Book Title: Mokshmargna Pagathiya
Author(s): Shrimad Rajchandra, T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
View full book text
________________
મળે તો તે ખાવાનું પ્રલોભન ન થાય અને સામાન્ય રજકણથી માંડીને વૈમાનિકદેવની સમૃદ્ધિ ને સર્વ પદાર્થ ફક્ત પુદ્ગલના જ પર્યાયો છે, તેથી વિશેષ કશું જ નથી તેવું સતત જ્ઞાન રહે તેવો અપૂર્વ અવસર કયારે આવશે?
બંને ગાથાઓમાં સાધનામાં મન અને શરીરની સ્થિરતા કેવી રીતે ટકી રહે તેનું વર્ણન છે. નિગ્રંથિ સાધકને સાંસારિક ઘટમાળ અને વમળોની વચ્ચે રહેવાનું ફાવે નહીં; જેમ જેમ તેની આંતરિક આત્મદશા ઉચ્ચ બનતી જાય તેમ તેમ તેને પ્રતિબંધ કરે તેવા સંસર્ગથી દૂર રહેવાની વૃત્તિ વધતી જાય, અને તેથી સ્મશાન કે પર્વતની ગુફા જેવા એકાંત સ્થળની શોધમાં રહે અને તેવા સ્થળે સાધનાનો ક્રમ આગળ વધારે, પરંતુ તેમ કરતાં જંગલના હિંસક પશુઓનો અગર સ્મશાનમાં ભટકતા વ્યંતરાદિ જીવોનો પણ ભેટો થાય છે. સાધનામાં સ્થિર રહેવા માંગતા મુનિને ઘોર તપશ્ચર્યા કરતી વખતે અનેક જાતનાં તપ, ભૂખ, તૃષા વગેરે પણ સહન કરવાના પ્રસંગો આવે તેવા તમામ સમયે ન તો તેનું આસનસ્થ શરીર ડોલાયમાન થાય કે ન તેનું મન ડોલાયમાન થાય. જેને દેહભાન લુપ્ત થયું છે અને જે સતત આત્મભાનમાં જ જાગૃત છે તેને દેહ પરના જોખમની શી પડી છે? દેહ જાય તો તેને ગુમાવવાનું પણ શું છે? જે તેનું હતું જ નહીંતે ગુમાવવાનો પ્રશ્ન પણ કયાં છે? આવા મુનિને વૈમાનિક દેવને હોય છે તેવી સમૃદ્ધિ પણ શું અસર કરી શકે? તે જાણે છે કે એક નાના રજકણથી માંડીને કલ્પનાતીત ભૌતિક સમૃદ્ધિ ફક્ત પુદ્ગલોની જ બનાવટ છે. પરંતુ આત્મસ્થ નિગ્રંથિને બધા પુદ્ગલો સાથેનો સંબંધ માત્ર છૂટી ગયો છે. ચૈતન્યમય તેનો આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપમાં જ લીન હોઈ પૌદ્ગલિક ભયો કે પ્રલોભનો તેની સ્થિરતામાં કોઈ પણ પ્રકારની બાધા પહોંચાડી શકતાં નથી. ઉત્તરાધ્યયન પ્રબોધે છે કે :
હિમણાં જાયરુવં ચ, મણસા વિ ન પત્નએ, સમલેટહુ કંચણે ભિખુ, વિરએ કાયવિકકએ.
“ક્રય-વિક્રયથી વિરક્ત અને માટી તથા સુવર્ણને સમાન સમજવાવાળા સાધુ, ક્રય-વિક્રયની ઇચ્છા પણ કરતા નથી.”
અહીં કાવ્યના પૂર્વાર્ધની ૧૨ ગાથાઓ પૂરી થાય છે અને ૧૩મી ગાથાથી કાવ્યના ઉત્તરાર્થની શરૂઆત થાય છે. ૧૩મી ગાથામાં અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનકનો ઉલ્લેખ આવે છે. તેથી સ્પષ્ટ છે કે ૧૨ ગાથાઓ સુધી સાધકનું જે વર્ણન આવે છે તે સાતમા ગુણસ્થાનક સુધીની સ્થિતિનું છે. “નિજસ્વરૂપમાં લીન” થવાનું ધ્યેય જે પાંચમી ગાથામાં બતાવ્યું છે તે સિદ્ધ કરવા “મન, વચન અને
૨૩
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org