Book Title: Mokshmargna Pagathiya
Author(s): Shrimad Rajchandra, T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
View full book text
________________
(૬) વિકાસનો આ ક્રમ કોઈને ઝડપી તો કોઈને ધીમો પ્રાપ્ત થાય છે, પરંતુ જીવ જ્યારે આ ક્રમમાં હોય છે ત્યારે તેના જીવનમાં સંયમને મુખ્ય સ્થાન હોય છે, આથી તેની જીવનચર્યામાં કષાયોને કાબૂમાં રાખવાનો સતત પ્રયત્ન હોય છે અને સમજપૂર્વકની તપશ્ચર્યા ઉપર વધુ ધ્યાન અપાય છે. આમ છતાં ઓછે કે વધતે અંશે પ્રમાદને પણ સ્થાન હોવાથી કષાયો પણ ક્વચિત્ જોર કરી જાય છે. આવી સ્થિતિને “પ્રમત્ત સંયમ’’ એટલે પ્રમાદયુક્ત સંયમ કહે છે. આ છઠ્ઠું ગુણસ્થાનક છે.
(૭) જે સ્થિતિમાં પ્રમાદરહિતનો સંયમ હોય તેને “અપ્રમત્ત સંયમ” કહે છે. આ સાતમું ગુણસ્થાનક છે.
(૮) આત્માના વિકાસની આ સ્થિતિ હરેક સમયે ચોક્કસ પ્રકારની રહે તે અશકય છે. આથી પ્રમાદરહિતની શુદ્ધ સંયમની સ્થિતિ પ્રાપ્ત કરતાં પહેલાં જીવ છઠ્ઠા તથા સાતમા સ્થાનકમાં આંટાફેરા જરૂર કરે છે. પણ યોગ્ય પ્રયત્નના પરિણામે અને વિવિધ અનુભવોને અંતે જીવને આત્મશુદ્ધિનો એવો અનુભવ થાય છે કે જે પૂર્વે કદી થયો ન હોય.
“અપ્રમત્ત સંયત”ની સ્થિતિ જ્યારે જીવને પ્રાપ્ત થાય છે ત્યારે તેને સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ ચારિત્રની પ્રાપ્તિ થએલ હોય છે અને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ તેના મનોબળથી તમામ પ્રકારનાં મોહનીય કર્મોથી છુટકારો મેળવવાની ભૂમિકા તૈયાર થાય છે. આ આઠમું ગુણસ્થાનક છે જેને “અપૂર્વકરણ’” કહેવાય છે.
આવો છુટકારો મેળવવાના બે માર્ગો હોય છે. એક માર્ગને “ઉપશમ શ્રેણી'' કહેવાય છે, જ્યારે બીજા માર્ગને “ક્ષપક શ્રેણી’’ કહેવાય છે.
(૯) આ બન્ને શ્રેણીઓની ચર્ચા કરીએ તે પહેલાં એક વાત ધ્યાનમાં રાખવાની ખાસ જરૂર છે કે સમ્યગ્ દર્શન જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ થએલ હોવા છતાં મોહનીય કર્મોની જડ સર્વાંશે નાશ પામતી નથી. દરેક પ્રકારનાં કર્મોમાંથી મોહનીય કર્મો ઘણાં જ ચીકટ હોય છે અને ગમે ત્યારે ઉપદ્રવ ઉત્પન્ન કરી જીવની પ્રગતિનો નાશ પણ કરી શકે છે. તેવો નાશ થાય ત્યારે જીવનું પતન થઈ તે બીજા ગુણસ્થાને મુકાઈ જાય છે. તે ગુણસ્થાન સાસ્વાદનું હોઈ નિર્ભેળ સુખનો સ્વાદ જે એક વખત ચાખ્યો છે તે પ્રાપ્ત કરવા તે પ્રગતિ ઝડપથી કરે છે, પરંતુ તેવા પતનની સ્થિતિથી બચવા આઠમા ગુણસ્થાનેથી આગળ વધવા મોહનીય કર્મોના શેષ રહેલ અંશોનો નાશ કરવા ઉપશમ અગર ક્ષપક શ્રેણીનો આશ્રય લઈ જીવ પ્રયત્ન કરે છે
Jain Education International 2010_04
૧૦
For Private & Personal Use Only
www.jainelibrary.org