Book Title: Mokshmargna Pagathiya
Author(s): Shrimad Rajchandra, T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ પરમાણુના સ્પર્શરહિત નિશ્ચલ આત્માના ગુણો કેવા હોય છે ? તે શુદ્ધ અને કર્મમલના અંજનરહિત છે. આ આત્મા જ્ઞાનમય હોવાથી ચૈતન્યમૂર્તિ છે કેમ કે જ્ઞાન ચૈતન્ય સ્વરૂપ છે. તે સિદ્ધ સ્વરૂપ હોવાને કારણે અનન્યમય અજોડ છે. તે અગુરુલઘુ એટલે નથી ભારે કે નથી હળવો કારણ કે કર્મબંધન નથી. ભારે હળવાનો વ્યવહાર ચૈતન્યનો નથી, પુદ્ગલનો છે. તે અરૂપી છે અને સ્વાભાવિક આનંદ સ્વરૂપ છે. ત્યારબાદ આ સિદ્ધ આત્મા કેવી સ્થિતિમાં વિરાજે છે? તેનું વર્ણન કરતાં કહે છે : પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી ઊર્ધ્વધ્વગમન સિદ્ધાચલ પ્રાપ્ત સુસ્થિત જો, સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંતદર્શન, જ્ઞાન, અનંત સહિત જો. ૧૯ અર્થાત્, કર્મક્ષય કરવા અત્યાર સુધી કરેલી સાધનાના પૂર્વે કરેલ પ્રયોગના કારણે આત્મા કર્મથી મુક્ત થતાં તેને સ્વાભાવિક ઊર્ધ્વગતિથી સિદ્ધક્ષેત્રમાં પહોંચી ત્યાં અંત વિનાના સમાધિસુખમાં અનંતજ્ઞાન અને અનંતદર્શન સાથે સ્થિર થાય તેવો અપૂર્વ અવસર કયારે આવશે? જીવ અને અજીવ બંને સ્વભાવે ગતિશીલ છે. જે જીવ એટલે આત્મા સ્વભાવથી ઊર્ધ્વગતિ કરે છે અને અજીવ એટલે પુદ્ગલ અધોગતિ કરે છે. પુદ્ગલ-જન્ય કર્મમલના દબાણવાળો અશુદ્ધ આત્મા ગમે તે દિશામાં ગતિ કરે છે. આત્માના શુદ્ધીકરણના જે પ્રયોગો સાધનાકાળમાં થાય છે તે પ્રયોગોનો હેતુ આત્માની તેની સહજ ઊર્ધ્વગતિ કરાવવાનો જ હોય છે. તેથી તે પ્રયોગોને પરિણામે શુદ્ધ થયેલ આત્મા જેવો બંધનથી મુક્ત થાય તેવો ઊર્ધ્વગતિ કરે છે. જેવી રીતે માટીથી લેવાયેલ સૂંબડી માટીનો લેપ હોય ત્યાં સુધી પાણીની અંદર રહે પરંતુ લેપ છૂટો થતાં જ નિર્લેપ સ્થિતિમાં ઊર્ધ્વગતિ કરી પાણીની સપાટી ઉપર તરે, તે રીતે શુદ્ધ અને નિર્લેપ આત્મા બંધનથી મુક્ત થઈને ઊર્ધ્વગતિ કરે અને સિદ્ધાચલમાં સ્થિર થાય, ત્યાં આગળ અનંત “આનંદ સમાધિનાસુખમાં એટલે આત્મ પરિણામની સ્થિરતામાં અનંતજ્ઞાન અને અનંતદર્શન સહિત રહે. આ સુખની શરૂઆત છે. કારણ કે અયોગી-કૈવલ્યની પ્રાપ્તિ પછી શરૂ થયું છે. તેથી તેને “સાદી' કહ્યું પરંતુ તેનો અંત નથી, તેથી અનંત કહ્યું. જ્ઞાન અને દર્શનના અનંત ગુણો કેવળજ્ઞાનમાં સમાઈ જાય છે. તેથી આ સમાધિસુખ અનંત જ્ઞાન અને અનંતદર્શન સહિતનું છે. ૨૮ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34