________________
બીમારીનો સ્થાયી ઇલાજ
જર્મનીના પ્રજાપ્રેમી સમ્રાટ જ્યોર્જ જોસેફ વેશપલટો કરીને પોતાના રાજ્યમાં ઘૂમતા હતા. એક દિવસ એક નાનકડી ગલીમાંથી પસાર થતા હતા, ત્યારે એક ચીંથરેહાલ યુવકે એમને રસ્તામાં થોભાવીને કહ્યું, “અરે ભાઈ, મારી માતા લાંબા સમયથી બીમાર છે. એની સારવારમાં મારું સઘળું ધન ખર્ચાઈ ગયું છે. જો હવે તમે મને થોડી રકમ આપો, તો અંતિમ વખત એનો ઇલાજ કરાવવા ઇચ્છું છું. મારી મદદ કરશો ?”
સમ્રાટ જ્યોર્જ જોસેફે ચોકી ૨કમ આપી અને કહ્યું, “જા, તું બ્રૅક્ટરને બોલાવી લાવ. હું તને વધુ મદદ કરવા માટે પ્રયત્ન કરીશ. તું મને તારું સરનામું આપી દે."
સમ્રાટ જ્યોર્જ જોસેફ એ ગરીબ યુવાનને ઘેર પહોંચી ગયા. એમણે જોયું તો એક વૃદ્ધા ખાટલા પર સુતી હતી. બાજુમાં એક નાનો બાળક રડતો બેઠો હતો. સમ્રાટે ગ્રૅક્ટર તરીકે પોતાની ઓળખ આપીને એ વૃદ્ધ સ્ત્રીને એની બીમારી અંગે પૃચ્છા કરી. એ મહિલાએ કહ્યું, ‘મારા પતિની આવક પર ઘર ચાલતું હતું, પરંતુ થોડા સમય પહેલાં એમનું મૃત્યુ થયું. ઘરમાં અત્યારે કોઈ કમાનાર નથી. મારા મનમાં સતત એ ચિંતા રહે છે કે જો હું મૃત્યુ પામીશ, તો મારાં અનાથ બાળકોનું શું થશે ? આ ચિંતાએ જ મને બીમાર પાી દીધી છે."
સમ્રાટે કાગળ પર કંઈક લખ્યું અને એ વૃદ્ધાને આપતાં કહ્યું, “આમાં મેં તમારી બીમારીની દવા લખી છે. તમારા દીકરાને મોકલીને મંગાવી લેજો." આમ કહીને એ ચાલ્યા ગયા. થોડી વારે વૃદ્ધાનો પુત્ર ડૉક્ટરને લઈને આવ્યો, ત્યારે એ વૃદ્ધાએ કહ્યું, “હમણાં થોડી વાર પહેલાં જ એક ડૉક્ટર આવી ગયા અને આ કાગળ પર કંઈ દવા લખી ગયા છે.”
આગંતુક ડૉક્ટરે એ કાગળ વાંચીને કહ્યું, “તમારી પાસે તો એક અનોખો ડૉક્ટર આવ્યો હતો, જે તમારી બીમારીનો સ્થાયી ઇલાજ કરી ગયો છે. એ કોઈ સાધારણ ડૉક્ટર નહોતા, પરંતુ આપણા દેશના સમ્રાટ જ્યોર્જ જોસેફ હતા.”
સમ્રાટ જ્યોર્જ જોસેફે એ કાગળ પર લખ્યું હતું કે ‘વૃદ્ધા અને એના પરિવારને રાજકોશમાંથી નિયમિત રીતે ધન આપવાની વ્યવસ્થા કરવામાં આવે.'
મંત્ર મહાનતાનો 139