Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2 Author(s): Trilokmuni Publisher: ZZZ Unknown View full book textPage 7
________________ ઉપદેશ શાસ્ત્ર : ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ ઉત્તરાધ્યયન સૂત્ર મુ સારાંશ પ્રસ્તાવના : આ સૂત્રમાં ૩૬ શ્રેષ્ઠ અને શ્રેષ્ઠતમ અધ્યયનોનું સંકલન છે. નંદીસૂત્રમાં તેની અંગ બાહ્ય (અનંગ પ્રવિષ્ટ) સૂત્રોમાં ગણના કરવામાં આવી છે. આ સૂત્રની રચના કયારે થઈ ? કયા આચાર્યે તેની રચના કરી ? અથવા કોઈ અંગ સૂત્ર(પ્રશ્ન વ્યાકરણ અથવા તો દૃષ્ટિવાદ)માંથી ઉષ્કૃત કરવામાં આવ્યું છે? ઈત્યાદિ બાબતનો કોઈ પ્રાચીન ઇતિહાસ ઉપલબ્ધ નથી. છતાં ય નંદીસૂત્રની આગમ સૂચિમાં આ સૂત્રનું નામ હોવાથી એટલું તો નક્કી કહી શકીએ કે નંદીસૂત્રની રચના સમયે ઉત્તરાધ્યયન સૂત્રનું અસ્તિત્વ થઈ ગયું હતું. તેથી નંદીસૂત્રની સમાન એની પ્રાચીનતા અને પ્રમાણિકતા સ્વીકાર્ય છે. સૂત્રનામ અને વિષય :- ઉત્તરાધ્યયન સૂત્ર આગમના વર્તમાન વર્ગીકરણમાં મૂળસૂત્રરૂપે પ્રખ્યાત છે. ઉત્તર+અધ્યયન એટલે શ્રેષ્ઠ અને પ્રધાન અધ્યયનોનું સંકલન સૂત્ર છે. તેમાં જીવ- અજીવ, પરીષહ, કર્મવાદ, ષટ્વવ્યાદિ, નવ તત્ત્વ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, બાલમરણ, પંડિત મરણ, વૈરાગ્ય અને સંસાર તથા ભગવાન પાર્શ્વ અને મહાવીર પરંપરાના અનેક વિષયોનું સુંદર આકલન છે. સ્વાધ્યાય અને આત્મ ચેતનાની જાગૃતિ માટે આ સૂત્રનું અધ્યયન પઠન ચિંતન-મનન આદરણીય છે. આ સૂત્રમાં ૧૩ અધ્યયન ધર્મ કથાત્મક છે (૭, ૮, ૯, ૧૨, ૧૩, ૧૪, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૫, ૨૭), આઠ અધ્યયન ઉપદેશાત્મક છે (૧, ૩, ૪, ૫, ૬, ૧૦, ૨૩, ૩ર), આઠ આચારાત્મક (૨, ૧૧, ૧૫, ૧૬, ૧૭, ૨૪, ૨૬, ૩૫), સાત સૈદ્ધાંતિક (૨૮, ૨૯, ૩૦, ૩૧, ૩૩, ૩૪, ૩૬). * Jain Education International શ્રેષ્ઠ અધ્યયનો અને ઉત્તમ ઉપયોગી વિષયોને કારણે આ સૂત્ર સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓને વિશેષ રુચિકર છે. સેંકડો સાધુ-સાધ્વીજીઓ તેને કંઠસ્થ કરી નિરંતર તેનો સ્વાધ્યાય કરી આત્માનંદની પ્રાપ્તિ કરે છે. આ પ્રમાણે અત્યધિક લોકપ્રિયતાને કારણે આ સૂત્ર માટે એવી શ્રુતિ પરંપરા પણ છે કે “આ સૂત્ર ભગવાન મહાવીર સ્વામીએ નિર્વાણ સમયે અંતિમ રાત્રિએ સ્વમુખે ફરમાવ્યું છે.’’ પરંતુ તે બાબત પ્રાચીન પ્રમાણ ઉપલબ્ધ નથી; માટે તે શ્રુતિ પરંપરા કેવલ શ્રદ્ધા-પ્રતીક જ છે. વિશેષ માટે જુઓ સારાંશ ખંડ–૮ ‘અનુભવ અર્ક’ પૃષ્ટ–૩૭. For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 210