Book Title: Mokshmargna Pagathiya
Author(s): Shrimad Rajchandra, T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ શ્રીમદ્ભી વાત ઝીલી ગાંધીજીએ ગાંધીજીને માનનારાં સૌ શ્રીમદ્ રજૂ કરે છે તે વાત સમજવા પ્રયત્ન કરે અને શ્રીમદ્દનાં ચાહકો ગાંધીજીની વાત સમજી આચરવા લાગી જાય તો ગુજરાત અને ભારત જ નહીં, બલકે જગત સમસ્તને પોતાના સર્વાગીણ જીવનમાં નવું પોત દાખલ થઈ જાય. આજે આ વાતની ખૂબ જ અનિવાર્યપણે જરૂર છે. નહીં તો આત્મસિદ્ધિશાસ્ત્રમાં શ્રીમદ્જી જે ટીકા કરે છે તે જ દશા શ્રીમ ચાહકોની તેઓ હવે શુષ્કજ્ઞાની અને બહુ બહુ તો વેવલી ભક્તિવાળા થયા છે. એમ કહી શકાશે. એટલે કે ભલે તેઓ એમ માને કે હું જ્ઞાની છું', ‘ક્રિયાપાત્ર છું – પરંતુ એ માન્યતા તેમના માટે માત્ર માન્યતા જ રહેશે. અમલી નહીં બની શકે. શ્રીમદ્રની સત્યધર્મના જગપ્રચારની વાત એક માત્ર મહાત્મા ગાંધીજીએ ઝીલી છે અને પ્રચારી છે. એટલે ભગવાન મહાવીર શાસનના જૈન ધર્મ સહિત શ્રીમદ્જીને યથાર્થ સમજી આચરણમાં લાવવા “ગાંધીવિચાર' અક્ષરશઃ અપનાવ્યા વિના છૂટકો નથી, એવું સમજી લીધા વગરના રહેશે તે મંડળો માત્ર શ્રીમના થયા અને થશે તે વાડાઓમાં જ પરિણમવાનાં. ચિંચણી : ૧-૨-૮૨ સંતબાલ ઝળહળતો વૈરાગ્ય મારા જીવનમાં શ્રીમદ્ રાજચંદ્રની છાપ મુખ્યપણે છે. તેમનાં લખાણોમાં સત નીતરી રહ્યું છે, એવો મને હંમેશ ભાસ આવ્યો છે. જે વૈરાગ્ય - “અપૂર્વ અવસર એવો કયારે આવશે?” એ કાવ્યની કડીઓમાં ઝળહળી રહ્યો છે, તે મેં તેમના બે વર્ષના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં જોયેલો. તેમનાં લખાણોની એક અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ્યું છે, તે જ લખ્યું છે. આ ઉપરાંત એમના જીવનમાંની બે મોટી વાતો તે સત્ય અને અહિંસા. પોતે જે સાચું માનતા તે કહેતા અને આચરતા. - ગાંધીજી Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34