમતાઓ ખુલ્લી પડી જશે. લોભ એ સર્વ અનર્થનું મૂળ છે તેથી લોભ ન કરવો એટલે કે ત્યાગની વૃત્તિ કેળવવી તેમ સૂચન થયું છે. દશવૈકાલિક સૂત્રમાં આ ચાર કષાયોને જીતવા કહ્યું છે: ઉવસમેણ હણે કોહં – ઉપશમથી ક્રોધને હણો. માણે મદ્વયા જિણે – નમ્રતાથી માનને જીતો. માય ગજજય ભાવેણ - સરળતાના ભાવથી માયાને જીતો. લોભ સંતોસઓ જિણે – સંતોષથી લોભને જીતો. દેહ આદિ મારાં નથી, હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી આત્મા છું. દેહનાશથી મને કશું નુકસાન થવાનું નથી.' એવી જાતની ચિંતવના કે ભાવના દ્વારા મુનિ ધર્મને અર્થે દેહને પણ જતો કરી દે છે અને તેમાં જરાય રાગ કરતા નથી. કારણ કે સૂક્ષ્મ રાગ પણ જીવને આડો આવે છે. ગૌતમસ્વામીનો, મહાવીર પ્રભુ ઉપરનો સૂમ રાગ તેમના કેવળજ્ઞાનને પ્રગટ થવા દેતો નહોતો. ઉપસર્ગ, પરિષહ કે રાગાદિનો પરાભવ પોતાની લબ્ધ સિદ્ધિઓથી પણ કરવાનો વિચાર સાધકે રાખવો ન જોઈએ અને પ્રાપ્ત કર્મોદય ક્ષય કરવાનો પ્રસંગ મળ્યો છે તો તેનો સારો ઉપયોગ કરવો જોઈએ તેમ સમજીને સમભાવે વેદવો જોઈએ. દ્રવ્યચારિત્ર અને ભાવચારિત્ર તે બંનેનું પોતપોતાનું મહત્ત્વ છે. દ્રવ્યચારિત્ર બાહ્ય લક્ષણ છે અને એક દષ્ટિએ ભાવચારિત્રનું અનિવાર્ય પરિણામ છે. ભાવચારિત્ર વિના દ્રવ્યચારિત્ર અર્થહીન દંભ છે, દ્રવ્યચારિત્ર વિનાનું ભાવચારિત્ર સંભવી શકે, કેટલો સમય ટકી શકે તે કહેવું મુશ્કેલ છે. શ્રીમદ્ બંનેની અગત્ય સમજે છે અને તેથી ૨૦ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34