________________
દાદાની દરિયાની વાતો દરિયાકિનારે આવેલી ઊંચી ટેકરી પર ઝૂંપડીમાં રહેતો વૃદ્ધ હાળામુચી પ્રતિદિન નજર સામે હિલોળા લેતો સાગર આંખ ભરીને જોયા કરતો હતો. અતિ વૃદ્ધ હાળામુચીને બીજું કામ પણ શું હતું ? અને આ સાગરદર્શનનો આનંદ એટલો બધો હતો કે બીજું કામ કરવાની વૃત્તિ પણ ક્યાંથી થાય ? બાળપણમાં દાદા-દાદી પાસેથી દરિયાલાલની કેટલીય કથાઓ સાંભળી હતી અને ત્યારથી દરિયો હાળામુચીના મનમાં વસી ગયો હતો. એ દાદાએ દરિયાનાં શાંત જળની સાથોસાથ દરિયાઈ તોફાન અને ઝંઝાવાતોની કેટલીય વાસ્તવકથાઓ કહી હતી.
એક વાર વહેલી સવારે ટેકરી પરથી હાળામુચીએ દરિયા તરફ જોયું તો કોઈ મોટું દરિયાઈ તોફાન ધસમસતું આવતું હતું. બાળપણમાં દાદાએ કહેલી વાતનું સ્મરણ થયું. દરિયાનાં અતિ ઊંચે ઊછળતાં અને વેગથી ધસમસતાં આ વિનાશક મોજાંઓ તળેટીનાં ખેતરોમાં કામ કરતા લોકો પર ફરી વળશે તો ? હાળામુચી ગમે તેટલી જોરથી બૂમ પાડે, તોય સંભળાય તેમ નહોતું. ટેકરી પરથી ઝડપભેર નીચે ઊતરીને સહુને ચેતવવા જાય, તો વિલંબ થઈ જાય. હવે કરવું શું ?
હાળામુચીએ ટેકરી પરની પોતાની ઝૂંપડી પર આગ ચાંપી અને એ આગના ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊડવા લાગ્યા. તળેટીનાં ખેતરોમાં કામ કરતા લોકો આગની જ્વાળાઓ અને ઊંચે ઊડતા ધુમાડા જોઈને ટેકરી પર દોડી આવ્યા. બધા ખેડૂતો આગ ઓલવવા એકબીજાની મદદ કરવા માટે ટેકરી પર આવ્યા. આવીને એમણે આગથી ભડભડ સળગતી ઝૂંપડી જોઈ અને બાજુમાં નિરાંતે ઊભેલા હાળામુચીને જોયા.
હાગામચીની નજર તો દરિયામાં ઊછળતાં અતિ પ્રચંડ મોજાંઓ પર હતી. બધાંને આશ્ચર્ય થયું કે પોતાની ઝૂંપડી ભડકે બળે છે અને હાગામચી તો હાથ જોડીને ઊભા છે! હજી કશું પૂછવા માટે કોઈ એની પાસે પહોંચે, એ પહેલાં તો પ્રચંડ દરિયાઈ મોજાંઓ નીચેનાં ખેતરો
પર ફરી વળ્યાં. હાળામુચીએ પોતાની ઝૂંપડી બાળીને દરિયાઈ પ્રલયમાંથી અનેકના જીવ મંત્ર મહાનતાનો - 138 બચાવી લીધા.