________________
કલાકારનું પ્રમાણિક સત્ય વીસમી સદીના સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર સ્પેનના યુગસર્જક ચિત્રકાર પાબ્લો પિકાસો ચિત્રસર્જન કરી રહ્યા હતા, ત્યારે એમનો એક મિત્ર એમને મળવા આવ્યો. કલાસાધનામાં તલ્લીન પિકાસોને જોઈને મિત્રએ એની એકાગ્રતામાં ખલેલ પહોંચાડવાને બદલે પાછા ફરી જવાનું વધુ ઉચિત માન્યું.
પિકાસોને જે ચિત્ર સર્જતા જોયા હતા, એ ચિત્ર થોડા સમય બાદ બજારમાં વેચાતું જોયું. એણે એ ખરીદી લીધું. આનું કારણ એ હતું કે બજારમાં પિકાસોને નામે ઘણાં નકલી ચિત્રો વેચાતાં હતાં, જ્યારે આ ચિત્ર બનાવતાં તો એણે ખુદ પિકાસોને જોયો જ હતો, તેથી ભારે મોટી કિંમત ચૂકવીને એ ખરીદું.
એક વાર તેમનો આ મિત્ર ચિત્ર લઈને પિકાસોની પાસે ગયો અને એણે કહ્યું, “જુઓ, તમારું આ ચિત્ર તો અસલી છે ને મેં નજરોનજર તમને એનું સર્જન કરતાં જોયા છે.”
પિકાસોએ કહ્યું, ‘ચિત્ર તો મેં જ બનાવ્યું છે, પણ એ અસલી લાગતું નથી.'
આ સાંભળીને એમના મિત્રને માથે તો આકાશ તૂટી પડ્યું. એના ચહેરા પર ગમગીની છવાઈ ગઈ. એ જોઈને પિકાસોએ કહ્યું, “આ ચિત્ર મેં બનાવેલું અસલી ચિત્ર નથી એનો અર્થ એ થયો કે આ ચિત્ર દોરતી વખતે હું કોઈ સર્જક નહોતો, પરંતુ મારા જ ચિત્રની નકલ કરી રહ્યો હતો. હું એમ માનું છું કે આ ચિત્ર બનાવતી વખતે હું કોઈ સ્ત્રષ્ટા કે સર્જક હોતો નથી.”
પિકાસોનો મિત્ર હેરાન-પરેશાન થઈ ગયો. એણે ઘણી મોટી કિંમતે આ ચિત્ર ખરીદ્યું હતું અને પિકાસોનો ઉત્તર એ સમજી શકતો નહોતો, એથી એણે અકળાઈને પૂછ્યું, “અષ્ટા એટલે તું શું કહેવા માગે છે ?'
પિકાસોએ કહ્યું, “અષ્ટા એને કહેવાય કે જે અદ્વિતીયનું સર્જન કરે, જ્યારે હું તો મારી
કૃતિઓની જ નકલ કરું છું, તેથી કઈ રીતે મારી જાતને આ ચિત્રનો સર્જક કહી શકું ?” મંત્ર મહાનતાનો - 130.
પિકાસોનું પ્રમાણિક સત્ય સાંભળીને આ મહાન સર્જકની કલાભાવનાનો પરિચય મળ્યો.