Book Title: Mokshmargna Pagathiya
Author(s): Shrimad Rajchandra, T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
View full book text
________________
અને કોઈ પ્રત્યે અભાવ, અમુક કાર્ય અચૂક કાળે જ થવું જોઈએ અને તેમ ન થાય, તેવા બધા પ્રતિબંધોથી પણ મન ક્ષુબ્ધ થાય છે જે આત્મવિકાસમાં બાધારૂપ છે, તેવું ન થાય અને પૂર્વોપાર્જિત કર્મોનો ઉદય થાય તેને વિવેક સહિત સ્વીકારી મનુષ્ય આસક્તિરહિત વર્તન કરે તો આત્માની પ્રગતિ ઉત્તરોત્તર થતી રહે તેવું સૂચન આ ગાથામાં છે.
અધ્યાત્મ સાધનાના પંથમાં જે પાંચ પ્રમાદો બાધક છે તેમાં કષાય પ્રમાદ ઉપર કાબૂ મેળવવો દુષ્કર જણાય છે, તેથી કષાય પ્રમાદને જીતવા શું કરવું? તે હવે પછીની બે ગાથાઓમાં શ્રીમદે ઉપદેશ્ય છે. ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જો, માયા પ્રત્યે માયા સાક્ષીભાવની, લોભ પ્રત્યે નહિ લોભ સમાન જો. ૭ બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહિ, વંદે ચક્રી તથાપિ ન મળે માન જો, દેહ જાય પણ માયા થાય નરોમમાં, લોભ નહિ છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. ૮
અર્થાતુ, ક્રોધની ભાવના થાય ત્યારે તેવી ભાવના પ્રત્યે ક્રોધી લાગણી થાય, માનના ભાવ થાય ત્યારે દીનપણાનું એટલે નમ્રતાના ભાવનું માન થાય, માયાના ભાવ થાય ત્યારે આત્મા તો ફક્ત જ્ઞાતા દ્રષ્ટા છે તેવા વિચાર પ્રત્યે માયા થાય, લોભના ભાવ થાય ત્યારે તે ભાવોનો જ લોભ કરવાના, લોભ ન કરવાના, અલોભ કે નિર્લોભના વિચારો આવે અને તે રીતે આ ચારે કષાયોનો ઉપશમ થાય તેવો અપૂર્વ અવસર કયારે આવશે?
કષાયોના તેવા ઉપશમને પરિણામે આત્યંતિક દુ:ખ આપનાર પ્રત્યે પણ ક્રોધની ભાવના થાય નહીં. ઐશ્વર્યવાન ચક્રવર્તી પગે પડે તો પણ અભિમાનના ભાવ આવે નહીં. દેહનો નાશ થાય તો પણ રૂંવાડે પણ માયાનો આશ્રય લેવાની વૃત્તિ ન થાય, પ્રબળ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તો પણ તેનો ઉપયોગ કરવાનો લોભ થાય નહીં તેવો અપૂર્વ અવસર કયારે આવશે?
ક્રોધ, માન, માયા અને લોભ - તે ચાર મુખ્ય કષાયો છે. કષ એટલે સંસાર અને આય લાભ. જે ફક્ત સંસારને જ લાભકારક છે, આત્માને નહીં તે કષાય. કોઈપણ કષાય એ આત્માનો સભાવ નહીં પણ વિભાવ છે.
ક્રોધ માટે શ્રીમદ્ જણાવે છે કે -
ક્રોધાદિ કષાયનો ઉદય થાય ત્યારે તેની સામે થઈ તેને જણાવવું કે તે અનાદિકાળથી મને હેરાન કરે છે. હવે હું એમ તારું બળ નહીં ચાલવા દઉં. હું હવે તારી સામે યુદ્ધ કરવા બેઠો છું. ક્રોધ બહુધા ક્ષણિક હોય છે એટલે તે ઉત્પન્ન
૧
(
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org