Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 4
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 5
________________ ૫ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત : પ્રકાશકના ભાવો આજનો માનવ વૈજ્ઞાનિક સાધનોના માધ્યમે જીવનના અમૂલ્ય સમયને ટેલીફોન, વાહન વડે જેમ-જેમ બચાવવાનો પ્રયત્ન કરે છે, તેમ-તેમ તે સમયના અભાવનો વધારેને વધારે શિકાર બનતો જાય છે. વિવિધ સફલ યંત્રોનો ઉપયોગ કરતા હોવા છતાંય સ્વાધ્યાય સદનુષ્ઠાનની પ્રેરણા મળતાં અધિકાંશ ભાગ્યશાળી ધર્મેચ્છુક સજ્જનોના મુખેથી ‘સમયનો અભાવ છે', એવા શબ્દ સંકોચ ભાવે સાંભળવા મળે છે. તેમ છતાં આ ભૌતિક યુગમાં પણ સ્વાધ્યાય પ્રેમી આગમરસિક આત્માઓનો એકાંત અભાવ છે, એવું તો ન કહી શકાય. દરેક ક્ષેત્રમાં સ્ત્રી, પુરુષ, બાળક, યુવાન, પ્રૌઢ અને વૃદ્ધ શ્રાવક-શ્રાવિકા તેમજ સાધુ-સાધ્વી કોઈને કોઈ જિજ્ઞાસુ મળી આવે છે. આ સંખ્યા ભલેને એક ટકા કરતાં પણ ઓછી હોય તો પણ તેને નકારી તો ન જ શકાય, એ અનુભવ સિદ્ધ વાત છે. એવા સમયે જૈનાગમોને સરળ, સંક્ષિપ્ત અને લોક ભાષામાં પ્રસારિત કરવાના આશયથી પ્રેરણા મળતાં આગમ મનીષી પૂજ્ય શ્રી ત્રિલોકમુનિજી મહારાજ સાહેબે એક જ હાથે બત્રીસ-બત્રીસ આગમોનો સારાંશ તૈયાર કરી હિંદી ભાષામાં હિંદીભાષી આગમ સ્વાધ્યાયીઓમાં પ્રસારિત કરીને, હવે ગુજરાતી ભાષામાં ગુજરાતીભાષી આગમ પ્રેમી શ્રાવક-શ્રાવિકા અને સાધુ-સાધ્વીજીઓ દ્વારા અનુવાદ તેમજ પ્રૂફ કરાવી પ્રસારિત કરવાનું કાર્ય હાથ ધર્યું છે. તે જૈનાગમ નવનીત પ્રકાશન સમિતિ સુરેન્દ્રનગરના માધ્યમે ગતિમાન છે. સંપૂર્ણ આગમોનો ગુજરાતી સારાંશ આઠ ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યો છે. જેમાં ત્રણ ભાગ પ્રકાશિત થઈ ગયા છે અને આ ચોથો ભાગ પ્રકાશિત થઈ રહ્યો છે. આ સારાંશ ખંડ–૪માં ચારે ય છેદ સૂત્રોનો સારાંશ તેમજ તત્સંબંધી અનેક વિવેચ્ય વિષયોનું નિબંધ આદિ રૂપમાં સંપાદન કરવામાં આવ્યું છે. જે સંઘ હિત માટે, સાધકોના હિત માટે તથા જૈનાગમોમાં છેદસૂત્રોના રહસ્યો જાણવાની ઉત્કંઠાવાળા સ્વાધ્યાય પ્રેમી સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાઓ માટે જ્ઞાન વૃદ્ધિ કારક બને તેવો છે. આ સંપૂર્ણ ખંડનો અનુવાદ ગોંડલગચ્છ વાણીભૂષણ પૂજ્ય શ્રી ગિરીશચંદ્રજી મ.સા.ની આજ્ઞા, પ્રેરણા મેળવીને શાસન ચંદ્રિકા મહાસતી શ્રી હીરાબાઈમ.સા.ના સુશિષ્યા બા.બ્ર. શ્રી જ્યોતિબાઈ મહાસતીજીએ બહુજ નિષ્ઠા અને લાગણી સાથે કરેલ છે. ચૌદ પૂર્વી મહાન આચાર્ય પૂજ્ય ભદ્રબાહુ સ્વામી રચિત આ આગમોનો હિંદી ભાષામાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ કરી મહાસતીજીએ મહાન નિર્જરા અને જિનશાસન પ્રભાવનાનું કાર્ય કરેલ છે. પ્રકાશન સમિતિ વતી બા.બ્ર. શ્રી Jain www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 274