________________
કમાવાની આદત. ગ્રીસ દેશના ઍથેન્સ નગરમાં કિર્લેથિસ નામનો બાળક નિશાળમાં અભ્યાસ કરતો હતો. આ અત્યંત ગરીબ બાળકના શરીર પરનાં કપડાં સાવ ફાટેલાં હતાં. એને દિવસના બે ટંક ભોજન પણ મળતું નહોતું. આવું હોવા છતાં દર મહિને એ નિયમિત રૂપે નિશાળની ફી ભરતો હતો. અભ્યાસમાં એટલો તેજસ્વી હતો કે બીજા વિદ્યાર્થીઓ એની ઈર્ષા કરતા હતા. કેટલાક સુખી વિદ્યાર્થીઓને તો થયું કે અત્યંત ગરીબ મિલેંથિસ પાસે પહેરવાનાં પૂરતાં કપડાં નથી, તેમ છતાં નિશાળની ફી કઈ રીતે નિયમિત રૂપે ભરે છે ? નક્ક, એ ક્યાંક ચોરી કરીને પૈસા લાવતો હશે. એની ઈર્ષા કરતા કેટલાક ધનિક વિદ્યાર્થીઓએ એના પર ચોરીનું આળ લગાડીને એને પકડાવી દીધો.
અદાલતમાં એનો કેસ ચાલ્યો. ન્યાયાધીશે કિર્લેથિસને પૂછયું, ત્યારે એણે નિર્ભય થઈને કહ્યું, “હું ચોરી કરતો નથી અને મારી વાતની પુષ્ટિ રૂપે બે સાક્ષીઓને હાજર કરવા ઇચ્છે
છે.”
ન્યાયાધીશે સાક્ષીઓને બોલાવવાની મંજૂરી આપી, ત્યારે એણે પહેલાં સાક્ષીના રૂપમાં એક માળીને બોલાવ્યો. માળીએ કહ્યું કે, આ છોકરો રોજ વહેલી સવારે મારા બગીચામાં આવીને કૂવામાંથી પાણી ખેંચી આપે છે અને બગીચાને પાણી પાય છે એના બદલામાં હું એને થોડા પૈસા આપું છું. બીજા સાક્ષીના રૂપમાં એક વૃદ્ધ નારી આવી. એણે કહ્યું કે એના ઘરમાં કોઈ નથી એટલે આ બાળક આવીને રોજ મારી ઘંટીમાં અનાજ દળી આપે છે અને થોડા ઘણા પૈસા આપે છે.
ન્યાયાધીશ આ ગરીબ, મહેનતુ બાળકની સચ્ચાઈની કમાણીની વાત સાંભળીને પ્રસન્ન થયા અને કહ્યું કે જો કિર્લેથિસ ઇચ્છે તો હવે પછીના એના અભ્યાસનો તમામ ખર્ચ ભોગવવા તેઓ તૈયાર છે.
વિદ્યાર્થી કિર્લેથિસે ન્યાયાધીશની આ વાતનો સાદર અસ્વીકાર કરતાં કહ્યું કે હવે એને મંત્ર મહાનતાનો મહેનત કરીને કમાવાની આદત પડી ગઈ છે.
123 |
(TTTTT