Book Title: Mokshmargna Pagathiya
Author(s): Shrimad Rajchandra, T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
View full book text
________________
લઈને તેને નિમિત્તરૂપ બનાવીને સંયમપૂર્વક જીવવાનું બને અને તેવી સ્થિતિ પણ ક્ષણે ક્ષણે ઘટતી જાય એટલે કે કાળાંતરે જિનાજ્ઞાના અવલંબનની પણ જરૂર ન રહે અને આત્મા સ્વશક્તિથી જ નિજસ્વરૂપમાં લીન થાય તેવો અપૂર્વ અવસર કયારે આવશે?
નિજસ્વરૂપમાં લીન થવાની સ્થિતિ તો ચૌદમા ગુણસ્થાનકે આવે છે. પ્રગતિને પંથે રહેલ આત્માનું તે લક્ષ્ય છે, પરંતુ ચડતી-પડતીમાં પ્રવર્તતી પરિસ્થિતિમાં આત્માને યોગ્ય આલંબન ન હોય તો પડતી તેની થવાનો વિશેષ સંભવ રહે. આથી તેવે વખતે જિનેશ્વરની વાણીનું આલંબન હિતકારી બને છે. પરંતુ આત્માએ તો પોતાની સ્વાયત્ત શક્તિથી જ ચૌદમાં ગુણસ્થાનકની સ્થિતિ પ્રાપ્ત કરવાની છે, તેથી જિનેશ્વરની વાણીનું અવલંબન પણ ક્રમિક ઓછું થતું જવું જોઈએ અને સાથોસાથ આત્મિક શક્તિનો વિકાસ થવો જોઈએ કે જેથી નિજસ્વરૂપમાં લીન થવાની તક મળે. આવા ક્રમિક વિકાસ માટે કેવી રીતે રહેવું તે છઠ્ઠી ગાથામાં સમજાવે છે.
પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો, દ્રવ્ય, ક્ષેત્ર ને કાળભાવ પ્રતિબંધવિણ
વિચરશું ઉદયાધીન પણ વિતલોભ જો. ૬ અર્થાત્, પાંચ ઈન્દ્રિયો – આંખ, કાન, નાક, જીભ અને ત્વચા તેના પાંચ વિષયો - રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પ્રત્યે રાગ કે દ્વેષરહિતપણું હોય, પાંચ પ્રમાદ જેવા કે મદ, વિષય, નિદ્રા અને વિકથા મનને જરા પણ ક્ષોભ પહોંચાડી શકે તેમ ન હોય, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના પ્રતિબંધ વિનાની સ્થિતિ હોય, કર્મનો ઉદય થાય ત્યારે તેને સમજીને વિવેકપણે મમત્વ કર્યા વિના સમભાવે વર્તન હોય અને હરેક કાર્ય અપેક્ષા (લોભીરહિત નિષ્કામ ભાવે થતું હોય તેવો અપૂર્વ અવસર કયારે આવશે?
પાંચ ઇન્દ્રિયોના વિષય પરત્વે રાગ પણ નહિ અને દ્વેષ પણ નહીં તેવી વીતરાગ સ્થિતિનો અહીં ઉલ્લેખ છે. રાગદ્વેષના પરિણામ આવવાથી જીવનો બહિરાત્મભાવ થાય છે અને તેમ થવાથી આત્મભાન ભુલાવનાર બીજી વસ્તુ છે પ્રમાદ. પ્રમાદના પાંચ પ્રકાર જે ઉપર જણાવ્યા મુજબના છે, તે મનમાં ક્ષોભ ઉત્પન્ન કરે છે. તેવો ક્ષોભ ન થાય તેવી કાળજી રાખવાનું અહીં સૂચન છે. અનુકૂળ ક્ષેત્ર ન મળે, બાહ્ય પદાર્થની ઇચ્છા થાય પરંતુ તે ન મળે, કોઈ વ્યક્તિ પ્રત્યે ભાવ
१८
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org