Book Title: Mantra Mahantano
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 132
________________ અણહકનુંન લેવાય હંસના સરકારી અધિકારી પોલની પાસે યોજના મંજૂર કરવાનો આખરી નિર્ણય લેવાની સત્તા હતી. એક કૉન્ટ્રાક્ટરને એ ખ્યાલ આવ્યો એટલે એણે વિચાર્યું કે લાખો ફેન્કની કમાણી કરી આપે એવી આ યોજના કોઈ પણ સંજોગોમાં હાથ કરી લેવી. એ એક સૂટકેસમાં નોટોનાં બેંડલ ભરીને કૉન્ટ્રાક્ટર પોલને ઘેર ગયો. આ સમયે પોલ ઘરમાં બેસીને કંઈક લખી રહ્યા હતા. કૉન્ટ્રાક્ટરે જોયું તો પોલનું ઘર એક સામાન્ય માનવીના ઘર જેવું હતું. એ જાણતો પણ હતો કે આ સરકારી અધિકારીનો હોદ્દો ઊંચો છે પણ એનો પગાર ઘણો ઓછો છે. આ સમયે મકાનમાલિક આવી ચડે છે અને પોલ પાસે ભાડાની ઉધરાણી કરે છે. કૉન્ટ્રાક્ટરને થયું કે પોતે ખરેખર યોગ્ય સમયે જ આવ્યો છે. એણે મકાનમાલિકને કહ્યું, “સાહેબના ભાગની ફિકર ન કરો. હું તમને ચૂકવી દઈશ.” પોલે કહ્યું, “ભાઈ, એવી તકલીફ લેવાની જરૂર નથી. હું એક સામયિક માટે એક લેખ લખું છું, એનો પુરસ્કાર મળશે એટલે તરત ભાડું ચૂકવી દઈશ." કૉન્ટ્રેક્ટરે પૂછ્યું, “સાહેબ, રેલવેલાઇન નાખવા અંગેની મારી દરખાસ્ત આપને મળી ચૂકી હશે. એ અંગે આપ શું વિચારો છો ? મારા પર કૃપા કરો તો ઘણું સારું.” કૉન્ટ્રાક્ટરે સૂટકેશ ખોલી અને કહ્યું, “સાહેબ, બસ તમે સંમતિ આપો એટલી જ વાર છે. આપને માટે પચાસ હજાર ફે લાવ્યો છું, આખી જિંદગીમાં પણ આટલી કમાણી નહીં થાય.” કૉન્ટ્રાક્ટરની ધૃષ્ટતા જોઈને પોલ અકળાઈ ગયા અને કોપાયમાન થઈને બોલ્યા, “ચાલ્યા જાવ અહીંથી, નહીં તો પોલીસના હવાલે કરી દઈશ.” પોલનો અવાજ સાંભળીને એમનાં પત્ની રસોઈગૃહમાંથી બહાર દોડી આવ્યાં. કૉન્ટ્રાક્ટરે એમને જોઈને કહ્યું, “બહેન, આપના પતિદેવને સમજાવો. મારી આ ભેટનો સ્વીકાર કરે.” શ્રીમતી પોલે કહ્યું, “આ ભેટ નથી, લાલચ છે. અમારું સીધુંસાદું જીવન જોઈને તમને થયું હશે કે તમે અમને ભોળવી જશો, પણ અમને અમારી સાદાઈ માટે ગૌરવ છે અને જુઓ, મહાનતાનો અણહકનું તો કદી ન લેવાય. માટે સૂટકેશ બંધ કરીને અહીંથી વિદાય થઈ જાવ.” 131

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157