Book Title: Mantra Mahantano
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 157
________________ ડર શેનો ? એલિનોર રૂઝવેલ્ટ (1884 થી 1962) અમેરિકાનાં પ્રખર માનવતાવાદી અગ્રણી, કુશળ લેખિકા અને અમેરિકાના રાજકારણમાં આગવી પ્રતિભા ધરાવનાર મહિલા હતાં, માતા-પિતાનું અકાળ અવસાન થતાં એમનો ઉછેર માતામહીએ કર્યો. એ પછી ચાર વખત અમેરિકાના પ્રમુખ બનનાર ફ્રેન્કલિન રૂઝવેલ્ટ સાથે એમનાં લગ્ન થયાં અને એ જાણીતા થયાં, તેથી એમના પર નિંદા અને ટીકાઓનો વરસાદ વરસવા લાગ્યો. એમના દુશ્મનોએ એમની પ્રસિદ્ધિને કારણે એમની વગોવણી કરવામાં કશું બાકી રાખ્યું નહીં. પ્રમુખ રૂઝવેલ્ટની સાથે ટીકાખોરો એલિનૉરની ટીકા કરવાની એકેય તક ચૂકતા નહોતા. એક દિવસ એલિનૉરે એનાં અનુભવી ફેબાની સલાહ લીધી. એમનાં ફેલા એ અમેરિકાનાં કુશળ રાજકારણી અને પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટનાં બહેન હતાં. એલિનોર એમને કહ્યું કે, “એમની ઇચ્છા તો ઘણાં કાર્યો કરવાની છે. જાહેરજીવનમાં સક્રિય ભાગ ભજવવાની છે, ડેમોક્રેટિક પક્ષના મજબૂત ટેકેદાર બનવાની છે; પરંતુ લોકોની ટીકાના ભયને કારણે કશું કરી શકતાં નથી. પોતે કશું કરશે તો લોકો શું કહેશે, એની ચિંતાથી એ સતત ગભરાતાં રહે છે.” થિયોડોર રૂઝવેલ્ટની બહેને એલિનૉરની આંખમાં આંખ પરોવીને કહ્યું, “આવી ફિકર છોડી દે, જે કામ તને તારા હદયથી યોગ્ય લાગતું હોય તે નિર્ભય બનીને કર. બીજા લોકો શું કહેશે, તેની પરવા કરવાની લેશમાત્ર જરૂર નથી. આપણે સાચા હોઈએ, પછી ગભરાવાનું શું? જેઓ તારી ટીકા કરે છે, એમની પ્રકૃતિને તારે ઓળખી લેવી જોઈએ. તું કામ કરીશ તો પણ એ તારા માથે છાણાં થાપશે અને તું કામ નહીં કરે, તો પણ તારા પર સતત ટીકાનો વરસાદ વરસાવતા રહેશે એટલે તારે જે કામ કરવું હોય તે એક વખત દિલથી નક્કી કરે અને પછી એ કામમાં બી જા.” એલિનૉર રૂઝવેલ્ટે ફેબાની આ સલાહ સ્વીકારી અને એનું પરિણામ એ આવ્યું કે એ મંત્ર મહાનતાનો - 156 અમેરિકાના જાહેરજીવનમાં ખ્યાતનામ મહિલા બન્યાં.

Loading...

Page Navigation
1 ... 155 156 157