Book Title: Mantra Mahantano
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 142
________________ શત્રુતાનો નાશ પ્રાચીન રોમના પ્રસિદ્ધ સેનાપતિ, સરમુખત્યાર અને રાજપુરુષ જુલિયસ સીઝરના જેટલા મિત્રો હતા, એટલા જ શત્રુઓ હતા. એક વાર એ પોતાના મહેલમાં એકલો રજાના દિવસો ગાળી રહ્યો હતો. સીઝરના પરમ મિત્રને આની જાણ થતાં એણે વિચાર્યું કે જુલિયસ સીઝર પાસે જઈને થોડાં ટોળટપ્પાં મારી આવું. બન્ને પ્રેમથી મળ્યા અને વાતચીત સમયે જુલિયસ સીઝરના મિત્રએ કહ્યું, ‘હું એક વાત સમજી શકતો નથી કે તમારા વિરોધીઓ તમારા પર જાતજાતના અસહ્ય આક્ષેપો કરે છે અને તેમ છતાં તમે એ બધાને ચૂપચાપ સહન કરો છો. તમે તમારા વિરોધીઓના આક્ષેપોનો જડબાતોડ, સણસણતો જવાબ આપો ને ! મિત્રની વાતને ગંભીરતાથી લેવાને બદલે ચર્ચાને બીજે પાટે ચઢાવી દીધી. પરમ મિત્રને દુઃખ થયું કે એમની આવી ગંભીર વાતની જુલિયસ સીઝરે સદંતર ઉપેક્ષા કરી. આ સમયે ખેપિયાએ આવીને જુલિયસ સીઝરને કાગળોનું એક બંડલ આપ્યું અને જુલિયસ સીઝરે એ ખોલ્યું તો એમના એક વિરોધીએ લખેલા ઘણા આક્ષેપભર્યા કાગળો હતા. આ કાગળોમાં સીઝરના એ વિરોધીએ આક્ષેપો કરવામાં પાછું વાળીને જોયું નહોતું. સીઝરનો મિત્ર તો આ કાગળો વાંચીને ગુસ્સાથી સળગી ઊઠ્યો. જ્યારે સીઝર થોડી વાર શાંત રહ્યા અને પછી એ કાગળો વાંચ્યા વિના જ એને સળગાવી નાખ્યા. આ જોઈને એમના મિત્રએ પૂછ્યું, ‘તમે શા માટે આ બધા કાગળો સળગાવી નાખ્યા. એ તો ઘણા કીમતી હતા. સમય આવ્યે એ વિરોધી પર પ્રહાર કરવા માટે ઉપયોગી બની શક્યા હોત.” | આ સાંભળીને જુલિયસ સીઝરે હસીને કહ્યું, “અરે દોસ્ત, મેં વિચાર કર્યા પછી જ આ કાગળો સળગાવ્યા છે. જ્યાં સુધી આ કાગળો મારી પાસે હોય, ત્યાં સુધી એને જોઈને હું મનોમન ક્રોધથી ધંધવાતો રહેત. મારે માટે ક્રોધને નષ્ટ કરવાનો સૌથી સરળ ઉપાય આ કાગળોને નષ્ટ કરવાનો હતો. આમ કરવાથી શત્રુતા આપોઆપ ખતમ થઈ જશે. વળી, એ કાગળો પાસે રાખીને તણાવપૂર્વક જીવવાનો શો અર્થ?” પેલા મિત્રએ ખોટી સલાહ આપવા માટે સીઝરની ક્ષમા માંગી. TTTTTTI/ મંત્ર મહાનતાનો 141

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157