Book Title: Mokshmargna Pagathiya Author(s): Shrimad Rajchandra, T U Mehta Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad View full book textPage 4
________________ પ્રથમ આવૃત્તિનું પ્રકાશકીય નિવેદન સમતોલ વિવેચન સને ૧૯૪૬માં ગુંદી ગામ (ત્યારે ગુંદી આશ્રમ નહોતો) પાસે આવેલ અરણેજમાં - વિશ્વ વાત્સલ્ય ચિંતકવર્ગમાં ધર્મદષ્ટિએ સમાજરચનાના વિષય પર મુનિશ્રી સંતબાલજીનાં સત્તર પ્રવચન સાંભળ્યાં. એમાં પ્રથમ પ્રવચન હતું : ‘પૂર્વગ્રહોનો પરિહાર...” - સત્યની પ્રાપ્તિમાં મોટામાં મોટું આવરણ આપણા મનમાં પડેલ પૂર્વગ્રહ, ગ્રંથિઓ છે. આ ગ્રંથિ કેમ છૂટે એ મુનિશ્રીએ સાદી-સરળ ભાષામાં દાખલા આપીને સમજાવ્યું હતું. ત્યાર પછી વર્ષો બાદ મુનિશ્રીએ સિદ્ધિનાં સોપાન' - નામના પુસ્તકમાં શ્રીમદ્ રચેલ કાવ્ય “અપૂર્વ અવસર' ઉપર વિવેચન કર્યું છે તે વાંચ્યું હતું. - તાજેતરમાં મહાવીરનગર, આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ચિંચણીમાં રહેવાનું થયું. ત્યાં શ્રી બળવંતરાય ખંડેરિયા પૂનાથી થોડા દિવસ રહેવા આવેલા. તેમણે તેમના મામા શ્રી યંબકલાલ ઉમેદચંદ મહેતા (ટી. યુ. મહેતા)એ “અપૂર્વ અવસર' પર વિવેચન કરેલ હાથનું લખાણ વાંચવા આપ્યું. એક જ બેઠકે વાંચી ગયો. શ્રી મહેતા વડી અદાલતના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ, વિદ્વાન અને વિચારક છે. તેમનું આ વિવેચન સાદી અને સરળ રસાળ શૈલીમાં છે. કયાંય વિદ્વત્તાની છાંટ સરખી પડવા દીધી નથી. કાવ્યના મર્મને એમાંના સત્યને પ્રગટ કરવામાં ન્યાયની દાંડી સમતોલ રાખી છે એમ લાગ્યું. વિવેચન ગમ્યું. મનમાં થયું કે આ લખાણ પુસ્તિકારૂપે પ્રગટ થઈ શકે એમ છે. પ્રભાવનામાં રોકડ રકમ, મીઠાઈ વગેરે વહેંચવાનો રિવાજ છે. આ પુસ્તિકા પણ આપી શકાય. એ જીવન પ્રભાવક બને એવી છે. શ્રી ટી. યુ. મહેતાએ પ્રગટ કરવાની પ્રસન્નતાથી સંમતિ આપી. આ સંસ્થા તરફથી મુનિશ્રીનું કરેલ વિવેચન - સિદ્ધિનાં સોપાન બેત્રણ આવૃત્તિમાં પ્રગટ થઈ ચૂક્યું છે. તેમાંથી મુનિશ્રી તેમજ વિમલાતાઈનાં લખાણો ઉતાર્યા છે. મુમુક્ષુ અને જિજ્ઞાસુ વાચકોને પુસ્તિકાના સરળ વિવેચનમાંથી મળતું પાથેય, મોક્ષમાર્ગની સીડીનાં પગથિયાં ચડવામાં માર્ગદર્શક ભોમિયો બની રહેશે એવી આશા અને અભ્યર્થના ! ગુરુપૂર્ણિમા, ૧૯૪૯ અંબુભાઈ શાહ સર્વોદય આશ્રમ, ગુંદી www.jainelibrary.org Jain Education International 2010_04 For Private & Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34