________________
બેરોજગાર બનાવનારનો આભાર
કંપનીમાં કામ કરતી અઠ્યાવીસ વર્ષની ટાઇપિસ્ટ સેરિના રુસો એક વાર ઑફિસમાં પાંચ મિનિટ મોડી પહોંચી. બન્યું એવું કે કંપનીના બોસની એના પર નજર પડી અને એણે સેરિનાને ધમકાવતાં કહ્યું, ‘તને ખ્યાલ છે ને કે તું પાંચ મિનિટ મોડી પડી છે?”
સેરિનાએ દિલગીરી વ્યક્ત કરતાં કહ્યું, “હાજી, સૉરી, મને માફ કરજો.’
કયા સંજોગોને લીધે બોસ ગુસ્સે થયા હશે એ જાણી શકાયું નહીં, પરંતુ એમણે એકાએક તુમાખીભર્યા અવાજે કહ્યું, ‘હવે, તને ક્યારેય સૉરી કહેવાનો વારો નહીં આવે. હું તને અત્યારે જ નોકરીમાંથી છૂટી કરું છું. ચાલી જા.”
સેરિનાને ઊંડો આઘાત લાગ્યો, કારણ એટલું જ કે આ અગાઉ એક સપ્તાહ પહેલાં જ એની નોકરી ગઈ હતી અને માંડ માંડ આ કંપનીમાં ટાઇપિસ્ટ તરીકે નોકરી મળી હતી અને હજી સપ્તાહ પૂરું થાય ત્યાં તો અહીંથી પણ રવાનગી મળી અને તે પણ સાવ મામૂલી કારણથી.
એ દિવસે આ ટાઇપિસ્ટ યુવતીએ મનોમન નિર્ધાર કર્યો કે હવે બીજે ક્યાંય નોકરી શોધવી નથી અને આવું થવા દેવું નથી. એણે ૧૯૭૯માં ૨૮મા વર્ષે પોતાની ટાઇપિંગ સ્કૂલ શરૂ કરી અને પછી ધીરે ધીરે એનો વિકાસ કરવા લાગી. એમાંથી જોબ એક્સેસ સ્કૂલ કરી, કૉર્પોરેટ ટ્રેનિંગ, ઇન્વેસ્ટમેન્ટ, રિક્રુટમેન્ટ જેવાં જુદાં જુદાં ક્ષેત્રોમાં નવી નવી કંપનીઓ ખોલી. સૌથી વધુ તો એણે બેરોજગારોને નોકરી આપવા માટેના અનેક આયોજનો કર્યા.
આજે ઑસ્ટ્રેલિયા, બ્રિટન, ચીન, વિયેટનામ જેવા કેટલાય દેશોમાં બેરોજગાર લોકોને માટે સેરિના આશીર્વાદરૂપ બની છે અને દર વર્ષે કેટલાય બેરોજગારને નોકરી અપાવે છે.
આજે તો એનું આર્થિક સામ્રાજ્ય એકસો મિલિયન ડૉલરનું છે અને આ માટે એ પેલા
એ બોસનો અત્યંત આભાર માને છે કે જેણે એને જૉબ આપી નહોતી અથવા તો જેણે એને નતાની મામૂલી કારણસર એને નોકરીમાંથી રુખસદ આપી હતી ! 98
|