Book Title: Mokshmargna Pagathiya
Author(s): Shrimad Rajchandra, T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ ભાવ છે જે આદર્શ સ્થિતિ નથી. તેથી જ્ઞાનીઓએ વીતરાગ શબ્દની યોજના કરી છે. વીત+રાગ એટલે કે જેમાં વિપરીત રાગ નથી પરંતુ રાગનો તદન અભાવ છે, રાગના અભાવને કારણે વૈષનો પણ અભાવ છે કેમ કે, રાગ અને દ્વેષ એક જ સિક્કાની બે બાજુઓ છે. આથી બીજી ગાથામાં શ્રીમદ્ કહે છે કે નિગ્રંથ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે તમામ પ્રકારના ભાવો પ્રત્યે હું ઉદાસીનતા સેવી શકું તેવી સ્થિતિ હું કયારે મેળવીશ? તેવી સ્થિતિ મેળવવા માટે શરીરનો ઉપયોગ તો ફક્ત સંયમને પોષક પ્રવૃત્તિમાં જ કરવો જોઈએ. જે દૈહિક પ્રવૃત્તિઓ રાગદ્વેષ, મોહ વગેરેનું પોષણ કરે તેવી હોય તેમાં દેહ ઉદાસીન બને કે જેથી નિગ્રંથ સ્થિતિને પ્રાપ્ત કરવામાં દેહનો સંપૂર્ણ ઉપયોગ થઈ શકે. “શરીરમાદ્યમ્ ખલુ ધર્મસાધનમ્ તે સૂત્ર અનુસાર શરીર પ્રત્યે કોઈપણ પ્રકારનો મોહ કે મૂચ્છભાવ ન રહે તેવી અપૂર્વ સ્થિતિ મને કયારે પ્રાપ્ત થશે? ઉપર પ્રમાણે નિગ્રંથપણાનાં લક્ષણો આત્માએ સમ્યગદર્શનથી પ્રાપ્ત કર્યા બાદ આત્માને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય છે એટલે કે દેહમાં પુદ્ગલ' અને ચૈતન્ય ભિન્ન છે તેવું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તે અંગે ત્રીજી ગાથામાં તેઓશ્રી કહે છે: દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષણ ચારિત્રમોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. ૩ અર્થાત : જેને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું છે, તેનો દર્શન મોહ વ્યતીત થઈ ગયો છે એટલે મટી ગયો છે. વીતરાગ સ્થિતિ પામવા માટે જિનેશ્વર ભગવાને પ્રરૂપેલ તત્ત્વ સિદ્ધાંતમાં અતૂટ શ્રદ્ધા હોવી તેને સમ્યગદર્શને કહે છે. આ જાતના દર્શનમાં આવરણ કરનાર કર્મને દર્શન મોહનીય કર્મ કહેવાય. તે દર્શન મોહનીય કર્મ દૂર થવાથી દેહ અને આત્મા ભિન્ન છે અને આત્મા કેવળ ચૈતન્યમય છે તેવું જ્ઞાન અનુભવે આવે અને તેથી આત્માના ચારિત્રને આવરણ કરતું ચારિત્ર-મોહ પણ ક્ષીણ થવા લાગે અને ચારિત્રની વૃદ્ધિ થવા પામે તેમ જ આત્માના શુદ્ધ સ્વરૂપનું માત્ર ધ્યાન રહે તેવો અપૂર્વ અવસર કયારે આવશે? દર્શન, જ્ઞાન અને ચારિત્ર્ય સમગ્ર રીતે પ્રાપ્ત થયેથી જ આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. આત્માના પરમ વિકાસ માટે નવ તત્ત્વોની જાણકારી અને તેમાં અચળ શ્રદ્ધા અત્યંત જરૂરી છે. આ નવ તત્ત્વ છે, જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. આ નવ તત્ત્વો ઉપરની ૧૫. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34