________________
રોજનીશીનો બોધપાઠ અમેરિકાના પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી એચ. પી. હૉબેલ પોતાની પાસે એક રોજનીશી રાખતા હતા અને એ રોજનીશીમાં રોજેરોજની ઘટનાઓની વિગતે નોંધ કરતા હતા. દિવસ દરમિયાન કોની સાથે મુલાકાત કરી. એમની સાથે કયા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ. પોતાનું કાર્ય કેટલું આગળ વધ્યું. એમાં કેવા કેવા અવરોધો આવ્યા ? અર્થતંત્રમાં નવી પહેલ કરવા અંગે કેવા વિચારો આવ્યા. આ સઘળી વિગતો નોંધી રાખતા હતા.
એ પછી વીક-એન્ડમાં શનિવારે રાત્રે બેસીને ગત અઠવાડિયામાં બનેલી ઘટનાઓનું ઊંડું અવલોકન કરતા, એને વિશે ઊંડો વિચાર કરતા અને અંતે પોતાની જાતને પ્રશ્ન કરતા કે મેં જે નિર્ણયો લીધા છે તે યોગ્ય છે અથવા તો મેં કઈ કઈ બાબતમાં થાપ ખાધી છે, મારી કઈ ભૂલો થઈ છે ? | પોતાની દિનચર્યાની આવી નિષ્પક્ષ ચકાસણી કરીને તેઓ વિચારતા કે હવે પછી મારે કયા કયા સુધારા કરવા જોઈએ ? ગયા અઠવાડિયાની ઘટનાઓમાંથી શું બોધપાઠ લેવો જોઈએ ? આ સપ્તાહ દરમિયાન કયાં કાર્યોનું પરિણામ કેવું મળ્યું? કઈ બાબતમાં સફળતા મળી અને કઈ બાબતમાં નિષ્ફળતા મળી ? અર્થકારણ વિશે કયા વિચારો કારગત નીવડ્યા અને કયા વિચારો સહેજે ઉપયોગી બન્યા નહીં.
પ્રતિ સપ્તાહ હૉબેલ પોતાની રોજનીશી જોતા અને ઘટનાઓની ઝીણવટભરી ચકાસણી કરતા. આ અંગે એચ. પી. હૉબેલ નોંધે છે,
મારા આ અઠવાડિક અવલોકનથી ક્યારેક હું બેચેન થતો, તો ક્યારેક મારી ભૂલોને જોઈને આશ્ચર્ય પામતો. પરંતુ જેમ જેમ વર્ષો પસાર થતાં ગયાં, તેમ તેમ મારી ભૂલો ઓછી થવા લાગી અને મારી જાતનું અવલોકન કરવાની આ પદ્ધતિએ મને ખૂબ મદદ કરી. બીજી કોઈ પણ બાબત કરતાં મારી આ પદ્ધતિએ મને જીવનમાં પ્રગતિ સાધવામાં સૌથી વધુ સહાય કરી.'
મંત્ર મહાનતાનો
83
TTTTTIT/