Book Title: Mokshmargna Pagathiya
Author(s): Shrimad Rajchandra, T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
View full book text
________________
અર્થાત્, આવી પરમપદની પ્રાપ્તિની મેં અભિલાષાઓ સેવી છે. જો કે હાલ તો તે મારા ગજા વિનાની અને મનોરથરૂપી વાત છે, તેમ છતાં પણ મને મનમાં ખાત્રી છે કે ઈશ્વરકૃપાથી તે સ્વરૂપને હું પામીશ.
આ રીતે જૈન ધર્મના મહાન ભાષ્યકાર, અમોઘ જ્ઞાન, શક્તિ ધરાવનાર, ગુજરાતી ભાષાના મહાન ભક્તકવિ શ્રીમદ્ રાજચંદ્ર વિનીતભાવે પોતાની જાતને ગજા વગરની ગણે છે. પરંતુ કૈવલ્યના પરમપદની પ્રાપ્તિનો તેમનો નિર્ધાર પણ જાહેર કરે છે.
આ કાવ્ય શ્રીમદ્રની આંતરિક સ્થિતિને વ્યક્ત કરે છે, છતાં કોઈપણ અધિકારી સાધકને આસ્વાદ્ય બની શકે તેમ છે. તેમાં જે વિકાસક્રમનિરૂપિત થયેલ છે તે જૈનદર્શન મુજબનો હોવા છતાં કોઈપણ મુક્તિગામી જીવને માર્ગદર્શનરૂપ થઈ પડે તેમ છે. શ્રીમદે આ કાવ્યમાં સ્વીકારેલ આદર્શ શ્રી તીર્થંકર પ્રભુનો જ આદર્શ છે. તેમાં છે બાહ્ય તેમજ આંતરગ્રંથિ છૂટવાથી આવતી આત્માની નિગ્રંથ દશા.તે દશામાં આત્માને પ્રવર્તતી ઉદાસીનતા, મન, વચન અને કાયાના યોગની અવિચળ આત્મસ્થિરતા અને છેવટે કર્મક્ષયથી ઉત્પન્ન થતી નિબંધ આત્માની સહજ સ્વતંત્રતા.
આત્મિક વિકાસની શ્રીમની આ અભિલાષા દરેક મુમુક્ષુ જીવને ઉત્તરોત્તર ઉચ્ચ ગુણસ્થાને લઈ જાઓ તેવી પ્રાર્થના.
શાંતિ
શાંતિ...શાંતિ.....
૩)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org