Book Title: Mokshmargna Pagathiya
Author(s): Shrimad Rajchandra, T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ અહેતુક હોય તો તેની હસ્તી જ મિથ્યા છે અને સહેતુક હોય તો તે હેતુ શું છે અને તેવો કોઈ હેતુ સિદ્ધ કરવા માટે શું પ્રયત્નો કરવા જોઈએ તેવો વિચાર આ ક્ષણે દરેક જીવને આવે છે અને તેવા વિચારો આવે તે સમયે કોઈક એવી ક્ષણનો પણ અનુભવ થાય છે કે જ્યારે અવર્ણનીય પરંતુ અલ્પ એવા સુખનો આસ્વાદ પામે છે. આવો આસ્વાદ બે પ્રકારના જીવને થાય છે. એક પ્રકાર એવો છે કે જીવે ભૂતકાળમાં પ્રગતિ કરી હોય પરંતુ મોહજન્ય નબળાઈને કારણે તેનું પતન થયું હોય. બીજો પ્રકાર પ્રથમ ગુણસ્થાનકમાંથી પ્રગતિ કરવા ઇચ્છતા જીવનો અનુભવ આવે છે. આથી આવો જીવ બીજા નંબરના ગુણસ્થાને પહોંચે છે. આ ગુણસ્થાનનું નામ આથી “સાસ્વાદન” આપેલ છે. એટલે કે એવી સ્થિતિ કે જેમાં ટૂંક સમય માટે પણ સાચા સુખનું આસ્વાદન થયું હોય. (૩) એક વાર એક ક્ષણ માટે પણ સાચા સુખનું સ્વાદન જીવને થાય ત્યારે જીવ પ્રગતિની દિશા પકડે છે અને તેની મનોમંથનની ભૂમિકા ઉગ્ર બને છે. ચૈતન્ય દરેક આત્માનો અંતર્ગત ગુણ છે. જયાં ચૈતન્ય નથી, ત્યાં આત્મા નથી. આથી આ મનોમંથનની ભૂમિકામાં મિથ્યાત્વની ભૂમિકામાંથી છૂટવાના પ્રયત્નમાં જ જીવ રહે છે. આ ભૂમિકામાં સ્થળ અને સૂક્ષ્મ વચ્ચે જે કંઢ ઉત્પન્ન થાય છે તેને “મિશ્ર” ગુણસ્થાનક કહે છે. આ ત્રીજું ગુણસ્થાનક છે. (૪) વંદ્રની આ ભૂમિકા દરમ્યાન જીવને એવી સમજ ઉત્પન્ન થાય છે કે જીવનકલહનું મૂળ વાસનાજન્યકષાયો જ છે. જ્યાં સુધી જીવ, કામ, ક્રોધ, મોહ, માન અને માયાના કષાયોથી ઘેરાએલ રહે છે ત્યાં સુધી વિવિધ પ્રકારની વાસનાઓની ગુલામી જ કરવાની રહે છે, જેને પરિણામે શાશ્વત સુખની શોધ ઝાંઝવાનાં જળની માફક મિથ્યાત્વની શોધમાં જ પરિણમે છે – માટે વાસનાની વિરતિ (ત્યાગ) થાય તો જ શાંતિમય સુખની પ્રાપ્તિ થાય. આત્માને જયારે આવો અનુભવ થાય ત્યારે તે ચોથા ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે, પરંતુ આવો અનુભવ થયો હોવા છતાં પૂર્વાભ્યાસને કારણે ભૌતિક પ્રવૃત્તિઓનો વેગ વિશેષ રહે છે, જેથી જીવન પ્રત્યેની સમ્યમ્ દષ્ટિ હજુ દૂર રહે છે. આ કારણે આ ચોથા ગુણસ્થાનકને “અવિરતિ સભ્ય દૃષ્ટિ”નું નામ આપ્યું છે. (૫) આ રીતે પ્રગતિને પંથે પડેલ આત્મા જીવનના અનુભવે ઘડાતો જાય છે અને તેથી તેને સમજાય છે કે કષાયોમાંથી વિરતિ પામવામાં શાશ્વત સુખની શોધ થઈ શકે, આથી યોગ્ય પ્રયત્નોને પરિણામે થોડે ઘણે અંશે તે વિરતિને પામે છે. આ સ્થિતિને “દેશવિરતિ” કહે છે અને તે પાંચમું ગુણસ્થાનક છે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34