________________
આવતીકાલને વધુ ઊજળી બનાવીશ
૨૦૦૮માં એકાએક મંદીનો સપાટો આવતાં કામયાબ વેપા૨ી માઇક્લ વોલના જીવનમાં આર્થિક તબાહી મચી ગઈ. વિશાળ ઘર, આલીશાન ઑફિસ, મોંઘીદાટ મોટર અને ધનવૈભવ સાથે મોજથી જીવતા માઇકલ વોલની એવી તો અવદશા થઈ કે ઘર વેચવું પડ્યું, ઑફિસ છોડવી પડી અને સાવ બેકાર થઈ ગયા. એમણે બોસ્ટનની વેન્ટવર્થ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજીમાંથી એરોનોટિકલ ટૅક્નૉલૉજીની ડિગ્રી લીધી હતી, પણ પછી એ દિશામાં આગળ વધવાને બદલે એમણે વ્યવસાય શરૂ કરી દીધો. એમાં બેહાલી આવી એટલે ફરી પેલી ડિગ્રી યાદ આવી. એના સહારે નોકરી મેળવવાના પ્રયત્નો કર્યા, પણ કોઈ સારી નોકરી મળી નહીં.
હવે કરવું શું ? છેલ્લા ઉપાય તરીકે એમણે જે કોઈ નોકરી મળે તે સ્વીકારી લેવાનું નક્કી કર્યું અને સફાઈ કામદાર તરીકેનું કામ સ્વીકાર્યું. વોર્સેસ્ટર પોલિટેક્નિક ઇન્સ્ટિટ્યૂટના રાતના સલાઈ કર્મચારી તરીકે નોકરીની રકમમાંથી માઇકલ વોલ માંડ માંડ પર ચલાવતા હતા, પણ સહેજે હિંમત હાર્યા નહીં. વિચાર કર્યો કે નોકરી રાતની છે, દિવસના સમયે અભ્યાસ કરું, આગળ પ્રગતિ કરું અને એણે એ જ ઇન્સ્ટિટ્યૂટમાં એન્જિનિયરિંગના વધુ અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો. રાત્રે ઇન્સ્ટિટ્યૂટમાં સફાઈ કામ અને દિવસે અભ્યાસ.
પચાસ વર્ષના આ વિદ્યાર્થીને જોઈને સાથી વિદ્યાર્થીઓને આશ્ચર્ય થતું, પણ માઇલ વોડ્રેલનું ધ્યાન અભ્યાસમાં હતું અને ૨૦૧૬માં ઊંચા ગ્રેડ સાથે એ એન્જિનિયરિંગમાં ઉત્તીર્ણ થયો. માઇકલ વોડ્રેલની મુશ્કેલીઓ સામેની મક્કમતા પર મીડિયા વારી ગઈ. ટેલિવિઝન ચૅનલોમાં એની મુલાકાત આવવા લાગી અને અમેરિકાની ‘પ્રેટ ઍન્ડ વ્હિટની' નામની એરોસ્પેસ કંપનીએ માઇકલને ઊંચા પગારે નોકરીએ રાખી લીધો.
પોતાના જીવનમાં અનેક લીલી-સૂકી જોનારા માઇકલે એટલું જ કહ્યું, “મારી જાત પર ભરોસો રાખીને મેં સફળતા હાંસલ કરી છે. તમે જીવનમાં બધું જ ગુમાવી બેઠા હો, તેમ છતાં આત્મવિશ્વાસ કદી ગુમાવશો નહીં. હું રોજ રાત્રે એવો વિચાર કરો કે આજનો દિવસ તો પસાર થયો, પણ આવતીકાલનો દિવસ આનાથી વધુ ઊજળો બનાવવા કોશિશ કરવી છે.' મંત્ર મહાનતાનો
129